સવાલ આપના જવાબ ટેકસ ટુડે એક્સપર્ટના (આ કોલમ વેબસાઇટ ઉપર દર સોમવારે પ્રસિદ્ધ થશે) તા. 16.12.2019

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: 16.12.2019

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ દૂધ વેચાણ નો ધંધો કરતાં હતા. અમે વેટ નંબરધરાવતા ના હતા. ત્યારબાદ અમોએ મરજિયાત રીતે જી.એસ.ટી. નંબર લીધો હતો. આ નંબર શરત ચૂક થી કંપોઝીશન માં લેવાઈ ગયો હતો. અમારું 2016-17 નું ટર્નઓવર 4 કરોડ નું હતું. અમોએ મરજિયાત રીતે 01.10.2017 થી કંપોઝીશન ની બહાર આવવા અરજી કરી હતી. અમારું 1.7.17 થી 30.09.2019 સુધીનું ટર્નઓવર 1.40 કરોડ હતું. હવે આ અંગે અમારા નીચે મુજબ ના પ્રશ્નો છે.

           a. શું 01.07.2017 થી 30.09.2019 સુધીના ટર્નઓવર ઉપર અમર 1% લેખે જી.એસ.ટી. ભરવો પડે?

જવાબ: અમારા મતે તમારા અસીલ કંપોઝીશન માટે હક્કદાર નહતા. આ કારણે તેમને મળેલ કંપોઝીશન ની પરવાનગી શરતભંગ ના કારણે                               01.07.2017 થીજ રદ થઈ ગણાય.

           b. શું અગાઉ ના વર્ષ માં 75 લાખ થી વધુ ટર્નઓવર હોવા છતાં અમને કંપોઝીશન ની પરવાનગી યોગ્ય ગણાય?

જવાબ : ના, તમારી કંપોઝીશન ની પરવાનગી શરત ભંગ ના કારણે યોગ્ય ગણાય નહીં.

           c. 01.07.2019 થી 30.09.2019 નું કંપોઝીશન નું રિટર્ન ભરવાનું બાકી છે તે કેવી રીતે ભરવું? શ્રુતિ દોશી, સુરેન્દ્રનગર                   

જવાબ: આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને નિયમ ગમે તે કહેતા હોય પણ GST પોર્ટલ શું કરવા દે તે મહત્વનુ છે.    અમારા મતે તમે 01.07.2017             થીજ કંપોઝીશન ની શરતભંગ કરી હોય તમે 01.07.2017 થીજ રેગ્યુલર રિટર્ન (3B) ભરવા જવાબદાર થઈ જાવ. પણ તમે ભૂલ થી 01.10.2017 થી                     ઓપ્ટઆઉટ કરેલ હોય તમે 01.07.2017 થી 30.09.2017 સુધી કંપોઝીશન ના રિટર્ન ભરવા પડશે. આ રિટર્ન હાલ NIL ભરી આકારણી સમયે આ                   બાબતે ખુલાસા કરી શકાય.

 

        2. અમારા અસીલ એમેઝૉન ઉપર થી ઓનલાઈન વેચાણ કરેલ છે. વેચાણ b2c નું છે અને ગુજરાત બહાર છે. અમોએ IGST લગાડી અમોએ ગ્રાહક ના                     નામનું બિલ બનાવેલ છે. કંપની એ પણ 1% TCS કરેલ છે. આ વેચાણ GSTR 1 માં ક્યાં દર્શાવવા નું રહે.?                         જલ્પા દોશી, સુરેન્દ્રનગર

જવાબ: તમારા અસિલે GSTR 1 માં b2c માં દર્શાવી ઇ કોમર્સ સેલ માં “yes” દરશવવાનું રહેશે.

         3. અમારા અસીલ ને IGST ની ક્રેડિટ લેવાની હતી. પણ શરતચૂક થી CGST તથા SGST ની ક્રેડિટ લીધેલ હતી. ભૂલ સુધારવા CGST તથા SGST, DRC                  03 દ્વારા ભરી દીધો છે. હવે અમારો પ્રશ્ન એ છે કે જે IGST ની ક્રેડિટ ને રિફંડ કેવી રીતે મેળવી શકાય?                                   જલ્પા દોશી, સુરેન્દ્રનગર

જવાબ: અમારા મટે આ ક્રેડિટ ને હવે ભરવાના થતાં ટેક્સ સામે મજરે મેળવી શકાય. રિફંડ માત્ર કલમ 54 હેઠળ જ મળતું હોય આ રકમનું રિફંડ મળી                 શકે નહીં તેવું અમારું માનવું છે.

 

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!