સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

તારીખ:  24 જૂન 2019

1.   મારે તમાકુ નો ધંધો છે. મારૂ ટર્નઓવર 20 લાખ થી ઓછું છે. શું હું જી.એસ.ટી. નંબર કેન્સલ કરવી શકું?                      રોહિત પડિયા

 

જવાબ: હા, તમાકુ નો ધંધો હોવા છતાં તમે 20 લાખ થી ઓછું ટર્નઓવર હોય તો જી.એસ.ટી. નંબર રદ કરવી શકો.

 

  1. મારા અસીલ એક્સપોર્ટર છે. તેઓના 3B માં 3.1 (b) ની જગ્યા એ 3.1(a) માં દર્શાવાય ગયું. આ કારણે ડિપાર્ટમેંટ માં બે મુખ્ય એરર આવે છે. એક નેગેટિવ વેલ્યૂ એસ પર 3B તથા ઇંવોઇસ નોટ તથા ઇંવોઇસ નોટ ટ્રાન્સમીટેડ ટુ ICEGATE. આ રિફંડ 2017 18 નું છે. મે આ કારણે માર્ચ 2019 નું રિટર્ન બાકી રાખેલ છે. ગ્રીવાન્સ કરેલ છે. આ માટે મને કોઈ રસ્તો બતાવશો.

                                                                                                                              વિરલ ભગદેવ એડ્વોકેટ

જવાબ: આ ભૂલ ને સુધારવી ખાસ્સી મુશ્કેલ છે. આ અંગે અમો એટલી સલાહ આપીએ છીએ કે તમે જી.એસ.ટી. ના તમારા કાર્યક્ષેત્ર ના નોડલ ઓફિસર ને તમારા એક્સપોર્ટ ની વિગતો સાથે મળો. તેઓ આ અંગે તમને મદદ કરી શકે છે.   

 

  1. ઇ વે બિલ વગર ટુકડે ટુકડે કરેલ વેચાણ માટે મહિના માં એક બિલ બનાવવું શક્ય છે?                                આર. વી. ભોજાણી

જવાબ: ના, તમારે દરેક માલ ની રવાનગી સાથે બિલ બનાવવું જરૂરી છે. માત્ર, 200/- રૂ થી ઓછી રકમ નું બિલ હોય તો બિલ બનાવવા માથી મુક્તિ આપવામાં આવેલ છે.

 

  1. અમારા અસીલ સોના ચાંદીના દાગીના ખરીદ વેચાણ નો તથા મજૂરી ની સેવા પૂરી પાડવાનો ધંધો કરે છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. અમારો પ્રશ્ન નીચે મુજબ છે.

          અમો બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી સોનું મેળવી તેના ઉપર મજૂરી કામ કરી આપીએ છીએ. આ કિસ્સા માં જી.એસ.ટી. ક્યાં દરે લાગે?

          જો અમો કોઈ નોંધાયેલ વ્યક્તિ પાસેથી આ ઘરેણાં મેળવી મજૂરી કામ કરી આપીએ તો ક્યાં દરે જી.એસ.ટી. લાગે.                                                                                                                                                          પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ: આપના પ્રશ્ન ના જવાબ માં ઉપરોક્ત બંને કિસ્સાઓ માં જી.એસ.ટી. નો દર 5% નો રહેશે.        

  1. મારા અસીલ કોનટ્રાસેપ્ટિવ દવા નો વેપાર કરે છે. આ માલ HSN 3006 માં પડે છે અને કરમુક્ત છે. મારો પ્રશ્ન છે કે તેઓ ની ખરીદી જો અલગ અલગ દરે જી.એસ..ટી. લાગીને કરવામાં આવતી હોય તો શું તેમને ઇનવરટેડ રેઇટ સ્ટ્રક્ચર હેઠળ રિફંડ મળી શકે?                                                                                                                                              દેસાઇ એન્ડ કું

જવાબ: ના, તમે જ્યારે આઉટવર્ડ સપ્લાય NIL રેટેડ કે એક્સેમ્પ્ટ માલ ની કરતાં હોય જી.એસ.ટી. કાયદા ની કલામ 16 મુજબ આ ક્રેડિટ રિવર્સ કરવાની રહે અને તમને કોઈ રિફંડ મળવા પાત્ર નથી.

 

  1. અમો કોટન જિનિંગ ના વેપારી છીએ. અમારી ખરીદી મુખ્યત્વે ખેડૂતો પાસે થી હોય છે. આ ખરીદી ઉપર અમારા એડ્વોકેટ ની સલાહ મુજબ અમો RCM ભરીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે સપૂર્ણ સીઝન પૂરી થઈ જવા છતા SGST હેઠળ અમારી ક્રેડિટ જમા રહી જાય છે. હવે ફરી નવી સીઝન શરૂ થશે ત્યારે ફરી RCM ભરવાનો થશે. તો શું આવા કિસ્સા માં અમને SGST નું રિફંડ મળી શકે? શું SGST જમા હોવા છતાં અમારે RCM ભરવો જ પડે?                                                                                                    કિશન કલસરિયા, ઉના

જવાબ: તમારો પ્રશ્ન એ જિનિંગ ઈન્ડસ્ટ્રી નો કોમન પ્રશ્ન છે. RCM લાગુ હોવાના કારણે વર્કિંગ કેપિટલ બ્લોકેજ થઈ જાય છે. પરંતુ આ સિવાય કોઈ અન્ય વિકલ્પ તમારી પાસે નથી. તમને SGST માં જમા રકમ નું રિફંડ મળી શકે નહીં. SGST જમા હોવા છ્તા તમારે RCM ભરવાનો રહેશે. આ અંગે કાયદા માં કોઈ સુધારો કરવામાં આવે તોજ તમારી તકલીફ દૂર થઈ શકે. 

 

:ખાસ નોંધ:

જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો: www.taxtoday.co.in

error: Content is protected !!