સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર

તારીખ: 01 જુલાઇ 2019

1. ગુડઝ એન્ડ સર્વિર્સ ટેક્સની કલમ-૧૧ અંતર્ગત સરકારે નોટિફિકેશન નં.૧૨/૨૦૧૭ (રેઇટ ) તા.૨૮/૬/૨૦૧૭ થી કુલ ૮૧ સર્વિર્સને વેરામાફી તરીકે જાહેર કરેલ છે.
(૧) આ ૮૧ સર્વિર્સ પૈકી સર્વિર્સનં ૫૪(V) માં જણાવેલ છે કે “Loading, Un- Loding,Packing,Storage or Ware Housing of Agricultural Produce”
અમારો પ્રશ્ન એ છે કે આવા એગ્રીકલ્ચર પ્રોડક્ટ ના સ્ટોરેજ માટે ગોડાઉન ભાડે આપવામાં આવે તો તે આવક માટે ભાડે આપનારને GST માથી વેરામાફી મળે કે કેમ !

(૨) ઉપરોક્ત કુલ ૮૧ સર્વિર્સ પૈકી સર્વિર્સનં ૫૪(VII) માં જણાવેલ છે કે “Service By Way Agriculture Produce Marketing Committee or Board or Service Provided By a Commission Agent For Sale or Purchase of Agricultural Produce
અમારો પ્રશ્ન એ છે કે માર્કેટિંગ યાર્ડમાં ધંધો કરતાં કમિશન એજન્ટ કે જે ખેડૂતનો માલ ખેડૂતવતી વેચાણ કરી આપે છે તેમાં સર્વિર્સ પેટે ખરીદનાર પાસેથી કમિશન મેળવે છે આ કમિશન માફી ગણાય કે કેમ !                                                                                                                               જે.વી. પટેલ એન્ડ કું

 

જવાબ: (1) અમારા મતે આ 81 સર્વિસ પૈકી સર્વિસ નંબર ૫૪(e) માં જણાવેલ છે કે “Loading, Un- Loding,Packing,Storage or Ware Housing of Agricultural Produce” આ સર્વિસ ખેતી વિષયક ચીજ વસ્તુ (પ્રોસેસ થયા સિવાય) માટે આપવામાં આવેલ હોવાથી “Exempt” કેટેગરી માં આવે એટ્લે કોઈ જી.એસ.ટી. લાગુ પડે નહીં.
(2) અમારા માતે માર્કેટિંગ યાર્ડ માં ધંધો કરતાં કમિશન એજન્ટ કે જે ખેડૂત વતી વેચાણ કરી આપે છે તેમાં સર્વિસ પેટે ખરીદનાર પાસે થી કમિશન મેળવે છે આ કમિશન નોટિફિકેશ ૧૨/૨૦૧૭, તા: ૨૮.૦૬.૨૦૧૯ ની એન્ટ્રી ૫૪(g) માફી ગણાઈ.

 

2. મારા અસીલ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. તેઓ ગેસ સપ્લાય નો ધંધો કરે છે. અમારી કંપની ના ડાયરેક્ટર ને કંપનીએ મહેનતાણું ચૂકવ્યું છે. ડાયરેક્ટર ની કાર ના પેટ્રોલ નો ખર્ચ પણ ચૂકવેલ છે. આ મહેનતાના તથા પેટ્રોલ ખર્ચ પર શું મારા અસિલે જી.એસ.ટી. ચૂકવવા નો થાય?       પાર્થ વાલાણી, વઢવાણ

 

જવાબ: 1. પ્રાઈવેટ લિમિટેડ કંપની ના કિસ્સામાં ફૂલ ટાઈમ ડિરેક્ટર ના કિસ્સા માં મહેનતાણા ઉપર જી.એસ.ટી. હેઠળ RCM ભરવાની જવાબદારી ના આવે. ફૂલ ટાઈમ ડિરેક્ટર ના હોય તેવા ડિરેક્ટર ને ચૂકવવામાં આવતી સિટિંગ ફી વી. ઉપર જી.એસ.ટી. હેઠળ RCM હેઠળ ટેક્સ ભરવાનો થાય. ડાયરેક્ટર ની કાર ના પેટ્રોલ ના ખર્ચ ઉપર કોઈ જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે.

 

3. અમારા અસીલ ઇન્સ્યુરન્સ એજન્ટ છે. તેઓ 50 લાખ આસપાસ કમિશન મેળવે છે. આ કમિશન ઉપર RCM લેખે કંપની GST ભારે છે. મારા અસિલે જી.એસ.ટી. રજીશટ્રેશન મેળવવું પડે?                                                                                                                     જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ રાજકોટ

જવાબ: ના, આપના અસીલ જે ઇન્સ્યુરન્સ એજન્ટ છે તેમને જી.એસ.ટી. હેઠળ રજીશટ્રેશન મેળવવા ની જરૂરિયાત રહે નહીં. જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) હેઠળ ઈન્સ્યોરન્સ કંપની RCM હેઠળ વેરો ભરવા જવાબદાર છે.

 

4. મારા અસીલ પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓ પોતાના નામે ટેન્કર પણ ધરાવે છે. આ ટેન્કર પરિવહન માટે ઓઇલ કંપની ને આપે છે. કંપની તેના ઉપર RCM લેખે GST ભરે છે. અમે 3B માં આ રકમ NIL રેટેડ તરીકે બતાવીએ છીએ. પ્રશ્ન એ છે કે આ ટેન્કર ને લગતા ખર્ચ જેવા કે ટાયર, પાર્ટસ, ઇન્સ્યુરન્સ વી. ની ક્રેડિટ મળી શકે?                                                                                                                                               રમેશ શોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ.

 

જવાબ: ના, આપના અસીલ ની સપ્લાય એવી છે કે જેના ઉપર RCM હેઠળ સેવા મેળવનાર જી.એસ.ટી. ભરવા જવાબદાર હોય તેવી સપ્લાય માટે ની ઇનવર્ડ સપ્લાય (ટાયર, પાર્ટસ ઇન્સ્યુરન્સ વી) ની ક્રેડિટ મળે નહીં.

 

5. અમારા અસીલ એક બિલ્ડર છે. તેઓને તેમના પ્રોજેકટ માટે નું BUC જૂન 2019 માં મળ્યું. BUC આવ્યા પછી જે ITC રહે છે તે જો માર્ચ 2019 નું રિટર્ન બાકી હોય તો રિવર્સ માર્ચ ના 3B માં કરી શકું?                                                                                                                                         ડી.બી. ઠૂમમર,

જવાબ: BUC મળી ગયા છતાં જે ફ્લેટ-ઓફિસ વી. નું વેચાણ BUC આવ્યા પહેલા એડ્વાન્સ લઈ કરવામાં આવ્યું છે તેમાં BUC આવ્યા બાદ મળેલ પેમેન્ટ ઉપર પણ ટેક્સ ભરવાની જવાબદારી આવે. આ કારણે ક્રેડિટ રિવર્સ કરતાં પહેલા આપની BUC આવ્યા બાદ ની જવાબદારી ની યોગ્ય ગણતરી કરી ત્યાર બાદ રિવર્સલ કરવી હિતાવહ છે. હા, પણ જો ક્રેડિટ રિવર્સ કરવા પાત્ર હોય તો તમે માર્ચ ના રિટર્ન માં ચોક્કસ ક્રેડિટ રિવર્સ કરી શકો.

 

ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો: www.taxtoday.co.in

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108