સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 5 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 22ND જુલાઇ  2019

  1. અમારા અસીલ વર્ક કોન્ટ્રાકટર છે. તેઓ સરકાર ને લેબર સપ્લાય નું કામ પૂરું પડે છે. આ લેબર સપ્લાય ઉપર ક્યાં દરે વેરો લાગે?                                                                                                                                                                                               કૌશલ પારેખ, એકાઉન્ટન્ટ, દીવ

જવાબ: અમારા મત મુજબ માત્ર લેબર સપ્લાય ના કિસ્સામાં નોટિફિકેશન 12/2017 મુજબ ની એન્ટ્રી 3 મુજબ પ્યોર સપ્લાય ગણી NIL રેઇટ નો લાભ મળી શકે છે. પણ આ તબક્કે અસીલ ને એક બાબતે સ્પસ્ટતા કરી દેવી હિતાવહ છે કે આ કામ ના NIL રેટ બાબતે ભવિષ્ય માં પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કારણકે એન્ટ્રી માં એવો પણ ઉલ્લેખ છે કે આ કામ પંચાયત તથા મ્યુનિસિપાલિટી ને બંધારણ હેઠળ સોપવામાં આવ્યા છે તે કામો પૈકી હોવા જોઈએ. આ અંગે હજુ ખુલાસા થવાના જરૂરી છે.

 

  1. અમારો ઇલેક્ટ્રીક સમાન ખરીદ વેચાણ નો ધંધો છે. અમોને અમારા ડીલર્સ તરફથી 01 લાખ ની કસર/વટાવ ચૂકવવામાં આવ્યો છે. અમો એક જાતથબંધ વેપારી હોય અમોને મળેલ વટાવ અમોએ અમારા ખરીદનાર વેપારીઓ ને આપી દીધો છે. શું અમને મળેલ વટાવ ઉપર અમારે ટેક્સ ભરવા નો થાય? ઉપરોક્ત વ્યવહાર માટે કોઈ ક્રેડિટ નોટ કે ડેબિટ નોટ ઇસસ્યું થતી નથી.                                               દેવેન્દ્ર સોલંકી, દૂધરેજ

જવાબ: ક્રેડિટ નોટ અથવા ડેબિટ નોટ જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 34 હેઠળ પડે છે. આ કલમ ની પેટા કલમ 1 માં સ્પષ્ટ છે કે “સપ્લાયર મે ઇસસ્યું ક્રેડિટ નોટ્સ”. જેનો મતલબ છે કે સપ્લાયર ની વેરકીય જવાબદારી જે કિસ્સાઓ માં કોઈ વ્યવહાર દ્વારા ઓછી થઈ હોય, તો ક્રેડિટ નોટ આપવી તેમના માટે “ઓપ્શનલ” છે. આમ, તમારા કિસ્સામાં જો તમારા સપ્લાયર આ ક્રેડિટ નોટ (કસર કે વટાવ ની) ભલે ના આપતા હોય પરંતુ આ કિસ્સામાં તેઓની વેરકીય જવાબદારી ઘટે અને જો તે ટેક્સ ની જવાબદારી ઘટાડવા ના માંગતા હોય તો રેસિપીયન્ટ તરીકે ટેક્સ ભરવાની કે ઘટાડવાની કોઈ જવાબદારી આવે નહીં તેવું અમે માનીએ છીએ. જો તમે આજ કસર નીચે તમારા રેસિપીયન્ટ ને ફોરવર્ડ કરતાં હોય અને વેરકીય જવાબદારી ઘટાડતા ના હોય તો તમારી કે તમારા રેસપીયન્ટ ની કોઈ જવાબદારી ના આવે એવું અમે માનીએ છીએ. પોસ્ટ સેલ ડિસકાઉન્ટ ના કિસ્સા માં હાલ માં આવેલ સર્ક્યુલર 105, તા. 28.06.2019 મુજબ જો આ ક્રેડિટ નોટ ઇન્સેંટિવ માટેની હોય તો સપ્લાયર એ તેના ઉપર જી.એસ.ટી. લગાડવો જોઈએ અને રેસિપીયંટ તેની ક્રેડિટ લઈ શકે.

  1. અમારા અસીલ જાતથબંધ દવા ના વેપારી છે. તેઓની પાસે 50 લાખ નો 12% વાળો માલ હતો. આ માલ દુકાન માં આગ લગતા નાશ થયેલ છે. અમારા ક્રેડિટ લેજર માં હાલ 500000/- જેટલી ક્રેડિટ જમાં છે. વીમા ની રકમ મળતા ઘણો સમય થાય. પરંતુ જ્યારે આ વિમાની રકમ મળે ત્યારે ટેક્સ ની શું જવાબદારી આવે? હાલ, જ્યાં સુધી વીમા ક્લેઇમ ના મળે ત્યાં સુધી શું જવાબદારી આવે. વીમા નો ક્લેઇમ ઓછો મળે તે અંગે અમારી જવાબદારી માં શું ફેર પડે?                                                                                                                                     દેવેન્દ્ર સોલંકી, દૂધરેજ

જવાબ: આગ થી બળી ગયેલા માલ ની ક્રેડિટ જી.એસ.ટી. કાયદા ની કલમ 17(5)(h) મુજબ મળી શકે નહીં. ઈન્સ્યોરન્સ આવે ત્યારે કોઈ જવાબદારી જી.એસ.ટી. ની આવે નહીં.

  1. અમારા એક અસીલ ના 2017-18 ની ખરીદી ના બિલો રિટર્ન માં દર્શાવતા રહી ગયા છે. આ બિલો GSTR 2A માં દર્શાવે છે. શું જૂન 2019 ના રિટર્ન માં આ બિલો માટે ની ક્રેડિટ હું લઈ શકું? અને શું આ ક્રેડિટ GSTR 9 ના ટેબલ 8 માં દર્શાવી શકું?         વિમલ કાકડિયા, એડ્વોકેટ, રાજકોટ

જવાબ: સામાન્ય રીતે વર્ષ 2017-18 ની ખરીદી ના બિલો ની ક્રેડિટ જૂન 2019 ના રિટર્ન માં મળી શકે નહીં. પરંતુ માનનીય ગુજરાત હાઇકોર્ટ નું AAP & Co નું જજમેંટ (જેમાં 3B એ રિટર્ન નથી તેવું ઠરાવવા માં આવ્યું છે) નો આધાર લઈ આ ક્રેડિટ લઈ શકાય છે( જો વાર્ષિક રિટર્ન બાકી હોય તો જ). પણ આ ક્રેડિટ બાબતે ભવિષ્ય માં આ ઉપર ના ચૂકદાઑ ઉપર આધાર રાખશે.  

 

  1. અમારા અસીલ બાંધકામ ને લગતા કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે. આ ધંધા સંદર્ભે તે મિક્ષર મશીન લે છે. આ મશીન સાથે જોઇન્ટ માં એક ટ્રક છે. શું આ ટ્રક ની ક્રેડિટ મળશે?                                                                                                                                                 ડી.બી. ઠૂમમર, સુરત

જવાબ: બાંધકામ ને લગતા કોન્ટ્રાક્ટ ના ધંધા માટે મિક્ષર એ મશીનરી હોય કેપિટલ ગુડ્સ ગણાય. તેની ક્રેડિટ મળે. ટ્રક નો ઉપયોગ પણ ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ માટે થતો હોય આ ટ્રક 17(5) ના અપવાદ માં પડે તથા તેની પણ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.

 

  1. નોટિફિકેશન 2/2019 મુજબ નાના સર્વિસ પ્રોવાઇડર ને પણ કંપોઝીશન નો લાભ મળે છે. નોટિફિકેશન 21/2019 મુજબ આવા સેવા કરદાતાઓ એ ત્રીમાસિક ધોરણે CMP 08 ફોર્મ ભરવાનું થશે તથા વાર્ષિક GSTR 4 રજૂ કરવાનું થશે. મારો પ્રશ્ન એ છે કે શું 2/2019 સિવાય ના કંપોઝીશન કરદાતા ને પણ આ CMP 08 લાગુ પડશે કે નહીં? GSTR 4 હાલ સાઇટ ઉપર નથી, CMP 08 પણ નથી. તો આ સંજોગો માં અસીલો ને શું સલાહ આપવી?                                                                                                                                જે.વી. પટેલ એન્ડ કું, જેતપુર

જવાબ: નોટિફિકેશન 2/2019 હેઠળ ના નાના સર્વિસ પ્રોવાઇડર ને પણ ત્રિમાસિક ધોરણે CMP-08 ભરવાનું થશે. આ ફોર્મ હાલ સાઇટ ઉપર નથી. જ્યારે આવે ત્યારે આ ફોર્મ ભરવાની સલાહ આપવા સિવાય કોઈ બીજો રસ્તો નથી.          

  ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

 

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!