સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

તારીખ: 29th જુલાઇ  2019

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ના ડીલર છે. તેઓએ કંપનીએ સ્માર્ટ કાર્ડ નું કમિશન ચૂકવેલ છે. જેના ઉપર કંપની એ ટેક્સ ચુકાવ્યો છે કે નહીં તે અમને ખબર નથી. અમે આ ખર્ચ ને ચોપડે ઉધારેલ છે. શું આ રકમ ઉપર અમારે વેરો ભરવો પડે?                                                                                                                                          દેવેન્દ્ર સોલંકી, વઢવાણ

જવાબ:જી.એસ.ટી. કાયદા હેઠળ જી.એસ.ટી. ભરવાની પ્રાથમિક જવાબદારી માલ કે સેવા આપનાર (સપ્લાયર) ની આવે. RCM હેઠળ ની જવાબદારી એ ખાસ પ્રકાર ની જવાબદારી છે. જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) તથા 9(4) હેઠળ RCM ની જવાબદારી નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. કલમ 9(3) હેઠળ જે માલ કે સેવાઓ નિર્દિષ્ટ કરવામાં આવે તેના ઉપર ર્માલ કે સેવા લેનાર (રેસિપીયન્ટ) દ્વારા જી.એસ.ટી. ભરવાનો થાય. તમે કરેલ કમિશન ખર્ચ કલમ 9(3) હેઠળ નિર્દિષ્ટ ના હોવાથી તેના ઉપર જી.એસ.ટી. ભરવાની કોઈ જવાબદારી પેટ્રોલ પંપ ડીલર ની ના આવે.  

 

  1. અમારા અસીલ નો પેટ્રોલ પંપ નો ધંધો છે. આ ધંધો ભાગીદારી ધોરણે છે. ધંધા ની જગ્યા ભાડે થી છે. ભાગીદારો પાસે થી ધંધા ની જગ્યા ભાડે થી લીધેલ છે. વાર્ષિક તેમણે 240000/- ભાડું ચૂકવવા માં આવે છે. શું આ ચૂકવેલ ભાડા પર 01.07.2017 થી 12.10.2017 સુધી RCM ભરવો પડે?                                           દેવેન્દ્ર સોલંકી, વઢવાણ

જવાબ: હા, અનરજીસ્ટરડ વ્યક્તિ ને કરેલ ચુકવણી માટે જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) હેઠળ 01.07.19 થી 12.10.2017 સુધી RCM ભરવો પડે.  

 

  1. અમારા અસીલ કંપની માથી પેટ્રોલ ડીઝલ મંગાવવા માટે અમો પ્રાઈવેટ ટ્રક મોકલીએ છીએ. જેનું ભાડું અમે રૂ 800/- ચૂકવીએ છીએ. કંપની અમોને ભાડું 1000/- આપે છે. તફાવત ના 200/- અમે ચોપડે જમા કરીએ છીએ. આ 200/- ઉપર અમારે જી.એસ.ટી. ભરવો પડે?                                                                           દેવેન્દ્ર સોલંકી, વઢવાણ

જવાબ: આ વ્યવહાર માં અમારા માટે પેટ્રોલ પંપ ડીલર દ્વારા જે સર્વિસ આપવામાં આવેલ છે તેના ઉપર (રૂ 1000/- ઉપર) 18% લેખે સર્વિસ તરીકે જી.એસ.ટી. ભરવાપાત્ર રહેશે.  

  1. અમારા અસીલે પેટ્રોલ પંપ માં ભાગીદારી ફેરફાર ની નોંધ માં ચૂંક બદલ 500000/- કંપની ને ચૂકવેલ છે. શું આ રકમ ઉપર અમારે જી.એસ.ટી. ભરવો પડે? જો જી.એસ.ટી. ભરવો પડે તો શું આ જી.એસ.ટી. ની ક્રેડિટ અમારા અસીલ ને મળે?                                                                                                                                         દેવેન્દ્ર સોલંકી, વઢવાણ

જવાબ: ના, કંપની ને ચૂકવેલ 500000/- ની રકમ ઉપર તમારે જી.એસ.ટી. ભરવો પડે નહીં.

 

  1. મારા અસીલ નો જી.એસ.ટી. નંબર કેન્સલ થઈ ગયો છે. નોટિસ માં જી.એસ.ટી. રિટર્ન ભર્યા નથી એટ્લે નંબર કેન્સલ કર્યો છે. પણ તમામ રિટર્ન ભરેલ છે. હવે ઓફિસર દ્વારા એમ કહવાયું છે કે રિવોકેશન ની અરજી કરો. શું હું રિવોકેશન અરજી કરી શકીશ?                                                                                                                 ડી.બી. ઠૂમમર, સુરત

જવાબ: એક વાર નંબર કેન્સલ થઈ ગયા પછી જ્યાં સુધી રિવોકેશન ની અરજી ના થાય ત્યાં સુધી ઓફિસર પાસે કોઈ વિકલ્પ નથી. આમ લૉગિન માં રજીસ્ટ્રેશન ના મેનૂ નીચે આપેલ રિસ્ટોર નો વિકલ્પ પસંદ કરી અરજી કરવા પ્રયાસ કરો. આ રિવોકેશન કેન્સલ ઓર્ડર થી 30 દિવસ માં કરવાનું રહે છે. 22.07.2019 સુધી તમે 31.03.19 સુધી થયેલ નોંધણી રદ માટે ની રિવોકેશન કરી શકતા હતા.

 

  1. અમારા અસીલ એક્સપોર્ટ કરે છે. એકપોર્ટ માટે ઇ વે બિલ કેવી રીતે બને. એકપોર્ટ ના કિસ્સામાં “ડેસ્ટિનેશન” શું બતાવવું જોઈએ?                            મીત ઉપાધ્યાય

જવાબ: એકપોર્ટ ના કિસ્સા માં ઇ વે બિલ પોર્ટ ના સરનામા તથા વિગતો નું બનાવવું જોઈએ. ડેસ્ટિનેશન તરીકે જે પોર્ટ ઉપર થી માલ એક્સપોર્ટ થવાનો છે તે બતાવવું જોઈએ.

               

 

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

 

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!
18108