સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 3 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

તારીખ: 05th ઓગસ્ટ 2019

1. હું એક નોંધાયેલ વેપારી છું. મે બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી ઓફિસ ભાડે રાખેલ છે. આ ઓફિસ ભાડા પર હું માસિક 7000/-ભાડું ચૂકવું છું. શું મારે આ ભાડા પર RCM ચૂકવવા નો રહેશે?કેટલી રકમ સુધી નું ભાડું કરમુક્ત છે?​​​​                     આર. વી. ભોજાણી

જવાબ: ના, આ ભાડા ઉપર તમારે RCM ચૂકવવો નહીં પડે. જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ આ સેવા નોટિફાય ના કરેલ હોય કોઈ પણ રકમનું ભાડું ચૂકવવામાં આવે તો RCM ની જવાબદારી આવે નહીં.  

2. મારા અસીલ પત્થર ની ખાણ ધરાવે છે. જેમાં ખાણ ખનીજ ખાતા ને રોયલ્ટી ચૂકવવા માં આવે છે. તો શું આ રોયલ્ટી ઉપર RCM લાગે? લાગે તો કલમ 9(3) હેઠળ કે 9(4) હેઠળ? આ વેરો કેટલા ટકા ના દરે લાગે?​​​​                           દેવેન્દ્ર સોલંકી,વઢવાણ

જવાબ: હા, સરકાર ને ચૂકવેલ રોયલ્ટી ઉપર કલમ 9(3) હેઠળ સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી એન્ટ્રી મુજબ RCM લાગે. 31.12.2018 સુધી માલ ના દર પ્રમાણે એટલે કે 5% મુજબ લગતો હતો પરંતુ 01.01.2019 થી આ દર સર્વિસ મુજબ 18% નો ગણાશે.

(તારીખ માં મૂળ જવાબ માં તારીખ માં ફેરફાર છે તેવું ધ્યાન દોરવા બદલ ભુજ ખાતે ના એડવોકેટ કીર્તિભાઈ શાહ નો ખાસ આભાર)

3. અમે 2017 18 માટેની રોયલ્ટી ચૂકવી નથી. તો શું આ રોયલ્ટી ચૂકવી અને ક્રેડિટ મેળવી શકું? આ વધારાની ક્રેડિટ GSTR 9 માં ક્યાં દર્શાવવા ની રહે?                                   દેવેન્દ્ર સોલંકી, વઢવાણ

જવાબ: સામાન્ય રીતે 2017-18 ની ક્રેડતી મળે નહીં. પરંતુ AAP &co. ના કેસ માં માનનીય ગુજરાત હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદા ને ધ્યાને લઈ આ ક્રેડિટ લઈ શકાય છે. GSTR 9 માં આ રકમ ટેબલ 14 માં દર્શાવવા ની રહે. પણ આ પ્રમાણે લેવામાં આવેલ ક્રેડિટ ભવિષ્ય માં કોર્ટસ ના ચુકાદાઓ ને આધીન રહેશે અને કરદાતા એ એ બાબતે લડવાની તૈયારી રાખવી જોઈએ.

4. અમારા અસીલ સોના ચાંદી નો વેપાર કરે છે. તેઓ 10000/- નું સોનું વેચે છે સામે 2000/- નું સોનું ખરીદે છે. આવા કિસ્સામાં જી.એસ.ટી. ભરવાની જવાબદારી 10000/- ઉપર આવે કે 8000/-(10000-2000) ઉપર?                              ​​​​​​ભવ્ય પોપટ, ઉના

જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 15 તથા નિયમ 27 મુજબ તમારે જી.એસ.ટી. 10000/- ની રકમ ઉપર ભરવાનો રહે. 

5. મારા અસીલ ગુજરાત માં નોંધાયેલ છે. તેઓ મહારાષ્ટ્ર થી માલ મંગાવવા માં GTA ની સેવા લે છે. પ્રશ્ન એ છે કે RCM ભરવા માટે CGST-SGST માં ભરવાનો રહે કે IGST માં? મારા મતે આ વેરો IGST કાયદા ની કલમ 12(8) મુજબ IGST માં ભરવાનો રહે? ​​​​​​​​​​​                                                      ભવ્ય પોપટ, ઉના

જવાબ: આ માટે સૌપ્રથમ એ નક્કી કરવું પડે કે GTA ની સેવા ને આંતર રાજ્ય ગણાશે કે રાજ્યમાં ની સર્વિસ. સેવા લેનાર રજીસ્ટર્ડ હોવાથી, પ્લેસ ઓફ સપ્લાય રેસીપીયન્ટ ની ગણાય. તમારા કેસ માં ગુજરાત ગણાય. જો GTA ગુજરાત ના હોઈ તો CGST અને SGST ભરવાનો રહે અને જો GTA ગુજરાત બહાર હોઈ તો IGST ભરવાનો થાય.

6. અમારા અસીલ એક નોકરિયાત છે. તેઓ PPF માં 100000/- રોકાણ કરે છે. તેઓએ 80CCD(1) માં પોતાનો ફાળો આપ્યો છે. શું આ રોકાણ 150000/- ઉપર વધારામાં બાદ મળે?​​​​​​  
                                  પ્રશાંત વાઘેલા, ટેક્સ કન્સલ્ટન્ટ અમદાવાદ

જવાબ: હા, 80 CCD(1B) મુજબ NPS માં કરેલ રોકાણ 150000/- ઉપરાંત 50000 ની મર્યાદા સુધી બાદ મળે.

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!