સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 7 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

તારીખ: 01 એપ્રિલ 2019

 

1.   એક ઉત્પાદક છે જે તુર દાળ અને ચણા દાળ નું ઉત્પાદન કરે છે. જેમથી ચૂરી 25% નીકળે છે. દાળ અને ચૂરી બંને NIL રેટેડ છે. આ કંપની મશીનરી અને પેકિંગ મટિરિયલ ખરીદે છે. શું આ પેકિંગ મટિરિયલ અને મશીનરી ની GST ક્રેડિટ મળે? મળે તો કેટલી?

                                                                                                                   હોજેફા ફિયાદરવાલા, દાહોદ

 

માફી માલનું વેચાણ કરતા હોય, કોઇ પણ જાતની ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર નથી.

 

 

2.   ઉપર ના કેસ માં જો દાળ ટ્રેડ માર્ક ધરાવતી હોય તો કરપાત્ર છે. 25 % ઉત્પાદન ચૂરી નું થાય છે અને 75 % દાળ નું. દાળ કરપાત્ર છે. હવે ક્રેડિટ કેવી રીતે મળે?

                                                                                                                     હોજેફા ફિયાદરવાલા, દાહોદ

Rule 42(1) મુજબ દાળ ના ભાગે પડતી ક્રેડિટ મળવા પાત્ર નથી. દાળ 75% હોવાથી કુલ ક્રેડિટ ની 75% જેટલી ક્રેડિટ મળે.

 

3.   ઇ કોમર્સ દ્વારા એકપોર્ટ કરતાં વેપારી જેનું માસિક એકપોર્ટ નું વેચાણ ઇ કોમર્સ વડે માત્ર 10000-12000 રૂ નું હોય છે. આવા કિસ્સા માં શિપિંગ બિલ ની વિગતો કેવી રીતે મેળવી શકાય? GSTR 1 ભરતી વખતે કેવી રીતે બતાવી શકાય જે થી રિફંડ સરળતા થી મેળવી શકાય?

                                                                                                                     એમ.એસ. જોશી સુરત

શિપિંગ બિલ અને પોર્ટ કોડે આપણે ઈ કૉમેર્સ વાળા પાસેથી મળી શકશે. GSTR-1 ભરતી વખતે COLUM-6 અને GSTR-3B માં બને માં સરખી રકમ બતાવેલી હોય તેની ઉપર થતો ટેક્સ જો કેશ કે ક્રેડિટ વાપરેલી હોય તથા શિપિંગ બિલ અને પોર્ટ કોડે શિપિંગ બિલ મુજબ દર્શાવેલ હોય અને એક્સપોર્ટ લેજર ઝેરો થયેલો હોય તેવા સંજોગોમાં રિફંડ સરતાથી મેળવી શકાય. ખાસ શિપિંગ બિલ માં બિલ ની તારીખ અને શિપિંગ બિલ નંબર GSTR-1 સાથે મળે તે જરૂરી છે.

 

4.   ઇનવરટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ના કેસ માં રિફંડ લેવા ની પ્રેક્ટિકલ વિધિ જણાવશો.

                                                                                                                      એમ.એસ. જોશી સુરત

 

ઇનવરટેડ ડ્યૂટી સ્ટ્રકચર માં ૫૪(૩) (ii) RWT (૮૯)(૫) મુજબ નું કેલ્ક્યુલેશન મુજબ ઓનલાઇન એપ્લિકેશન કરી સાથે સાથે RFD-01, ARN ,ANNXURE-1(A)(CIRCULAR-59) મુજબ ભરેલું હોય તો રિફંડ ની પ્રોસેસ સહેલાયથી થઈ શકે એમ છે. સાથે જણવાનું કે જે તે મહિના કે ત્રિમાસિક માટે એપ્લિકેશન કરેલ હોય તે મુજબ ના GSTR-1,GSTR-3Bઅને CREDIT LEDGER આપવાનું રહેશે.

 

5.   મારા અસીલ મકાન બાંધકામનો  બાંધકામ કરાર કરી માલ- મજુરી સાથે કામ કરે છે.તો જીએસટી ૧૨% કે ૧૮% લાગે .આઈટીસી મળવાપાત્ર છે કે નહિ?

                                                                                                            વિજય સરધારા, એડ્વોકેટ , જુનાગઢ

 

એ જો બાંધકામ નું જમીન સાથે વેચાણ કરતા હોય તો કુલ રકમ ઉપર ૧૨% પરંતુ જો જમીન વગર કરાર હોય તો ૧૮% લાગે. માત્ર માલ અને મજૂરી સાથે કામ કરતાં હોવાથી 18% ના દરે ટેક્સ ભરવા જવાબદારી આવે એવું અમારું માનવું છે.

 

હા, ક્રેડિટ મળવા પાત્ર છે.

 

 

6.   મારા અસીલ હોટેલ અને રેસ્ટોરેન્ટ બને સાથે ચલાવે છે.(ગૂડ્સ & સર્વિસ )તો નવા નોટીફીકેશન મુજબ કોમ્પોજીશનમાં અરજી કરી શકે કે કેમ.(ટર્નઓવર૫૦ લાખ થી ઓછું છે.)                                                                          વિજય સરધારા, એડ્વોકેટ , જુનાગઢ

હાલના ૨/૨૦૧૯ નોટિફિકેશન મુજબ ૬% ની નવી સ્કીમ નો લાભ રેસ્ટોરન્ટ ને મળવા પાત્ર છે ,પણ ખાસ નોંધ લેવી આઈસ ક્રીમ કે અને એડિબલ આઈસ નું વેચાણ કરતા હોય તથા   માણસ ની પીવા લાયક દારૂ નું વેચાણ કરી શક્ય નહિ.

વધુમાં જણાવી દઈએ કે હોટેલ અને રેસ્ટોરન્ટ બંને સર્વિસ જ ગણાશે.

 

7.   અમારા અસીલે ગ્રામ પંચાયત ની હદ માં અમારી માલિકી ની જમીન ઉપર એક શોપિંગ સેન્ટર બનાવેલ છે. અમો વેટ કાયદા હેઠળ લમ્પ્સ્મ ની પરવાનગી ધરાવતા હતા. હવે જી.એસ.ટી. નંબર ધરાવીએ છીએ.  40 દુકાનો નું બાંધકામ ચાલુ હતું. અમોએ કોઈ પાસે થી કોઈ કરાર કરેલ નથી કે ડિપોજીટ મેળવેલ નથી. પ્રશ્ન એ છે કે

એ. શું દુકાન નું બાંધકામ પુર્ણ કરી અમે દુકાનો નો દસ્તાવેજ બનાવીએ તો કોઈ GST લાગે?

બી. આ દુકાન બનાવવા કરેલ ખરીદી જેમ કે સિમેન્ટ ઉપર કોઈ ટેક્સ ભરવાનો આવે?

આ ખરીદી ઉપર અમે કોઈ ITC ક્લેઇમ કરેલ નથી.                                                               CA વિમલ પરિખ, અમદાવાદ

. B.U.પરમિશન આવી ગયા પછી બાંધકામ પૂર્ણ થેયેલુંગણ્યા અને SCHEDULE-3 મુજબ આવી એન્ટ્રી GST માંથી બાકાત રાખવા માં આવેલ છે તેથી B.U.આવી ગયા પછી GST લાગે નહિ. જે ઓફિસે પેટે કોઈ પણ જાતની રકમ હપતાના સ્વરૂપ માં મળી ગયેલ હોય અને ત્યાર બાદ જો B.U આવે તો પણ આવા મકાન ઉપર B.U બાદ મળેળ રકમ પર GST લાગુ પડે તો ભરવા પાત્ર થતો નથી. જો સરકાર ની નવી સ્કીમ મુજબ ૮૦% થી ઓછો સિમેન્ટ રાજ્ય માં થી ખરીદી હોય તો આવા સિમેન્ટ જેટલા ભાગે ઓછો થતો હોય તેની ઉપર ૨૮% લેખે RCM ભરવાનો થયા.

 

.URD ખરીદી ૯(૪) હાલ પૂરતી સ્થગિત કરવામાં આવેલ છે

 

8.   મારા અસીલ એક બેન્ક તથા NBFC ના DSA (ડાઇરેક્ટ સેલિંગ એજન્ટ) છે. બેન્ક DSA ની સર્વિસ 26 જુલાઇ 2018 થી નોટિફિકેશન 15/2018 દ્વારા રિવર્સ ચાર્જ માં લેવામાં આવેલ છે. મારા અસીલ નું કમિશન વર્ષ નું 40 લાખ થી વધારે થાય છે.

શું અનરજીસ્ટરડ વ્યક્તિ પાસે થી સર્વિસ લેતા હોય તો તેમણે તેના પર RCM ભરવો પડે?                           CA વિમલ પરિખ, અમદાવાદ

31/03/2019 સુધી URD સર્વિસ લેતા હોય તો કોઈ જાતનો ટેક્સ લાગતો નથી RCM          લાગતો નથી અને RCM ભરવા લાયક થયા નહિ

 

RCM હેઠળ ભરેલ ટેક્સ તેમને રિફંડ મળે કે કેમ?

 

કાયદામાં આવા રિફંડ ની જોગવાઈ કરેલ નથી હાલ પૂરતું આ સવાલ અસ્થાને છે કારણ કે કોઈ RCM  ભરવા પાત્ર નથી

 

રિફંડ ની અરજી ક્યારે થાય? જી.એસ.ટી. પોર્ટલ ઉપર માત્ર બે વર્ષ સુધી જ રિફંડ ની અરજી કરી શકાય તો શું 31.03.18 સુધી અરજી કરી દેવી પડે? આ રિફંડ એસેમેંટ બાદ જ મળે?

                                                                                                                  CA વિમલ એ પરિખ

જયારે એવો કોઈ ટેક્સ લાગતો નથી તો ત્યારે ITC નો સવાલ ઉભો થતો નથી અને જયારે કોઈ ITC છે જ  નથી તો રિફંડ નો સવાલ ઉભો થતો નથી

 

9.   મારા એક અસીલ એપાર્ટમેંટ બનાવી ફ્લેટ વેચવણો ધંધો કરે છે. તેઓએ જી.એસ.ટી. કયદો આવ્યા પહેલા ફ્લેટ ની સંપૂર્ણ રકમ મેળવી લીધેલ છે. અને તેના પર 0.60% લેખે વેટ ભરી આપેલ છે. 01.07.17 પછી પણ તેઓની બાંધકામ અંગે ની ખરીદી થાય છે. તેના પર ચૂકવેલ જી.એસ.ટી. ક્રેડિટ લેજર માં જમા રહે છે. શું આ રકમ નું રિફંડ મળી શકે?

                                                                                                                       CA વિમલ પરિખ, અમદાવાદ

આ ખરીદી ની ક્રેડિટ પણ ના મળે. આ રકમ નું રિફંડ ના મળી શકે.

 

10. મારા એક અસીલ ગોળ નો વેપાર કરે છે. આ ગોળ ની ખરીદી ઉપર ટ્રાન્સપોર્ટેશન ઉપર RCM ભરે છે તથા ટ્રાન્સપોર્ટર ને જી.એસ.ટી. ચૂકવે છે. આ રકમ નું તેમણે રિફંડ મળે કે કેમ?                                                                                 CA વિમલ પરિખ, અમદાવાદ

 

આ રકમ નું રીફંડ મળવા પાત્ર નથી અને ગોળ કરમુક્ત હોય તેની ખરીદી પર ટ્રાન્સપોર્ટેશન ઉપર ભરેલ રકમની ક્રેડીટ પણ મળવા પાત્ર નથી અથવા લીધી હોય તો તે જ મહીનામાં રીવર્સલ કરવાની જવાબદારી આવે છે.

 

11. 01 એપ્રિલ થી એફોરડેબલ હાઉસિંગ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જવા દેવા તૈયાર હોય તો 1 % નો જી.એસ.ટી. નો વિકલ્પ પસંદ કરી શકે છે. જો બિલ્ડર સિવિલ વર્કસ માટે નો સંપૂર્ણ કોન્ટ્રાક્ટ અન્ય કોન્ટ્રાકટર ને આપી દે છે. તો શું કોન્ટ્રાક્ટ લેનાર ને 1% જી.એસ.ટી. ના દર નો લાભ મળવાપાત્ર થાય? ના મળે તો શું કોનટ્રાકટરે 18% ના દરે જી.એસ.ટી. ભરવાનો થાય?                                            CA વિમલ એ પરિખ

 

૧% ની સ્કીમ ખાલી બિલ્ડર પૂરતી છે. કોન્ટ્રાક્ટર અને સબ-કોન્ટ્રાક્ટર  ને લઘુ પડતી નથી. તેથી આ સવાલ અસ્થાને છે

 

 

12. મારા એક વેપારી એ ગામ ની બહાર 01.01.2019 થી રૂ 50000/- થી વધારે ની રકમ નું બિલ બનાવેલ છે. પેમેન્ટ પણ ચેક થી મળે છે. પરંતુ ઇ વે બિલ બનાવેલ નથી તો કડકીયા રીતે શું તકલીફ થાય?

પેનલ્ટી લાગી શકે?

અન્ય કોઈ રીતે પ્રોબ્લેમ રહે?                                                                                           નિલેષ લાખાણી, કોડીનાર

 

અમારા મત મુજબ, ઇ-વે બિલ માત્ર માલ ની હેર ફેર માટે છે. એક વાર માલ પહોચી જાય પછી ઇ વે બિલ માટે ની કોઈ પેનલ્ટી થઈ શકે નહીં.

 

13. મારા એક વેપારી મશીનરી બનાવે છે. તેઓનું વાર્ષિક ટર્નઓવર 6 લાખ નું છે. તેઓ ને કેરેલા તથા મહારાષ્ટ્ર માં માલ સપ્લાય કરવાનો છે. તો શું 40 લાખ થી નીચે ટર્નઓવર હોવા છતાં મારે જી.એસ.ટી. નંબર લેવાનો રહે?                                        નિલેષ લાખાણી, કોડીનાર

 

હા, જી.એસ.ટી. કાયદા ની કલમ 24 મુજબ આંતર રાજ્ય વેચાણ કરતાં હોય ત્યારે જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત છે.

 

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108