સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 2 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 02  સપ્ટેમ્બર 2019

  1. અમારા અસીલ ને મશીનરી પાર્ટસ નો ધંધો છે. આ ધંધા માં 30.06.17 ના રોજ સ્ટોક માં રહેલ માલ હતો જે ગુજરાત બહાર થી ખરીદી કરેલ હતો. આ માલ ઉપર Excise ની ક્રેડિટ અમોએ Trans 1 ભરી ને મંગેલ છે. શું આ ક્રેડિટ ગુજરાત માથી હોય તોજ મળે? દેવેન્દ્ર સોલંકી, દૂધરેજ

જવાબ: ના, Excise ની ક્રેડિટ લેવા મતે માલ ગુજરાત નો કે ગુજરાત બહાર નો હોય તે બાબતે કોઈ ફેર પડે નહીં.

 

  1. અમારા અસીલ ના કેસ માં 2017 18 માં RCM ને આઉટપુટ તરીકે 3B માં દર્શાવેલ છે. પણ આ ભરેલ રકમ ની ક્રેડિટ લેવાની રહી ગઈ છે. શું આ ક્રેડિટ હું ઓગસ્ટ 2019 ના રિટર્ન માં દર્શાવી ને લઈ શકું છું? 2017 18 ના વાર્ષિક રિટર્ન GSTR 9 માં RCM બતાવવો પડે? શ્રુતિ દોશી, સુરેન્દ્રનગર

જવાબ: હા, આ ક્રેડિટ લેવા મતે ઓગસ્ટ 2019 માં દર્શાવવી ખૂબ જરૂરી છે. સામાન્ય સંજોગો માં માત્ર માર્ચ 2019 સુધી ક્લેમ કરેલ ક્રેડિટ જ મળે. પરંતુ માનનીય ગુજરાત હાઇ કોર્ટ ના AAP & Co ના ચુકાદા ને આધીન આ ક્રેડિટ લઈ શકાય. GSTR 9 માં આ ક્રેડિટ ટેબલ 13 માં દર્શાવવી  પડે.

 

 

 

 

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
[email protected] પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!