સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 28th ઓક્ટોબર 2019

જી.એસ.ટી.

  1. મારા અસીલ ના ખરીદ માલ પરત એ ખરીદી કરતાં વધુ હોય તો નેગેટિવ ફિગર એ 3B માં નાખી શકાતાં નથી. આ સંજોગોમાં શું કરવાનું રહે?                                                                                                                                                                                                           પંકજ જાની, એકાઉન્ટન્ટ, ઉના

જવાબ: હા, નેગેટિવ ફિગર 3B માં નાખી શકાય નહીં. આ માટે ઓર્ડર 26/2017 ને ધ્યાને લઈ ને જે તે વર્ષ ના પછી ના વર્ષ ના સપ્ટેમ્બર મહિના સુધી આ રકમ ખેચતી જવી જોઈએ. જે માહિનામાં ખરીદી ખરીદ પરત થી વધુ થઈ જાય ત્યારે આ રકમ એડજસ્ટ કરવાની રહે. આ ઉપરાંત ખરીદ પરત માટે એક વિકલ્પ એ પણ રહે કે ITC રિવર્સલ માં પરત ની ફિગર દર્શાવી દેવામાં આવે.

 

  1. અમારા અસીલ GTA છે. તેઓ GST હેઠળ નોંધણી દાખલો ધરાવે છે. અમો બિન નોંધાયેલ વ્યક્તિ પાસેટી ટ્રક ભાડે મેળવી તેનો ઉપયોગ અમારા GTA ના ધંધામાં કરીએ છીએ. હાલમાં, 20/2019 નોટિફિકેશન,09.2019 માં મુજબ શું અમારે URD ટ્રક માલિકો ને ચૂકવેલ રકમ ઉપર RCM ભરવો પડે?

                                                                                                                                                                                                        પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ: જી.એસ.ટી. નોટિફિકેશન 12/2017 મુજબ આ કરમુક્ત સેવા ગણાઈ. તમારે આ ભાડા બદલ કોઈ RCM ભરવાનો થાય નહીં. નોટિફિકેશન 20/2019 ની એન્ટ્રી (h) તમારા કિસ્સામાં લાગુ પડે નહીં.

 

  1. અમારા અસીલ માલિકી ધોરણે GST નંબર ધરાવે છે. એમની વ્યક્તિગ્ત બેલેન્સ શીટ માં એક કાર છે. જેની ઈન્પુટ ક્રેડિટ અમે લીધી નથી. ઇન્કમ ટેક્સ માં ઘસારો બાદ માંગીએ છીએ. આ કાર નું વેચાણ WDV થી ઓછી કિમતે કરેલ છે. નોટિફિકેશન 8/2018 મુજબ નુકસાન હોવાથી જી.એસ.ટી. જવાબદારી ના આવે તેવું અમે માનીએ છીએ.? શું નોટિફિકેશન 8/2018 માત્ર જૂની ગાડી નું ખરીદ વેચાણ કરતાં કરદાતા ને જ લાગુ પડે? આ અંગે તમારો અભિપ્રાય આપવા વિનંતી.                                                                                                                                                                           પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ: અમારા મતે તમારા અસીલ ના વ્યવહાર પર જી.એસ.ટી. ની જવાબદારી ના આવે. ઘસરા બાદ ની રકમ થી ઓછી રકમે ગાડી નું વેચાણ કર્યું હોય ટેક્સ ભરવાની જવાબદારી ના આવે. નોટિફિકેશન 8/2018 એ તમામ પ્રકારના કરદાતા ને લાગુ પડે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ સોના ચાંદી ના ઘરેણાં નો વેપાર કરે છે. તેઓએ જમ્મુ માં સ્થિત એક વસ્તુ કન્સલ્ટન્ટ પાસે દુકાન ના વસ્તુ અંગે કન્સલ્ટિંગ ની સેવા મેળવેલ છે. આ સેવા માટે તેમણે ચૂકવેલ ફી માં IGST લાગેલ છે. શું આ વસ્તુ કન્સલ્ટિંગ ની સેવા ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ક્રેડિટ બાદ મળે?                                                                                                                                                                                                              એક વેપારી, દિવ

જવાબ: આ ક્રેડિટ મળે કે ના મળે તે અંગે ઘણા મત માંતર હોય શકે. સૌપ્રથમ જો સ્થાવર મિલ્કત સંદર્ભે જો આ સેવા લેવામાં આવેલ હોય તો 17(5)(d) મુજબ ક્રેડિટ ના મળે. જો આ કન્સલ્ટિંગ સ્થાવર મિલકત સિવાય ની બાબતો માટે લીધેલ હોય તો તે ધંધા માટે છે તે સાબિત કરવું રહે. આ સાબિત ના કરી શકીએ તો ભવિષ્ય માં પેનલ્ટી ની સંભાવના રહે. આ પ્રકાર ની ક્રેડિટ લેવી જોખમી તો ચોક્કસ રહે.

 

 ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!
18108