સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: 9th ડિસેમ્બર 2019
ઇન્કમ ટેક્સ
- મારો પ્રશ્ન છે મારા એક ક્લાયન્ટ જેઓ પ્રાઇવેટ કંપની ને પોતાની ખેતીની જમીન પવન ચક્કીના પાર્ટ્સ રાખવા માટે ભાડે આપે છે. જેમા ભાડાની રકમ ઉપર પ્રાઇવેટ કંપની ટીડીએસ પણ કાપે છે . મારો પ્રશ્ન છે આ ભાડું જેમને એગ્રીકલ્ચર ઇન્કમ ગણાય કે પછી ઇન્કમ ફ્રોમ અધર સોર્સીસ ના હેડ મા બતાવવું પડે અને આવક કરપાત્ર ગણાય? પિયુષ લિંબાણી, માંડવી કચ્છ
જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 2(1A) મુજબ, જે જમીન માં ખેતી થતી હોય અને ખેતી ની જમીન માં બનેલ મકાન ભાડે આપેલ હોય તો આ ભાડા ની રકમ એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે ગણાય. આ બાબત એસેમેંટ સ્ટેજ માં સાબિત કરવી સહેલી નહીં રહે તે બાબત ચોક્કસ છે.
- મારા માતુશ્રી નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં અમારા એડવોકેટ દ્વારા TDS બતાવવા નો રહી ગયો છે. ત્યારબાદ મેન્યુલ રિટર્ન ભર્યું. આ મેન્યુલ રિટર્ન માં પણ TDS દર્શાવતા રહી ગયો છે. આ કારણે રિફંડ આવેલ નથી. હવે રિફંડ મેળવવા માટે શું કરવું જોઈએ? ચિંતન સંઘવી
જવાબ: તમારા કિસ્સામાં હવે માત્ર એક રેકટીફીકેશન નો ઓપ્શન રહે છે. પ્રેક્ટિકલી જે મેન્યુલ રિટર્ન ભર્યું છે તે રિટર્ન માટે આવક વેરા ની કલમ 154 હેઠળ અરજી કરવી જોઈએ.
જી.એસ.ટી.
હવે ના પ્રશ્નો ટેક્સ ટુડે સેમિનાર નવેમ્બર 2019 માં ચર્ચા થયેલ તે પૈકી ના છે.
- અમારા અસીલ વર્ક કોન્ટ્રાકટર છે. તેઓ ક્યારેક P W D દ્વારા લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શું આ લેબર કોન્ટ્રાક્ટ માટે જી.એસ.ટી. નોટિફિકેશન 12/2017, તા. 28.06.2019 ની એન્ટ્રી 3 નો લાભ મળે?
જવાબ: ભારતીય બંધારણ ના આર્ટીકલ 243A, 243W હેઠળ મ્યુનિસીપાલિટી, નગરપાલિકા જેવી લોકલ ઓથોરીટી હેઠળ ના કામો હોય તો લેબર સપ્લાય ને 12/2017 ની એન્ટ્રી 3 નો લાભ મળી શકે.
- અમારા અસીલ FMCG ચીજ વસ્તુઓ ના વિક્રેતા છે. તેઓને નેમની કંપની દ્વારા ઇન્સેંટિવ આપવામાં આવે છે. શું આ ઇન્સેંટિવ ઉપર જી.એસ.ટી. ભરવો પડે?
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ ઇન્સેંટિવ જો વેચેલ માલ માટે મળેલ હોય અને કોઈ અલગ થી કાર્ય કરવા માટે (અલગ સેવા માટે) ના મળ્યો હોય તો જી.એસ.ટી. ભરવાની કોઈ જવાબદારી ના આવે.
- શું કલમ 9(4) હેઠળ 5000 પ્રતિદિન ના ખર્ચ ની લિમિટ હાલ ચાલુ ગણાય?
જવાબ: કલમ 9(4) હેઠળ નો RCM માટેની 5000/- પ્રતિદિન ની લિમિટ હાલ લાગુ ના ગણાય. 01 ફેબ્રુઆરી 2019 થી લાગુ કરવામાં આવેલ ફેરફારો મુજબ હવે માત્ર નોટિફાય થયેલ માલ તથા સેવા ઉપરજ કલમ 9(4) નો RCM લાગુ પડશે. હાલ માત્ર કલમ 9(4) હેઠળ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ની સેવા ને નોટિફાય કરવામાં આવેલ હોય, અન્ય કોઈ માલ કે સેવા કલમ 9(4) હેઠળ RCM હેઠળ આવતી નથી.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.