સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd December 2019

Experts
Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

તારીખ: 23rd ડિસેમ્બર 2019

જી.એસ.ટી.

  1. અમારા અસીલ કંપોઝીશન હેઠળ નોંધાયેલ છે. તેઓનું નાણાકીય વર્ષ 2018 19 નું ટર્નઓવર 1250000/- છે. ચાલુ વર્ષ ના બે ક્વાટર માં 540000/- નું ટર્નઓવર છે. શું તેઓ 30.0902019 થી ટર્નઓવર ની લિમિતિ ધ્યાને લઈ નોંધણી દાખલો રદ કરાવવા અરજી કરી શકે? ધંધો બંધ કરતાં સમયે ચોપડે સ્ટોક રહેલ છે તેના ઉપર શું ટેસ્ક ભરવો પડે? જો આવે તો ક્યાં દરે ભરવાનો થાય?                                                                      કલ્પેશ કારીયા, જેતપુર

જવાબ: આ અંગે થોડી દ્વિધા પ્રવર્તે છે. અમારા મતે ટર્નઓવર ઓછું થતાં GST નંબર કેન્સલ કરાવવો હોય તો 30.04. એટલેકે વર્ષ પુર્ણ થયા ના 30 દિવસ માં અરજી કરવી પડે. ત્યાર બાદ ટર્નઓવર ઘટતા નોંધણી દાખલો રદ ની અરજી કરી ના શકાય. સ્ટોક ઉપર કંપોઝીએશન ના દરે વેરો ભરવાનો થાય.

  1. અમારા અસીલ પ્રોપરાઇટરશીપ ધોરણે કપાસ ટ્રેડીંગ નો ધંધો કરે છે. ખેડૂત પાસે થી કપાસ ખરીદી B2B વેચાણ કરે છે. તેની પાસે પોતાની માલિકો નો ટ્રક છે. આ ટ્રક માટે જે ટાયર અને સ્પેર પાર્ટસ ખરીદે તેના ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે કે નહીં?            રાકેશ ધોરાજીયા

જવાબ: હા, ખેડૂત પાસેથી કપાસ ની ખરીદી કરવા મતે ટ્રક નો ઉપયોગ થતો હોય, ટ્રક ની ક્રેડિટ મળે. આ બાબત જી.એસ.ટી. કાયદા ની કલમ 17(5) ના આપવાદો માં પડે છે.

  1. અમારા અસીલ કિડ્સ પાવડર ના ડબ્બા વેંચે છે. જે ડબ્બા બિલ ઉપર આવે છે તેના ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈએ છીએ. અમુક ડબ્બા મફત ગ્રાહકો ને આપવાના હોય છે. આ મફત આપેલ ડબ્બા ઉપર જી.એસ.ટી. ભરવો પડે? આ મફત આપેલ ડબ્બા ને જી.એસ.ટી. 3B માં તથા 1 માં કેવી રીતે દર્શાવવા નું રહે?                                                                                                                                                                                            વિજય પ્રજાપતિ.

જવાબ: આ કિસ્સામાં જો તમારા અસીલ 2 ડબ્બા સાથે 1 ફ્રી જેવી સ્કીમ આપતા હોય તો બે ડબ્બા ની કિમત માં ત્રણે ની કિંમત આવી ગઈ ગણાય. તમારે જી.એસ.ટી. તો વેચાણ કિંમત (બે ડબ્બા) ઉપરજ ભરવો પડે. આ મફત આપેલ ડબ્બા ને જી.એસ.ટી. 3B કે જી.એસ.ટી.આર. 1 માં બતાવવા નો થાય નહીં.

 

  1. અમારા અસીલ આઈસ ફેક્ટરી ધરાવે છે. 1.7.17 થી આજ સુધી તેઓ રેગ્યુલર કરદાતા (કંપોઝીશન સિવાય ના કરદાતા) ધોરણે ધંધો કરે છે. અમારા અસિલે 10,00,000/- ની મશીનરી લીધેલ છે અને તેની ઈન્પુટ પણ લીધી છે. 1500000/- નો એક ટ્રક માલ ની હેરફેર માટે લીધો છે અને તેની પણ ક્રેડિટ લીધેલ છે. હવે તેઓ સોલર પ્લાન્ટ ખરીદવા માંગે છે. આ પ્લાન્ટ નો ઉપયોગ તેઓ પાવર જનરેશન કરી પોતાના ઉત્પાદન માં વાપરશે. 01.04.2020 થી મારા અસીલ કંપોઝીશન માં જવા માંગે તો શું તે જય શકે?                                                નિલેષ લાખાણી, એકાઉન્ટન્ટ, કોડીનાર

જવાબ: હા, સોલર પ્લાન્ટ ની ક્રેડિટ તમારા અસીલ ને મળે. પરંતુ આ સોલર પ્લાન્ટ માંથી પાવર જનરેશન કરી વેંચવામાં આવે તો તેટલા પ્રમાણસર ક્રેડિટ રિવર્સ કરવી જોઈએ. 01.4.2020 થી કંપોઝીશન માં જઇ શકે. આ કિસ્સામાં જી.એસ.ટી. નિયમો ના નિયમ 43 અન્વયે ગણતરી કરી  ક્રેડિટ રિવર્સ કરવી પડે.

 

  1. અમારા અસીલ મિનિરલ પાણી (RO) નો પ્લાન્ટ ધરાવે છે. તેઓ પાણી ની 20 લિટર ની બોટલ રીફિલિંગ કરે છે. તેઓ નું પાણી કોઈ પણ બ્રાન્ડ નેમ વગર વેંચવામાં આવે છે. તેમના દ્વારા વેચવામાં આવતું પાણી એ કરપાત્ર ગણાય કે કરમુક્ત? કરપાત્ર ગણાય તો ક્યાં દરે વેરો લાગે? કંપોઝીશન ની પરવાનગી મળી શકે કે કેમ?                                                                                                                          નિલેશ લાખાણી, એકાઉન્ટન્ટ, કોડીનાર

જવાબ: જ્યાં સુધી પાણી મૂળ સ્વરૂપે હોય તે કરમુક્ત રહે. પરંતુ જ્યારે પાણી “એરિએટેડ, મિનરલ, પ્યોરીફાઇડ કરવામાં આવે છે ત્યારે HSN 2201 હેઠળ ની આ કરમુક્તિ રહેતી નથી. આ પ્રકાર ના પાણી નો સમાવેશ શિડિયુલ 2 ની એન્ટ્રી 24 માં થાય અને 12% લેખે જી.એસ.ટી. ભરવા પાત્ર થાય.

 

 

  1. અમારા અસીલ નો ધંધો વર્ક કોન્ટ્રાકટર નો છે. અમારા અસીલ રોડ, બિલ્ડીંગ ના કામ કરે છે. આ કામ નગરપાલિકા, R & B, પંચાયત ના હોય છે. સામાન્ય રીતે અમે આ કામો ઉપર 12% જી.એસ.ટી. ભરીએ છીએ. પરંતુ જ્યારે 2017 માં પૂર આવ્યું હતું ત્યારે ડામર ના રસ્તા તૂટી જતાં સરકાર દ્વારા યુદ્ધ ના ધોરણે અમારી પાસે રોડ રસ્તા ઉપર રેત માટી નાખવાનું મજૂરી કામ કરાવેલ છે. જેના ઉપર જી.એસ.ટી. લાગે કે કેમ? કોન્ટ્રાકટર નું કહેવું છે આ રકમ ઉપર જી.એસ.ટી. ના લાગે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. જગદીશભાઈ વ્યાસ,એડવોકેટ ડીસા

 

જવાબ: માત્ર લેબર ને લગતા કામો ને જો નિયત શરતો જો ભારતીય બંધારણ ના આર્ટીકલ 243W હેઠળ નગર પાલિકા કે મ્યુનિસીપાલિટી ના કર્યો માં આવતા હોય તો નોટિફિકેએસએચએન 12/2017 ની એન્ટ્રી 3 હેઠળ કરમુક્ત ગણાય. અમારા મતે આ રોડ બનાવવાનું કામ આર્ટીકલ 243W હેઠળ આવે અને કરમુક્તિ નો લાભ મળે.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!