સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 06th January 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: -06th જાન્યુવારી 2020
જી.એસ.ટી.
- અમારા અસીલ ની બિલ્ડીંગ મટિરિયલ, સિવિલ વર્ક ની ટેસ્ટિંગ લેબોરેટરી છે. તેઓ પોતે બિલ્ડીંગ વર્ક, સિવિલ વર્ક ની ગુણવતા ની ચકાસણી કરી પ્રમાણિત કરે છે. તેઓ કેટલા દરે જી.એસ.ટી. ભરવા જવાબદાર બને? જીતુ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: બિલ્ડીંગ મટિરિયલ, સિવિલ વર્ક ટેસ્ટિંગ લેબોરેટરીની સેવા નો સમાવેશ “અધર કન્સ્ટ્રક્શન સર્વિસ હેઠળ ચેપ્ટર 5 ની રેસિડ્યુરી એન્ટ્રી માં થાય અને 18% લેખે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.
- અમારા અસીલ બિલ્ડીંગ વર્ક ક્ષેત્રે કાર્યરત છે. તેઓ ક્યારેક ડિસાઇન તથા એંજિનીયર ની સેવા પણ આપે છે. આ સેવા ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે? જીતુ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ડીસાઇન તથા એંજિનિયર ની સેવા નો સમાવેશ “અધર કન્સ્ટ્રક્શન સર્વિસ હેઠળ ચેપ્ટર 5 ની રેસિડ્યુરી એન્ટ્રી માં થાય અને 18% લેખે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.
- અમારા અસીલ ગવર્નમેંટ કોનટ્રાક્ટ લે છે અને રોડ બનાવે છે. આ રોડ બનાવવા ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે? જીતુ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: મૂળભૂત રીતે વાણિજ્ય ને લગતા તથા ધંધા ને લગતા બાંધકામ ના કામો સિવાય ના વર્ક કોન્ટ્રાક્ટ જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે સરકારી એજન્સીને લગતા હોય તો 12% ના દરે જી.એસ.ટી. લાગે. આ અંગે 24/2017, 21/09/2017 જોઈ જવા વિનંતી.
- અમારા અસીલ પોતાના ધંધા ના ઉપયોગ માટે ગાડી લે છે. આ ગાડી ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે? GST હેઠળ ઈન્પુટ લેવી સારી કે ઇન્કમ ટેક્સ માં ડેપરીશીએશન? જીતુ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: તમારા અસીલ જો ડ્રાઈવર સહિત 13 સુધી ની સિટિંગ કેપેસિટી ધરાવતી ગાડી ખરીદે તો જી.એસ.ટી. કાયદા ની કલામ 17(5)(a) મુજબ તેની ક્રેડિટ મળી શકે નહીં. 13 થી વધુ એપરુવડ સિટિંગ કેપેસિટી સુધી ની ગાડી ખરીદે તો ક્રેડિટ મળે. ધંધામાં ઉપયોગ માં લેવાતી હોય તો ગાડી ઉપર ઇન્કમ ટેક્સ ડેપરીશીએશન મળે.
ઇન્કમ ટેક્સ
- વ્યક્તિ ના કિસ્સામાં, “ પિતા ના મૃત્યુ બાદ તેની મિલ્કત અને બચત માંથી ભાગ પડતો હિસ્સો આવકવેરા હેઠળ કરપાત્ર બને? આવકવેરા રિટર્ન માં આ રકમ કેવી રીતે બતાવવી જોઈએ? આશિષપૂરી ગૌસ્વામી, એકાઉન્ટન્ટ, ગીર ગઢડા
જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વારસા માં મળેલ મિલ્કત એ કરપાત્ર નથી. “પ્રિવિયસ ઓનર” ના ચોપડા ઉપર જેટલી રકમ હોય તેટલી રકમ ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 49 હેઠળ વારસદાર ના ચોપડે જમા કરવાની રહે. ઇન્કમ ટેક્સ રિટર્ન માં બતાવવા ની રહે નહીં.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.