સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 13th January 2020

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: -13th જાન્યુવારી 2020

જી.એસ.ટી.

 

  1. અમારા અસીલ ને ક્રેડિટ નોટ દ્વારા ડિસકાઉન્ટ મળે છે. આ ડિસકાઉન્ટ ને GSTR 3B માં આઉટવર્ડ સપ્લાય માં દર્શાવવું જોઈએ એક ITC માં ઘટાડો કરવો જોઈએ?                                                                                                                                                                                        હુજેફા બિયાવર  

જવાબ: ખરીદી ઉપર ક્રેડિટ નોટ વડે મળેલ ડિસકાઉન્ટને GSTR 3B માં ઓલ આધર ITC માં ઘટાડા દ્વારા કે દર્શાવવું જોઈએ.

 

  1. મારા અસીલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. તેઓ રેસિડંટ પ્રોજેકટ હાથ ધરે છે. મારો પ્રશ્ન એ છે કે તેના ઉપર 1% કે 5% ના જે નવા દરો લાગુ થયા તે જી.એસ.ટી. ની રકમ તે ઘર ખરીદનાર પાસે થી ઉઘરાવી શકે?                                                                                                                 જિગર શાહ, CA

જવાબ: હા, 1% કે 5% હેઠળ આવતા કન્સ્ટ્રક્શન ણ પ્રોજેકટ માટે ખરીદનાર પાસે થી જી.એસ.ટી. ઉઘરવી શકાય છે. આવા પ્રોજેકટ માટે ક્રેડિટ લેવા ઉપર બાધ છે પરંતુ ટેક્સ ઉઘરાવવા ઉપર કોઈ બાધ નથી.

 

  1. અમારા અસીલ ટોબેકો ની ફેરી નું કામ કરતાં. તેઓએ માલ ના ટ્રાન્સપોર્ટેશન માટે એક છોટા હાથી નામક વાહન લીધું હતું. આ વાહનની કેપિટલ ગુડ્સ તરીકે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ લીધી હતી. હવે આ વાહન તેઓ અન્ય વેપારી ને વેચી આપે છે. તો હવે શું એમણે લીધેલ કેપિટલ ગુડ્સ ની ક્રેડિટ રિવર્સ કરવી પડે?                                                                                                                                              આશીષપૂરી ગૌસ્વામી, એકાઉન્ટન્ટ, ગીર ગઢડા 

 

જવાબ: હા, કેપિટલ ગુડ્સ ની ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 18(6) મુજબ ITC રિવર્સલ અથવા કેપિટલ ગુડ્સનું વેચાણ મૂલ્ય, બેમાંથી જે વધુ હોય, તે ભરવા પાત્ર થશે. આ માટે જી.એસ.ટી. નિયમોના નિયમ 44 (1)(b) મુજબ પ્રો રેટા મુજબ 5 વર્ષ ની આયુષ્ય ગણી ઘટાડવા ની રહે.

  1. અમારા અસીલ સનમયકા, પ્લાયવૂડ તેમજ ફર્નિચર વેચાણ નો ધંધો કરે છે. તેઓ કંપોઝીશન ની પરવાનગી ધરાવે છે. તેઓ પાસેથી દીવ (બાજુમાં આવેલ યુનિયન ટેરેટરી) ના ગ્રાહક (B2C) ખરીદી કરી જાય છે. અમારા અસીલ ડિલિવરી દુકાન બેઠા આપે છે. શું આવા કિસ્સા માં આ વેચાણ આંતર રાજ્ય ગણાઈ? ઇ વે બિલ બનાવવા ની જવાબદારી અમારા અસીલ ની આવે?                                                                            નિલેષ રામણીકલાલ લાખાણી, કોડીનાર

 

જવાબ: જ્યારે કોઈ માલ નું વેચાણ દુકાન બેઠા કરવામાં આવે ત્યારે IGST કાયદા ની કલમ 10 મુજબ પ્લેસ ઓફ એપ્લાય એ ગુજરાતનીજ ગણાય. આમ, આ વેચાણ એ આંતર રાજ્ય વેચાણ ના ગણાય. દુકાન બેઠા ડિલિવરી આપતા હોય, જી.એસ.ટી. નિયમોના નિયમ 138 નીચે, ઇ વે બિલ બનાવવા ની જવાબદારી સપ્લાયરની ના આવે.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. ઇ મેઈલ માં પ્રશ્ન સાથે તમારું નામ, વ્યવસાય તથા ગામ જણાવવા વિનંતી. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!