સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) તા. 24.02.2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: -23rd ફેબ્રુઆરી 2020
જી.એસ.ટી.
1. અમારા અસીલ ના નવેમ્બર ના 3B રિટર્ન માં સપ્લાય ઉપર નો ટેક્સ ભરવાનો રહી ગયો છે. તે હવે કેવી રીતે ભરવો જોઈએ?
વિજય પ્રજાપતિ
જવાબ: નવેમ્બર 2019 20 નો 3B માં બાકી રહી ગયેલ ટેક્સ ચાલુ (જાન્યુઆરી-ફેબ્રુઆરી) ના 3B માં ઉમેરી ને ભરી શકાય છે. DRC 03 દ્વારા પણ ભરી શકાય. પરંતુ નાણાકીય વર્ષ એકજ હોય 3B માં ભરવું વધારે યોગ્ય છે.
2. અમારા અસીલ મ્યુનિસીપાલીટી છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. મ્યુનિસીપાલિટી ને મકાન કર, વ્યવસાય વેરો, શોપ નોંધણી આવક, પાણી કર વગેરે પર જી.એસ.ટી. લાગુ પડે? ધૂવી શાહ, અમદાવાદ
જવાબ: મ્યુનિસિપાલિટી ને મકાન વેરો, વ્યવસાય વેરો વગેરે વેરા ઉઘરાવવા ઉપર જી.એસ.ટી. લાગુ પડશે નહીં. કોઈ પબ્લિક ઓથોરીટી જે ટેક્સ ઉઘરાવવા જેવી પ્રવૃતિમાં સલગ્ન હોય તેવી પ્રવૃતિ ના તો સેવા ગણાય ના માલ. આ માટે જી.એસ.ટી. કાયદા ની કલમ 7 મુજબ અર્થઘટન કરવાનું રહે.
3. અમારા અસીલ મ્યુનિસિપાલિટીને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ, સિક્ષણ ઉપકાર ગ્રાન્ટ, મનોરંજન કર, મેલેરિયા નાબૂદી, નાણાં પંચ અન્વયે ગ્રાન્ટ મળે છે. શું આ ગ્રાન્ટ ઉપર જી.એસ.ટી. લાગુ પડે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: આ ગ્રાન્ટ ની ઇન્કમ એક ફેડરલ સિસ્ટમ હેઠળ બંધારણીય માળખા મુજબ મળતી હોય, આ રકમ જી.એસ.ટી. હેઠળ કરપાત્ર બને નહીં. ઉપરાંત મ્યુનિસિપાલિટી ને મળતી ગ્રાન્ટ ઉપર જી.એસ.ટી. લાગુ પડશે નહીં કારણકે આ માટે જી.એસ.ટી. રેટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 9C હેઠળ કરમુક્ત બનશે.
4. દીવા બત્તી, માલ સમાન ખર્ચ, બોરિંગ હેન્ડ પંપ રિપેરિંગ ખર્ચ, સ્મશાન ખર્ચ વગેરે ઉપર RCM હેઠળ જી.એસ.ટી. ભરવાની કોઈ જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલામ 9(4) હેઠળ હાલ માત્ર બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ને લગતી સેવાઓ જાહેર થયેલ હોય, દીવા બત્તી, માલ સમાન ખર્ચ જેવા આપે જણાવેલ ખર્ચ ઉપર RCM લાગુ પડશે નહીં.
:ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
ખાસ વિનંતી:
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.