સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 02 માર્ચ 2020 એડિશન

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

Spread the love
Reading Time: 5 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: -02 માર્ચ 2020

જી.એસ.ટી.

  1. અમારા અસીલ 1) પોપકોર્ન તથા “મેઈઝ પફ” નો ધંધો કરે છે. આપના ઓપીનિયન મુજબ આ બંને ક્યાં દરે GST લાગે અને HSN કોડ શું આવે?                                                                                                                                            પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ: અમારા મતે, મેઇઝ(કોર્ન) HSN 1005 માં પડે. બ્રાન્ડ નેમ ધરાવતા હોય તો 5% માં પડે અને જો બ્રાન્ડ નેમ ના ધરાવતા હોય તો NIL રેઇટ માં પડે.

 

  1. અમારા અસીલ મ્યુનિસીપાલિટી છે. તેઓ જુદી જુદી દુકાનો માટે ભાડા ની આવક મેળવે છે. જે કરપાત્ર છે. વેરા અંગે ની આવક 12/2017 મુજબ કરમુક્ત છે. જી.એસ.ટી. નંબર કુલ આવક ધ્યાને લઈ લેવાનો રહે કે કેમ એ જણાવવા વિનંતી?                                                                                                                                                                                                   ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: અમારા માટે, જુદા જુદા વેરા ની આવક ટર્નઓવર ની ગણતરી કરવામાં ધ્યાને લેવાની રહે નહીં. જો આ વેરા ની આવક 12/2017 ના નોટિફિકેશન મુજબ NIL રેટેડ હોય તો ચોક્કસ ટર્નઓવર ની ગણતરી માં સમાવેશ કરવાનો રહે. પરંતુ, વેરા ની આવકએ જી.એસ.ટી. કાયદા ની કલમ 7 મુજબ ના તો સપ્લાય ઓફ ગુડ્સ ગણાય કે ના તો સપ્લાય ઓફ સર્વિસ. માટે ટર્નઓવર માં આ રકમ નો સમાવેશ કરવાનો રહે નહીં.

 

  1. અમો જુદી જુદી જાહેરાતો માટે પેંફ્લેટ છપાવીએ છીએ. એમના ઘણા પ્રિંટિંગ પ્રેસ URD હોય છે. તો શું આ ખર્ચ ઉપર 01.07.2017 થી RCM હેઠળ વેરો ભરવા જવાબદાર હોવાથી નોંધણી દાખલો લેવાની જવાબદારી આવે?                         ધ્રુવી શાહ, અમદાવાદ.

જવાબ: ના, કલમ 24(iii)  હેઠળ 01.07.2017 થી મ્યુનિસીપાલિટી નોંધણી નંબર લેવા જવાબદારના બને. આ અંગે નું કારણ એ છે કે જી.એસ.ટી. કાયદાની કલમ 24(iii) હેઠળ કલમ 9(3) હેઠળ જો જવાબદારી આવે તોજ નોંધણી દાખલો લેવો ફરજિયાત બને. જાહેરાતો માટે RCM જો લાગુ પડે તો પણ એ કલમ 9(3) હેઠળ પડે.

  1. મ્યુનિસિપાલિટી જુદાજુદા કામો માટે વર્તમાન પત્રો માં જાહેરાતો આપે છે. શું તેના ઉપર કોઈ વેરો ભરવાનો આવે?                                                                                                                                                                                                   ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: ના, હાલ કલમ 9(4) હેઠળ સ્પેસિફાઇડ ગુડ્સ કે સર્વિસ માં ના હોય તથા કલમ 9(3) હેઠળ પણ RCM ની જવાબદારી ના હોય, આવી જાહેરાતો માટે જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે. 01.07.2017 થી 13.10.2017 સુધી જો URD ન્યૂઝ પેપરને જાહેરાત આપવામાં આવેલ હોય તો RCM હેઠળ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે.

 

  1. અમો રસ્તો, નાળા વગેરેના કોન્ટ્રાક્ટ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિઓ ને આપીએ છીએ. જેમાં માલ-સામાન મજૂરી ખર્ચ વી. રજિસ્ટર્ડ ડીલર ચૂકવે છે. તેઓ અમોને બિલ આપે છે. અમે તેમણે બિલ પ્રમાણે રકમ ચૂકવીએ છીએ. શું આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. ની જવાબદારી મ્યુનિસીપાલિટી ની આવે?                                                                                ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: ના, આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. ભરવાની મ્યુનિસિપાલિટી ની કોઈ જવાબદારી ના આવે. હા, જો નિયત રકમ કરતાં (2,50,000) વધુની ચુકવણી થતી હોય અથવા થવાની હોય તો જી.એસ.ટી. TDS કરવાની જવાબદારી આવે.

 

  1. મ્યુનિસિપાલિટી થોડા નાના કામો URD કોન્ટ્રાકટર ને આપતા હોય છે. આવા URD કોન્ટ્રાક્ટ પાઇપ ફીટીંગ ની ખરીદી કરે, લેબર ચૂકવે તો મ્યુનિસિપાલીટી ની જી.એસ.ટી. ભરવા જવાબદારી આવે?                                                              ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: ના, હાલ કલમ 9(4) હેઠળ સ્પેસિફાઇડ ગુડ્સ કે સર્વિસ માં ના હોય તથા કલમ 9(3) હેઠળ પણ RCM ની જવાબદારી ના હોય, આવી એડ માટે જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે. 01.07.2017 થી 13.10.2017 સુધી જો URD ન્યૂઝ પેપર ને એડ આપવામાં આવેલ હોય તો RCM હેઠળ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે. પ્યોર લેબર ના કામ 12/2017 મુજબ NIL રેટેડ હોય તેના ઉપર RCM ની જવાબદારી ના આવે.

 

  1. ઉપરોક્ત કિસ્સામાં ફક્ત મજૂરી કામ URD કોન્ટ્રાકટર ને આપવામાં આવે તો RCM ની જવાબદારી આવે?                                                                                                                                                                                                               ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: સી.જી.એસ.ટી. (રેઇટ) નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 મુજબ પ્યોર સર્વિસ હોય RCM ની જવાબદારી આવે નહીં.

 

  1. અમો એક ઉત્પાદન સાથે જોડાયેલ લિમિટેડ કંપની છે. એંગલ/ચેનલ/બીમ ની ખરીદી રીએક્ટર ના પ્લેટફોર્મ બનાવવા માટે કરેલ છે. તેઓએ આ ચીજ વસ્તુઓ ને પ્લાન્ટ એન્ડ મશીનરી ના હેડ નીચે એકાઉન્ટ માં લીધેલ છે. આવીજ રીતે તેઓએ એંગલ/ચેનલ/બીમ ની ખરીદી ઓફિસ રિનોવેશન માટે કરેલ છે આ ખરીદી ને પણ કેપિટલ એકસ્પેનડીચર તરીકે એકાઉન્ટ માં લીધેલ છે. શું આ ચીજ વસ્તુ ની કેપિટલ ગુડ્સ તરીકે ક્રેડિટ મળે?                                                                                                      બિપિન મહેશ્વરી, દમણ

જવાબ: હા, એંગલ/ચેનલ/બીમ રીએક્ટર ના પ્લેટફોર્મ બનાવવા કરેલ હોય તે પ્લેટફોર્મ ઇમુવેબલ પ્રોપર્ટી ગણાતી હોવા છતાં જી.એસ.ટી. કાયદા ની કલમ 17 હેઠળ ના “એક્સપ્લેનેશન” ના કારણે ક્રેડિટ મળવા પાત્ર છે. ઓફિસ રિપેર્સ બાબતે ખરીદેલ એંગલ/બીમ/કૉલમ એ ઇમુવેબલ પ્રોપર્ટી માટે ખરીદેલ હોય, આ અંગે ની ક્રેડિટ અમારા મત મુજબ જી.એસ.ટી. કાયદા ની કલમ 17(5)(d) મુજબ બ્લોક થાય. આ ક્રેડિટ મળે નહીં.

  1. અમોએ (લિમિટેડ કંપનીએ) બે ટેન્કર ખરીદેલ છે. આ ટેન્કર નો ઉપયોગ માલ ની હેરફેર માટે કરવામાં આવે છે. શું આ ટેન્કર ખરીદી ની ક્રેડિટ મળે?                                                                                                                                                બિપિન મહેશ્વરી, દમણ

જવાબ: હા, માલની હેરફેર માટે ઉપયોગ માં લેવાતા ટેન્કર માટે ની ક્રેડિટ મળે. આ ક્રેડિટ જી.એસ.ટી. કાયદા હેઠળ 17 હેઠળ બ્લોક ક્રેડિટ માં ના પડે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!