સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 13th April 2020 Edition

Expert
Spread the love
Reading Time: 5 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:


CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ


તારીખ: -13th April 2020
જી.એસ.ટી.


1. અમારા અસીલ LLP છે. તેઓનું મુખ્ય કામ કન્ટેનર નું રિપેર્સ તથા મેઇનટેનન્સ નું કામ કરે છે. આ કામ માટે જે માલ તથા સેવા ની ખરીદી કરે તેની ક્રેડિટ લે છે. આ ઉપરાંત તેઓ આ કન્ટેનર એક જગ્યાએ થી બીજી જગ્યાએ મૂકવા ની સેવા પણ પૂરી પડે છે. આ સેવા પૂરી પાડવામાં જે ટ્રક ની ખરીદી કરે છે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લે છે. મારા પ્રશ્નો નીચે મુજબ છે.
          1. શું ટ્રાન્સપોર્ટેશન ના બિલ ઉપર જી.એસ.ટી. લગાડવો પડે?

          2. જો લગાડવો પડે તો ક્યાં દરે લગાડવો પડે?

          3. આ ટ્રાન્સપોર્ટેશન ની સેવા બાબતે ટ્રક ની ખરીદી ઉપર ITC મળે?

          4. શું આ સેવા ટ્રાન્સપોર્ટેશન ની હોય GTA ના ગણાય? RCM લાગુ ના પડે?
સમીર શાહ, ગાંધીધામ
જવાબ:

1. જો કન્ટેનર રીપેર કરવા સાથે કોન્ટ્રાક્ટ મુજબ કન્ટેનર ની ડિલિવરી કરવાની થતી હોય તો આ કંપોઝીટ સપ્લાય ગણાય. કન્ટેનર રિપેર્સ ના રેઇટ થીજ કુલ રકમ ઉપર જી.એસ.ટી. લાગે.

2. જો ટ્રાન્સપોર્ટ અલગ સપ્લાય હોય અને કંસાઇનમેંટ નોટ બનાવવામાં ના આવતી હોય તો જી.એસ.ટી. હેઠળ નોટિફિકેશન 12/2017 સેન્ટરલ ટેક્સની (રેઇટ) એન્ટ્રી 18 દ્વારા NIL રેટેડ સપ્લાય ગણાશે કારણકે આ G T A ના ગણાય.

3. જેટલા પ્રમાણમા ટ્રાન્સપોર્ટેશન ટેક્સેબલ થતું હોય તેટલા પ્રમાણમા ટ્રક ખરીદી ની ક્રેડિટ મળે. આ બાબતે જી.એસ.ટી. નિયમો નો નિયમ 43 જોઈ લેવો જરૂરી છે.

4. આ સેવા GTA ગણાય નહીં કારણકે આ ટ્રાન્સપોર્ટ એજન્સી નો બિઝનેસ નથી. આ પોતાના ટ્રક દ્વારા માલ ની હેરફેર છે. માટે નોટિફિકેશન 12/2017 સેન્ટરલ ટેક્સ (રેઇટ) ની એન્ટ્રી 18 મુજબ “સપ્લાય બાય રોડ અધર ધેન” GTA ગણાય તેવું અમારું માનવું છે. માટે RCM લાગે નહીં.


2. અમારા અસીલ જંતુનાશક દવા તથા બિયારણ નું રીટેઇલ નો વેપાર કરે છે. જેમાં જંતુનાશક દવામાં જી.એસ.ટી. લાગે ચેયને બિયારણ જે ટેક્સ ફ્રી છે તો તેમનું વેચાણ ઇંવોઇસ નંબર કેવી રીતે મેઇનટેન કરવા જોઈએ? તેઓ ટેક્સ ઇંવોઇસ તથા બિલ ઓફ સપ્લાય બંને બનાવે છે. આ બંને ના સિરિયલ નંબર અલગ હોવા જોઈએ કે એકજ સિરિયલ નંબર માં હોવા જોઈએ. બંને વેચાણ ક્યારેક એક બિલ થી થતાં હોય તો ટેક્સ ઇંવોઇસ આપવું જોઈએ કે બિલ ઓફ સપ્લાય? પિયુષ લીંબાણિ

જવાબ: તમારા અસીલ કરપાત્ર માલ તથા કરમુક્ત માલ બંને માટે અલગ બિલ બુક રાખી શકે છે. કરપાત્ર માલ સાથે ટેક્સ ઇંવોઇસ ની બિલ બુક રાખવાની રહે. કરમુક્ત માલ માટે બિલ ઓફ સપ્લાય રાખવાની રહે. આ બને માં સરખી નંબર સીરિઝ હોય શકે. પરંતુ, સરળતા માટે પ્રિફિક્સ માં કરપત્રમાં T= ટેક્સેબલ તથા કરમુક્ત માં E=Exempted રાખી શકાય. આ ઉપરાંત જ્યારે કરપાત્ર માલ તથા કરમુક્ત માલ બંને નું વેચાણ એકજ બિલ માં થતું હોય તો નીચેના ત્રણે વિકલ્પ આપના અસીલ લઈ શકે:

1. કરપાત્ર માલ માટે ટેક્સ ઇંવોઇસ તથા કરમુક્ત માલ માટે બિલ ઓફ સપ્લાય અલગ અલગ બનાવે.
2. જો ખરીદનાર જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હોય તો કરપાત્ર તથા કરમુક્ત માલનું વેચાણ ટેક્સ ઇંવોઇસ વડે કરી શકે.
3. જો ખરીદનાર જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તો કરપાત્ર તથા કરમુક્ત માલ નું વેચાણ નિયમ 46A મુજબ ઇંવોઇસ કમ બિલ ઓફ સપ્લાય દ્વારા કરી શકે.


3. અમારા અસીલ 01.07.2017 થી નોંધણી દાખલો ધરાવતા હતા. તેઓ રોડ તથા બાંધકામ ના સરકારી વર્ક કોન્ટ્રાક્ટના કામો કરે છે. આ કોન્ટ્રાક્ટ માટેની ઇનવર્ડ સપ્લાય ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મંગેલ છે. આ કામો ઉપર 12% ના દરે જી.એસ.ટી. લગાડેલ છે? શું આ રેઇટ ઓફ ટેક્સ સાચો કહેવાય? નીલમ પરમાર, અમદાવાદ

જવાબ: હા, સરકારી વર્ક કોન્ટ્રાક્ટ ઉપર જી.એસ.ટી. ના સામાન્ય દર 12% ગણાય. આ બાબતે નિયમો તથા શરતો માટે 11/2017 સેન્ટરલ ટેક્સ (રેઇટ) ખાસ જોવો જરૂરી છે.


4. અમારા અસીલ સરકારી કોન્ટ્રાકટર છે. તેઓ અમુક કામ એવા કરે છે જેમાં 25% થી વધૂ માલ નથી. આ કિસ્સામાં 12/2017 નોટિફિકેશન ની એન્ટ્રી 3A ની લાભ લઈ શકાય? રાજસ્થાન નું AAR 2018-19/37 નો લાભ મળે? શું AAR અન્ય નું હોય અમને તેનો લાભ મળે? નીલમ પરમાર, અમદાવાદ

જવાબ: હા, 25% સુધી નું માલ ઉપયોગ કરવામાં આવતા વર્કસ કોન્ટ્રાક્ટ જો એ પ્રકારના સરકારી કોન્ટ્રાક્ટ માટે સપ્લાય કરવામાં આવેલ હોય જે ભારતીય બંધારણ ના અનુછેદ 243G તથા 243W હેઠળ પંચાયત કે મ્યુનિસીપાલિટી ને કરવા પાત્ર હોય તે સેન્ટરલ ટેક્સ (રેઇટ) 12/2017 ની એન્ટ્રી 3A મુજબ કરમુક્ત બને.
AAR એ સરકારને તથા જે કરદાતાએ AAR માટે અરજી કરેલ હોય તેને લાગુ પડે. AAR નો ફાયદો લેવો હોય તો જે તે AAR ઉપરથી તમારા અસીલ પણ AAR માટે અરજી કરી શકે છે.


5. અમારા એક અસીલ બિન નોંધાયેલ વ્યક્તિ હતા. 01.07.2017 થી 13.10.2017 સુધીમાં તેમણે જે સરકારી કોન્ટ્રાક્ટ કર્યા આ કોન્ટ્રાક્ટઉપર URD તરીકે ટેક્સ ભરવાની જવાબદારી સરકાર કે તેની એજન્સી ની આવે? નીલમ પરમાર, અમદાવાદ

જવાબ: હા, સરકાર કે તેની એજન્સી જો 01.07.2017 થી 13.10.2017 સુધી કોઈ ઇનવર્ડ સપ્લાય બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી કરેલ હોય તો કલમ 9(4) હેઠળ RCM ની જવાબદારી આવે.


6. અમારી કંપની પબ્લિક લિમિટેડ કંપની છે. અમો ઓઇલ, ગ્રીસ ના ઉત્પાદક છીએ. મારો પ્રશ્ન નીચે મુજબ છે. અમારો ઓક્ટોબર 2019 થી દમણ ખાતે નો પ્લાન્ટ બંધ કરેલ છે. અમોએ તમામ પ્રકાર ની જી.એસ.ટી. જવાબદારી પુર્ણ કરેલ છે. અમારા ક્રેડિટ લેજર માં હજુ ક્રેડિટ રહેલ છે. શું આ ક્રેડિટ માટે અમે રિફંડ ક્લેમ કરી શકીએ? બિપિંચંદ્ર મહિયાવંશી, દમણ

જવાબ:  જો પ્લાન્ટ બંધ કરેલ હોય અને જી.એસ.ટી. નંબર રદ કરવામાં આવ્યો હોય તો સૌપ્રથમ જી.એસ.ટી. કાયદા ની કલમ 29(5) મુજબ પહેલા સ્ટોક તથા કેપિટલ ગુડ્સ ની જવાબદારી પૂર્ણ કરવાની રહે. આ જવાબદારી પૂરી કર્યા બાદ ક્રેડિટ લેજર માં કોઈ ક્રેડિટ રહે તો અમારી નીચે મુજબ સલાહ છે:
i. જો ઇનવરટેડ રેઇટ ના કારણે ક્રેડિટ રહેતી હોય તો રિફંડ મળી શકે.
ii. જો અત્યાર સુધી બિઝનેસ માં જે વેચાણ થયું છે તે નુકસાની માં વેચવામાં આવ્યું હોય તો આ કિસ્સામાં પણ રિફંડ ના મળે.
iii. જો વેચાણ પર નો જી.એસ.ટી. કેશ લેજર દ્વારા ભરવામાં આવ્યો હોય અને ક્રેડિટ પડી રહી હોય તો પણ રિફંડ મળી ના શકે.


7. હાઇ સી સેલ્સ ઉપર IGST લાગુ પડે? બિપિંચંદ્ર મહિયાવંશી, દમણ

જવાબ: હાઇ સી સેલ્સ એ જી.એસ.ટી. કાયદા ના શિડ્યુલ 3 ની એન્ટ્રી 7 માં સામેલ હોય, આ હાઇ સી સેલ્સ ને આ કાયદા હેઠળ સપ્લાય ગણાતું નથી.


8. એડવાન્સ લાઇસન્સ, EPCG, (Capital Goods) Facout Market Focus Product Script ઉપર IGST ની જવાબદારી આવે? બિપિંચંદ્ર મહિયાવંશી, દમણ

જવાબ: EPCG લાઇસન્સ, (Capital Goods) Facout Market Focus Product Script વી. “ડ્યૂટી સ્ક્રીપ્ટ” ગણાય અને આ સેન્ટરલ જી.એસ.ટી. નોટિફિકેશન 35/2017 (રેઇટ) દ્વારા કરમુક્ત કરવામાં આવ્યા છે.

9. ડીમ્ડ એક્સપોર્ટ એટ્લે શું? ડીમ્ડ એક્સપોર્ટ ઉપર જી.એસ.ટી. નો દર શું રહે? ડીમ્ડ એક્સપોર્ટ કરવા માટે વપરાશ કરેલ ઈન્પુટ માલ તથા સેવા ની ક્રેડિટ મળે? બિપિંચંદ્ર મહિયાવંશી, દમણ

જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલામ 147 હેઠળ સરકાર ને એવી સત્તા આપવામાં આવેલ છે કે કોઈ વ્યવહાર જેમાં માલ ભારત બહાર મોકલવામાં ના આવતો હોય છતાં તેને સરકાર માની લેવામાં આવેલ એક્સપોર્ટ જાહેર કરી શકે છે. આ અંગે સરકારે નોટિફિકેશન 48/2017, સેન્ટરલ ટેક્સ, તા. 18.10.2017, બહાર પાડ્યો છે તે જોઈ જવા વિનંતી. આ નોટિફિકેશન મુજબ નીચેની સપ્લાય ડીમ્ડ એક્સપોર્ટ ગણાય. ડીમ્ડ એક્સપોર્ટ માટે ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નું રિફંડ મળી શકે.
01. Supply of goods by a registered person against Advance Authorisation
02. Supply of capital goods by a registered person against Export Promotion Capital Goods Authorisation
03. Supply of goods by a registered person to Export Oriented Unit
04. Supply of gold by a bank or Public Sector Undertaking specified in the notification No. 50/2017-Customs, dated the 30th June, 2017 (as amended) against Advance Authorisation
Above supplies are notified as deemed exports.

:ખાસ નોંધ:

1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!