સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 3 minutes

04th May 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી.

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ છે. તેઓની ક્રેડિટ પ્રોવીઝનલ ક્રેડિટ માં જતી રહી છે. આ કારણે શું GSTR 3B માં તેનો ઉપયોગ થવા દેતું નહીં હોય? આનું નિવારણ કેવી રીતે કરી શકાય?       વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ, વલ્લભ વિધ્યા નગર

જવાબ: પ્રોવિઝનલ ક્રેડિટ નો મૂળ હેતુ GST કાયદા હેઠળની મૂળભૂત રિટર્ન પદ્ધતિ GSTR 1, GSTR 2 તથા GSTR 3 સાથે હતો. એ રિટર્ન પદ્ધતિ શરૂ ના થઈ માટે પ્રોવિઝનલ ક્રેડિટ નો ઉપયોગ હાલ થવોના જોઈએ. હા, હાલ માં બ્લોક ક્રેડિટ નો ઉપયોગ અધિકારીઓએ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે બોગસ બિલિંગ વાળા કોઈ કરદાતા ઉપર કાર્યવાહી થાય ત્યારે તેમની પાસેથી ખરીદી કરેલ તમામ વ્યક્તિઓ ની ખરીદી ની ક્રેડિટ સામાન્ય રીતે બ્લોક કરી દેવામાં આવે છે.  અમારા મતે આ પ્રોવિઝનલ ક્રેડિટનું કારણ એ હોય શકે છે કે તમારા તાબા ના અધિકારી કોઈ 3B ની ચકાસણી કરી, તમે ક્લેઇમ કરેલ ક્રેડિટ માંથી જેટલી ક્રેડિટ GSTR 2A માં ના દર્શાવતી હોય તેટલી ક્રેડિટ તેઓએ પોતાની સતા ની રૂએ પ્રોવિઝનલ ક્રેડિટ માં ટ્રાન્સફર કરેલ હોય. આ બાબતે GST પોર્ટલ ઉપર ગ્રીવન્સ તથા અધિકારીને પત્ર જરૂર લખવો જોઈએ.

  1. અમે CNG/PNG ગેસ કીટ તથા પાર્ટસ ગ્રાહકને નું વેચાણ તથા ફીટીંગ કરી આપીએ છીએ. આ કામ માં 28% તથા 18% એમ બંને આઈટમ આવે છે. તો આ ફીટીંગ ની પ્રવૃતિ ઉપર ક્યાં દરે વેરો લાગે?                                                       મુનાફ શેખ,

જવાબ: અમારા મતે CNG/PNG ગેસ કીટ તથા પાર્ટસ ગ્રાહક ને વેચાણ તથા ફીટીંગ કરવાની સપ્લાય જી.એસ.ટી. કાયદા ની કલમ 2(30) હેઠળ કંપોઝીટ સર્વિસ ગણાય. ગ્રાહક આ બાબતે ગેસ સપ્લાય એ પ્રિન્સિપાલ સપ્લાય ગણાય અને ગેસ કીટ ઉપર લાગા દરે વેરો ભરવાનો થાય. ઘણા કરદાતાઓ માં ગેસ કીટ નું વેચાણ અલગ પેઢીમાંથી તથા ફીટીંગ અલગ પેઢીમાંથી કરવામાં આવતું હોય છે. જો આવું હોય તો ગેસ કીટ ઉપર અલગ તેના દરે તથા ફીટીંગ ઉપર સર્વિસ ના દરે વેરો ભરવા પાત્ર થાય.

 

  1. અમારા અસીલ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાકટર છે. તેઓને પોતાના સામાન અલગ અલગ સાઇટ ઉપર લઈ જવા માટે ટ્રેક્ટર, મેક્સ પિકઅપ વાન, ટ્રક જેવા કોમર્શિયલ વાહનો ની જરૂર પડે છે. શું આ ટ્રેક્ટર, મેક્સ પિકઅપ વાન, ટ્રક જેવા કોમર્શિયલ વહાનો ની ખરીદી ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ શકાય?

જવાબ: હા, ટેક્ટર, મેક્સ પિક અપ વાન, ટ્રક જેવા કમર્શિયલ વાહન કે જેનો ઉપયોગ માલ ની હેરફેર માટે થાય તેની ક્રેડિટ મળી શકે. આવા વાહનો જી.એસ.ટી. કાયદા ની કલમ 17(5) ના આપવાદો માં પડે.

 

ઇન્કમ ટેક્સ

  1. શું 01.04.2020 પછી પરતું 30.06.2020 સુધી કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ ની કલામ 80C હેઠળ ના રોકાણ 2019-19 માંજ બાદ મળશે કે કરદાતા ઈચ્છે તો 2020-21 માં પણ બાદ લઈ શકશે?                                                                               પિયુષ લિંબાણી

જવાબ: 01.04.2020 થી 30.06.2020 સુધીના રોકાણ બાબતે કરદાતાને રોકાણ નો લાભ ક્યાં વર્ષમાં લેવો તેની પસંદગી મળે તેવો અમારો મત છે. આ અંગે હાલ આધિકારિક નોટિફિકેશન આવેલ નથી. આ નોટિફિકેશન આવે ત્યાર બાદ આ અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

 

  1. અમારા અસીલ ઇલેક્ટ્રીક કોન્ટ્રાકટર છે. તેમનું 2018-19 નું ટર્નઓવર 1.15 કરોડ હતું. તેઓએ તેમનું રિટર્ન 44 AD હેઠળ ભર્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2019-20 માં આ ટર્નઓવર 2 કરોડ થઈ ગયું છે. આ કારણે ટેક્સ ઓડિટ કરાવવાનું છે. ઓડિટ નું પ્રથમ વર્ષ હોય 2019-20 માં TDS કાપેલ ના હોય તો કોઈ પ્રશ્ન આવે ખરો?                                                             સંદીપ પટેલ, એકાઉન્ટન્ટ

જવાબ: તમારા અસીલ જોવ્યક્તિગ્ત કરદાતા હોય તો 194A, 194H, 194I, 194J હેઠળ કોઈ ચુકવણી કરે તો તેઓ TDS કરવા 2019-20 માં પણ જવાબદાર બને. આ કલમો હેઠળ 1 કરોડ ઉપર નું ટર્નઓવર પાછલા વર્ષમાં હોય તો પણ TDS કરવા જવાબદારી આવે. 194C હેઠળ ચુકવણી કરવામાં 2019 20 માટે  TDS ની જવાબદારી ના આવે. નાણાકીય વર્ષ 2020-21 માં તમામ હેડ નીચે TDS ની જવાબદારી આવે.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!
18108