સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 6th july

Spread the love
Reading Time: 5 minutes

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

6th July 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી.

  1. અમારા અસીલ LLP છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ 9 ટ્રક ધરાવે છે. તેઓ આ ટ્રક ભાડે આપી ફ્રેટ નું બિલ આપે છે. તેઓ કંસાઇનમેંટ નોટ આપતા નથી. અમારા નીચે મુજબ ના સવાલ છે.

         શું અમારા અસીલની સેવા GTA ગણાય?

        શું અમારા અસીલ ના ગ્રાહકો GTA સર્વિસ હેઠળ RCM ભરવા જવાબદાર બને?

        શું માત્ર કંસાઇનમેંટ નોટ ના આપવાથી GTA સેવા થી બહાર નીકળી જઈએ?

        શું કનસાઈનમેટ નોટ ના આપે તો ફ્રેટ નું બિલ આપવામાં આવે અને 12% લેખે ફોરવર્ડ ચાર્જ ભરવામાં આવે તો ટ્રક ખરીદીની કેપિટલ ગુડ્સ તરીકે              ની ક્રેડિટ મળવા પાત્ર બને?

        શું અમુક બિલ રિવર્સ ચાર્જ અને અમુક બિલ ફોરવડ ચાર્જ એમ બનાવી શકીએ?

                                                                                                                                                                                                               શશિકાંત શાહ,

જવાબ:  આપના અસીલ કંસાઇનમેંટ નોટ આપતા નથી. આ કારણે તેને GTA ગણી શકાય નહીં. જો. GTA ના હોય તો RCM ની જવાબદારી આવે નહીં. નોટિફીકેશન (રેઇટ) 13/2017, તા. 28.06.2020 ને નોટિફિકેશન (રેઇટ) 11/2017, તા. 28.06.2020 સાથે વાંચતાં કનસાઈનમેંટ નોટ એ  GTA હોવા માટેની સૌથી મહત્વની શરત છે. જો કે તમારા અસીલ દ્વારા આપવામાં આવતી ફ્રેઇટ નોટ ચેક કરવી જરૂરી છે. જો કનસાઈનમેંટ નોટની વિગતો ફ્રેઇટ નોટમાં આવી જતી હોય તો આ ફ્રેઇટ નોટ પણ કનસાઈનમેંટ નોટ ગણી શકાય. જો આપના અસીલ ની ફ્રેઇટ નોટ કનસાઈનમેંટ નોટ ગણાતી હોય તો GTA બની જાય. તેમની પાસે ફોરવર્ડ ચાર્જ ભરવો કે રિવર્સ ચાર્જ નું ઇંવોઇસ ઇસસ્યું કરવું તે અંગે વિકલ્પ રહે. આ વિકલ્પ વર્ષમાં એક વાર નક્કી કરી લેવાનો રહે. વર્ષ દરમ્યાન બંને વિકલ્પ મળી શકે નહીં.

  1. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. આ પેઢી પેટ્રોલ પંપ ધરાવે છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર જી.એસ.ટી. લાગુ નથી. તેઓ પાસે ટેન્કર છે જે ભાગીદારો ના વ્યક્તિગત નામ ઉપર છે. આ ટ્રક ભાડા પેટે HPCL કંપની અમારી પેઢીને ટ્રાન્સપોર્ટ ચાર્જ ચૂકવે છે. આ ચાર્જ ઉપર અમો કોઈ જી.એસ.ટી. ઉઘરાવતા નથી. ભાગીદારી પેઢી HPCL પાસેથી જે ભાડાની રકમ આવે છે તે રકમ ભાગીદારોને ચૂકવી આપે છે. શું HPCL પાસેથી મળતી ભાડાની રકમ ઉપર RCM લાગુ પડે?                                                                                                         મૌલિન શાહ, એડવોકેટ ગોધરા 

જવાબ: પેટ્રોલ પંપ ના કિસ્સામાં મોટે ભાગે ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL) જે ભાડાની રકમ ચૂકવે છે તેના ઉપર RCM ભરે છે. આ RCM ભરવા બાબતે તેઓ ટ્રક માલિકો ને રિવર્સ ચાર્જ “Yes” દર્શાવી GSTR 1 ફાઇલ કરવા આગ્રહ કરે છે. આ ભાડાની રકમ ઉપર ઓઇલ માર્કેટિંગ કંપની RCM ચૂકવતી હોય તમારી કોઈ જવાબદારી ના આવે એવો અમારો મત છે.

  1. અમારા અસીલ 01.04.2019 થી 31.12.2019 સુધી GTA નો ધંધો કરતાં હતા. આ સમય દરમ્યાન કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમે ક્લેઇમ કરેલ નથી. હવે 01.01.2020 થી અમોએ કપચીનો ધંધો શરૂ કર્યો હોય અને GTA નો ધંધો બંધ કરી આપેલ છે. કપચીના ધંધામાં અમારો માલ ગ્રાહકની સાઇટ સુધી પહોચાડી આપવા અમે ટ્રક ની ખરીદી કરેલ છે. આ અમો કપચી વેચાણમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉમેરી બિલ બનાવીએ છીએ. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અલગથી બતાવતા નથી કે ટ્રાન્સપોર્ટેશન નું બિલ અલગથી આપતા નથી? શું હવે આ કપચી ના ધંધામાં ઉપયોગ કરાતાં ટ્રકની ક્રેડિટ અમોને મળે?                                                                                                                                                          પાર્થ વાલાણી ( વઢવાણ)

જવાબ: હા, GTA નો ધંધો બંધ કર્યા બાદ કપચીના ધંધાના માલ ની હેરફેર માટે જે ટ્રક નો ઉપયોગ કરવામાં આવે તો આવા ટ્રક ખરીદી ઉપર ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ ટ્રાન્સપોર્ટર (GTA) છે. ઘણીવાર ગ્રાહકોના માલ ટ્રાન્સપોર્ટ કરવા તેઓ બીજા GTA પાસેથી સર્વિસ લે છે. તો શું આ અન્ય GTA પાસે થી લીધેલ સેવા ઉપર GTA ઉપર લાગુ RCM ભરવો પડે?                                                                                           હીત લિંબાણી ( કચ્છ)      જવાબ: હા, તમારા અસીલ જો અન્ય GTA પાસેથી GTA સેવા લે તો તેઓને CGST નોટિફિકેશન 13/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 1 મુજબ RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે. 
  1. હું એક GST નંબર ધરાવતો વેપારી છુ. મારો વેપાર ખેડુત પાસેથી તેલીબિયાની ખરીદી કરી મારા ધંધાના સ્થળે લાવ્યા વગર સીધો લેનારવેપારીનાસ્થળે ડિલિવરી કરવાનો છે આ સંજોગોમાં મારે ખેડુત ખરીદીનું ઈ વેબિલ બનાવવું જરૂરી છે?                                    રાજૂ કાનાણી

જવાબ: હા, જો તમારા માલનું મૂલ્ય 50000 થી વધૂ હોય તો ખેડૂત પાસેથી ખરીદી માટે ઇનવર્ડ સપ્લાય માટેનું ઇ વે બિલ બનાવવું પડે. 

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!