સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ્સના: 17th August 2020 edition

Spread the love
Reading Time: 6 minutes

17th August 2020 Edition
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ

Experts

(આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થાય છે)

જી.એસ.ટી.

1. અમારા અસીલ વર્કસ કોન્ટ્રાકટર છે. તેઓ પંચાયત હેઠળ આવતા ડેમના કોન્ટ્રાક્ટ લે છે. આ પ્રકારના ડેમ ના બાંધકામ તથા સમારકામના કામ ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે?                                                                                                                                                              CA સદ્દામ ખત્રિ, ભુજ

જવાબ: પંચાયત દ્વારા આપવામાં આવતા ડેમ બાંધકામના કામો અમારા મતે 12% લેખે કરપાત્ર બને. આ સપ્લાયનો સમાવેશ સી.જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 11/2017, ની એન્ટ્રી 3 હેઠળ થાય. HSN 9954 લાગુ પડે તેવો અમારો મત છે.

વાચકોના લાભાર્થે નોટિફિકેશન 11/2017 કે જેમાં અનેકવાર સુધારો થયો છે તે ડિસેમ્બર 2019 ના સુધારા સાથે આપેલ છે.Notification 11 consolidated

2. અમારા અસીલ જેઓ કોન્ટ્રાકટર હોય સરકારી એજન્સી તેમના પેમેન્ટમાંથી જી.એસ.ટી. TDS કરે છે. આ TDS કેશ લેજરમાં દર્શાવતો નથી. માત્ર 2A માં દર્શાવે છે. આ TDS ની ક્રેડિટ કેવી રીતે લેવી?                                                                                                                    CA સદ્દામ ખત્રિ, ભુજ

જવાબ: TDS ક્રેડિટ લેવા તમારે રિટર્ન ઓપ્શનમાં TDS-TCS ક્રેડિટમાં જઇ જે તે મહિનાની TDS ક્રેડિટ એકસેપ્ટ કરવાની રહેશે. આ TDS એકસેપ્ટ કરવામાં આવશે એટ્લે તે કેશ લેજરમાં દર્શાવશે.

3. અમારા અસીલ કે જેઓ GTA છે, તેઓએ જી.એસ.ટી. હેલ્પ ડેસ્ક ઉપરથી મેળવેલ માહિતી ઉપરથી 3B માં RCM ને પત્ર રકમ દર્શાવેલ નથી. GSTR 1 માં બરાબર આ રકમ દર્શાવેલ છે. શું વાર્ષિક રિટર્ન ભરવામાં કોઈ તકલીફ આવી શકે?                                                 હિત લિંબાની,

જવાબ: ના, વાર્ષિક રીતર્નમાં આઉટવર્ડ સપ્લાયના આંકડા એ GSTR 1 ઉપરથી લેવામાં આવતા હોવાથી કોઈ તકલીફ પડશે નહીં.

4. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી કે જેઓની ઓફિસ ગુજરાત બહાર છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવતા નથી. જ્યારે તેઓ ગુજરાત બહારથી માલ લઈ અમારા અસીલ ને ગુજરાતમાં ડિલિવરી આપે અને ઇંવોઇસ ગુજરાત બહારના સરનામા સાથે આપે તો RCM IGST હેઠળ ભરવાનો રહે કે CGST કે SGST હેઠળ?                                                                                                                                                                     CA કલ્પેશ પટેલ, નડિયાદ

જવાબ: આઈ.જી.એસ.ટી. કાયદા હેઠળ સર્વિસ માટેની પ્લેસ ઓફ સપ્લાય નક્કી કરવા માટે કલમ 12 જોવાની રહે. કોઈ પણ કિસ્સામાં ટેક્સ IGST આવે કે CGST કે SGST એ નક્કી કરવાં માટે પહેલા બે બાબત નક્કી કરવી જોઈએ. લોકેશન ઓફ સપ્લાયર અને પ્લેસ ઓફ સપ્લાય. તમારા કિસ્સામાં લોકેશન ઓફ સપ્લાયર ગુજરાત બહાર છે અને IGST કાયદા ની કલમ 12(8)(a) મુજબ પ્લેસ ઓફ સપ્લાય ગુજરાતની બને. આ કિસ્સામાં IGST હેઠળ RCM ભરવાનો રહે તેવો અમારો મત છે.

5. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી કે જેઓની ઓફિસ ગુજરાત બહાર છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. જ્યારે તેઓ ગુજરાત બહારથી માલ લઈ અમારા અસીલ ને ગુજરાતમાં ડિલિવરી આપે અને ઇંવોઇસ ગુજરાત બહારના સરનામા સાથે આપે તો RCM IGST હેઠળ ભરવાનો રહે કે CGST કે SGST હેઠળ?                                                                                                                                                                                  CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: આઈ.જી.એસ.ટી. કાયદા હેઠળ સર્વિસ માટેની પ્લેસ ઓફ સપ્લાય નક્કી કરવા માટે કલમ 12 જોવાની રહે. કોઈ પણ કિસ્સામાં ટેક્સ IGST આવે કે CGST કે SGST એ નક્કી કરવાં માટે પહેલા બે બાબત નક્કી કરવી જોઈએ. લોકેશન ઓફ સપ્લાયર અને પ્લેસ ઓફ સપ્લાય. તમારા કિસ્સામાં લોકેશન ઓફ સપ્લાયર ગુજરાત બહાર છે અને IGST કાયદા ની કલમ 12(8)(a) મુજબ પ્લેસ ઓફ સપ્લાય ગુજરાતની બને. આ કિસ્સામાં IGST હેઠળ RCM ભરવાનો રહે તેવો અમારો મત છે. IGST કાયદાની કલમ 12(8)(a) મુજબ સેવા જેમને આપવામાં આવે છે તે રજિસ્ટર્ડ છે કે નહીં તે અગત્યનું છે. સેવા આપનાર રજિસ્ટર્ડ છે કે નહીં તે મહત્વનું નથી.

6. અમારા અસીલ કપાસિયા મિલ ધરાવે છે. તેઓનું ઉત્પાદન કપાસિયા તેલ તથા કપાસિયા ખોળ છે. જે પૈકી કપાસિયા ખોળ કરમુક્ત છે. અમોએ માર્ચ 2019ના 3B માં કુલ ક્રેડિટ પૈકી માત્ર કપાસિયા તેલ (કરપાત્ર વસ્તુ) જેટલીજ ક્રેડિટ ક્લેમ કરેલ છે. શું આ અંગે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવી શકે છે?                                                                                                                                                                                              જલ્પા દોશી, દૂધરેજ, સુરેન્દ્રનગર
જવાબ: ના, અમારા મતે આ પ્રકારે નેટ ITC લેવાથી કોઈ તકલીફ ના પડે. આદર્શ રીતે પૂરી ક્રેડિટ લઈ નિયમ 42 હેઠળ રિવર્સ કરવાની પદ્ધત્તિ વધુ સારી રહે. પણ જ્યારે આ નેટ ઓફ ક્રેડિટ લઈ લીધી છે તો તે બાબતે માત્ર યોગ્ય વિગતો રાખવી જરૂરી બને અને જ્યારે આ અંગે કોઈ આકારણી થાય તો વિગતો આપવામાં આવે તો અમારા માટે કોઈ મુશ્કેલી આવી શકે નહીં.

ઇન્કમ ટેક્સ

1. મારા અસીલે ૧ લાખ રૂપિયા ના ઈક્વિટી શેર લીધા છે. અસીલની આવક પગાર આવક છે જે ફોર્મ ૧૬ મુજબ વાર્ષિક ૧૨ લાખ છે જેથી ટેક્સેબલ ઈન્કમ છે. હવે તે શેર તેમના પિતાના નામે ટ્રાન્સફર કરે તો અસીલને કોઈ ટેક્સ લાગશે અથવા તેના પિતાને કોઈ ટેક્સ લાગશે?. શેર ટ્રાન્સફર કરે તેની કોઈ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવી પડે જેવી કે ગીફ્ટ ડીડ બનાવવી પડે ખરી?                                                                                               દિનેશ રાદદિયા

જવાબ: ના, પિતાને કરેલ શેર ટ્રાન્સફર ઉપર કોઇ ટેક્સ લાગે નહીં. ગિફ્ટ જેને મળશે તેની પડતર એ પ્રિવિયસ ઓનર ની પડતર મુજબ ગણાશે. ગિફ્ટ ના વ્યવહારમાં નિયત સંબંધીના કિસ્સામાં ગિફ્ટ આપનારને તથા લેનાર ને કોઈ ટેક્સ લાગે નહીં.

:ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ટેક્સ ટુડે ની આ જાણીતી કૉલમ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના” આપ ગુજરાતની જાણીતી ટેક્સ મેગેઝીન ” કરવેરા સલાહકાર” માં પણ વાંચી શકો છો. સરળ ભાષામાં જી.એસ.ટી. ઇન્કમ ટેક્સ જેવા કાયદાઑની સરળ ભાષામાં સમજૂતી આપતા આ મેગેઝીન બંધાવવા આપ 9924119329 ઉપર સંપર્ક કરી શકો છો.

error: Content is protected !!