સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 27th August 2020

Spread the love
Reading Time: 4 minutes

24TH August 2020

Experts

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

  1. અમારા એક અસીલના ધંધાના સ્થળેજુલાઇ ૧૯ માં આગ લાગવાથી કપાસનો અંદાજે ૨૨ લાખનો સ્ટોક નાશ પામેલ છે. આ માલમાં મહદંશે URD રિવર્સ ચાર્જને પાત્ર ખરીદીનો સ્ટોક હતો. આ સ્ટોક ઉપર ખરીદી સમયે 9(3)નો કપાસ ઉપર RCM ટેકસ ભરીને ક્રેડિટ મજરે લીધેલ.  આ માલ નો ઇન્સ્યોરેન્સ હોય ક્લેમ કરેલ ઇન્સ્યોરેન્સ કંપની એ ૧૭ લાખ  મંજુર કરી અમારા અસીલને એપ્રિલ 20 માં ચેક આપેલ છે. તો હવે અમારા અસીલ ની GST ક્રેડીટ રીવર્સ કરવા અંગેની કોઈ જવાબદારી આવે કે કેમ? જો હા તો કેટલી ક્રેડીટ રીવર્સ કરવાની થાય અને કઈ રીતે?                                                                                                                                                                                                                           ધર્મેશ પરમાર,  જુનાગઢ

જવાબ: હા, તમારા અસિલે પૂરે પૂરા 22 લાખના કપાસ ઉપર લીધેલી ક્રેડિટ રિવર્સ કરવાની થાય. ઈન્સ્યોરન્સની રકમ ઉપર કોઈ ટેક્સ ભરવાનો આવે નહીં. આ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની 17(5)(h) હેઠળ ક્રેડિટ રિવર્સ કરવાની થાય.

 

  1. અમારા અસીલ એગ્રો વેસ્ટ (સાંઠી, ડાંગરની સેતરી, મગફળીની ફોતરી) ખરીદ કરી એજ વસ્તુનું વેચાણ કરીએ છીએ. શું આ એગ્રો વેસ્ટ કરપાત્ર બને?                                                                                                                                                                             નીલમ પરમાર, અમદાવાદ

જવાબ: અમારા મતે એગ્રો વેસ્ટ જેવી કોઈ સયુક્ત એન્ટ્રી ના ગણી શકાય. દરેક HSN પ્રમાણે વસ્તુના દર નક્કી કરવાના રહે. આપે જણાવેલ છે તે વસ્તુમાં મગફળીની ફોતરી કરપાત્ર બને તેવો અમારો મત છે. સાંઠી, ડાંગરની સેતરીના ચીજવસ્તુની વિગતો જાણવી જરૂરી છે.

 

  1. અમારા અસીલ કરમુક્ત વસ્તુનું વેચાણ કરીએ છીએ. અમારા વેચાણ બિલમાં સાથે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઉમેરે છે. શું આ ટ્રાન્સપોર્ટેશન ઉપર જી.એસ.ટી. ઉઘરાવવાનો રહે? આ ટ્રાન્સપોર્ટેશનનું પેમેન્ટ અમારા અસીલ (વેચનાર) કરતાં હોય છે. તો શું તેઓ રેસિપીયંટ ગણાય અને રિવર્સ ચાર્જ મુજબ જી.એસ.ટી. ભરવા પાત્ર ગણાય?                                                                                                    નીલમ પરમાર, અમદાવાદ

જવાબ:  જ્યારે બિલમાં ટ્રાન્સપોર્ટેશનની રકમ બિલમાં ઉમેરવામાં આવી હોય ત્યારે આ કંપોઝીટ સર્વિસ બને. માલનો જે દર હોય તે દર ઉપરજ ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ જી.એસ.ટી. લાગે. આ ટ્રાન્સપોર્ટેશનનું પેમેન્ટ જ્યારે તમારા અસીલ (વેચનાર) ટ્રાન્સપોર્ટરને કરે ત્યારે RCM ની જવાબદારી આવે તેવો અમારો મત છે.

 

  1. જી.એસ.ટી. નોંધણી દાખલા માટે વેરિફિકેશન કરવા આધાર OTP, 21 ઓગસ્ટ 2020 થી જરૂરી બનાવવામાં આવ્યા છે. જો કોઈ કરદાતાનો મોબાઈલ નંબર આધાર સાથે રજિસ્ટર્ડ ના હોય તો તેઓએ શું વિધિ કરવાની રહે?                                                                  એક વેપારી, દીવ

જવાબ: 21 ઓગસ્ટ 2020 થી આધાર OTPથી વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જે કરદાતા આધાર વડે વેરિફિકેશનના કરી શકે તેમના મતે હાલ જે EVC ની પદ્ધતિ છે તે ચાલુ રહેશે. પણ આવા કરદાતાને નોંધણી દાખલો માત્ર જગ્યાની સ્પોટ વિઝિટ કરી ત્યાર બાદજ આપવામાં આવશે. કરદાતા પોતાના મોબાઈલ નંબર આધારમાં ઉમેરી અરજી કરે તે હિતાવહ છે.

 

ઇન્કમ ટેક્સ

  1. શું કોઈ લેણદાર તથા દેણદાર એકબીજાને અનસિકયોર્ડ લોન આપી શકે? આ અંગે ઓડિટમાં કોઈ પ્રશ્ન ઊભો થાય?           હિત લિંબાણી, કચ્છ

જવાબ: હા, લેણદાર તથા દેવેદાર એક બીજાને અનસિકયોર્ડ લોન આપી શકે. તે અંગે અમારા માટે કોઈ પ્રશ્ન ઓડિટમાં આવે નહીં તેવું અમારું મંતવ્ય છે. અમારા મતે જો લેણદાર અને દેણદાર ના ખાતા સરભર થઈ જાય તો 269 SS અને 269T ની પેનલ્ટી આવી શકે છે.

:ખાસ નોંધ:

1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!