સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 20 મે2019
- મારા અસીલ એક્સપોર્ટર છે. 2017 18 માં તેઓના જૂના કન્સલ્ટન્ટ એ ઝીરો રેટેડ સેલ્સ ની રકમ દર્શાવવા માં ભૂલ કરી હતી. પણ જી.એસ.ટી.આર. 1 માં વેચાણ સાચું દર્શાવેલ હતું. હવે રિફંડ ની અરજી કરવા સમયે આ ડેટા ખોટા હોવાના કારણે અરજી કરવા દેતી નથી. હવે મારી પાસે શું વિકલ્પ રહે? દીક્ષાંત શાહ, અમદાવાદ
જવાબ:તમે zero rated supply With Payment or Without Payment તેની વીગત આપેલ નથી પંરંતુ પ્રશ્ર જોતા એવું લાગે છે કે Without Payment Export હશે. આપના કેસમાં જો માર્ચ 19 નું 3બી બાકી હોય તો તફાવત ની રકમ ઉમેરી ને રીટર્ન ભરવું.
- અમારા એક અસીલ, કે જેઓ ટ્રેડર છે, તેમના કેસ માં મે ટ્રાન્સ 1 ફોર્મ ભરી એક્સાઈઝ ની ક્રેડિટ લીધેલ હતી. આ ક્રેડિટ બિલ (એક્સ્ક્લુસિવ એક્સાઈઝ) ઉપર થી લીધેલ હતી. મે ટ્રાન્સ 1 માં 7 B માં ક્રેડિટ દર્શાવી હતી. ત્યાર બાદ મે કોઈ ફોર્મ ભર્યા નથી. મને હજુ સુધી ક્રેડિટ લેજર માં આ 60:40 વળી ક્રેડિટ મળેલ નથી. આનું શું કારણ હોય શકે? મારે કોઈ વિધિ કરવામાં ની બાકી રહી ગઈ હોય તો જણાવશો?
એમ. આર. દેસાઇ, અમદાવાદ
જવાબ: જે કોઈ ક્રેડીટ ટ્રાન્સ-1 થી મળવા પાત્ર હતી તે ક્રેડીટ ઓન ધ સ્પોટ મળવા પાત્ર હતી એટલે કે તરત જ ક્રેડીટ લેઝર માં જમાં આવી જતી હતી. 60:40 એ ડીમ્ડ ક્રેડીટ ની વાત છે જેમાં ટ્રાન્સ-2 જે તે સમય દર મહીને વેચાણ થતું જાય તે રીતે ભરતુ જવાનું હતુ જે ભરેલ ના હોય તો ક્રેડીટ મળવા પાત્ર રહે નહી
- અમારા અસીલ 17 18 ના વર્ષ માં કંપોઝીશન સ્કીમ માં હતા. ત્યાર બાદ 31 03 2018 થી OptOut, કરેલ છે. 01 એપ્રિલ 2018,થી રેગ્યુલર 3B રિટર્ન ભરેલ છે. OptOut સમયે ITC 01 ફાઇલ કરતી વખતે પોર્ટલ ની ગલિચ ના કારણે ગ્રીવન્સ કરેલ. ત્યારબાદ,09.2018 ના રોજ ITC 01 ફાઇલ થયેલ છે ને ક્રેડિટ 18.09.2018 ના રોજ જમા થયેલ છે. હવે પ્રશ્ન એ છે કે વાર્ષિક રિટર્ન (2017 18) માં 9A માં table 16 B માં,”CreditAvailedonOptingOutFromTheCompositionScheme” ના કૉલમ માં ઉક્ત ITC અન્વયે ledger માં જમા થયેલ ક્રેડિટ દર્શાવવી કે 18 19 ના વાર્ષિક રિટર્ન માં GSTR 9 માં Table 9M માં? ધર્મેશ પરમાર, જુનાગઢ
જવાબ: ક્રેડીટ 18-19 માં આવેલ છે એટલે 18-19 ના વાર્ષીક રીટર્ન 9 માં ટેબલ 6M માં આવશે
4. અમારા અસીલ નો ધંધો મેઈજ કેક તથા મેઈજ ઓઈલ બનવાનો છે આ સાથે તેઓ કેટલ ફીડ નું પુનઃ વેચાણ પણ કરે છે જે કરમુક્ત છે. તો આવા સંજોગો માં આઈટીસી રિવરસલ માટે કઈ ક્રેડિટ ધ્યાન માં લેવાની રહે ?
1) રો મટીરીઅલ ની ઈન્પુટ ક્રેડિટ – ( Raw Material) 2) મેન્યુફેકચરીનગ ને લગતા ખર્ચાઓ ની ઈન્પુટ ક્રેડિટ – (Direct Expense) 3) અન્ય આડકતરા ખર્ચાઓને લગતી ઈન્પુટ ક્રેડિટ – ( Indirect Expense) For Ex. – કુલ વેચાણ રૂ. 1,00,000 છે જે પૈકી, (i) વેરપાત્ર વેચાણ રૂ. 67,000 (ii) માફી વેચાણ રૂ. 33,000 – કુલ ખરીદીની ઈન્પુટ ક્રેડિટ રૂ. 9000 છે જે પૈકી, (i) રો મટીરીઅલ ની ઈન્પુટ ક્રેડિટ રૂ.6,000 (ii) મેન્યુફેકચરીનગ ને લગતા ખર્ચાઓ ની ઈન્પુટ ક્રેડિટ રૂ. 2,000 (iii) અન્ય આડકતરા ખર્ચાઓને લગતી ઈન્પુટ ક્રેડિટ રૂ. 1,000 ઉપરોક્ત દાખલા મુજબ રિવરસલની ગણતરી જણાવવા વિનંતી. ભાર્ગવ રાવલ, વડોદરા. જવાબ: આપના કેસમાં રુલ 42 મુજબ રીવર્સલ કરવાનું રહેશે. ટોટલ ક્રેડીટ ને માફી પાત્ર વેચાણ ના પ્રમાણમાં ઘટાડવાની રહે એટલે કે 33000 માફી વેચાણ / 1,00,000/- કુલ વેચાણ x 100 એટલે 33 ટકા ટોટલ ક્રેડીટ માં થી ઘટાડવાના રહે. એટલે કે 9000*33/100 = 2970 રુ ઘટાડવાના રહે 5. અમારા એક અસીલ મધ્ય પ્રદેશ માં જી.એસ.ટી. નોંધણી ધરાવે છે. તેમનો ધંધો સરકારી કોન્ટ્રાક્ટ નો છે. તેઓ નું રહેઠાણ નું સરનામું ગુજરાત માં છે. તો આવકવેરા રિટર્ન ભરવામાં તેને કોઈ અસર આવે? દિપેશ ઠૂમમર જવાબ- આવકવેરા રીટર્ન ભરવામાં કોઈ ઈશ્યુ નડવાનો નથી. પાન અને જીએસટી બને સીસ્ટમ પાન ઈન્ડીય બેઈઝ પર છે
|
- નોટિફીકેશન10/2019 થી જી.એસ.ટી. નોંધણી નંબર ની જવાબદારી માલ ના સંદર્ભ માં 40 લાખ કે તે થી નીચે ના ટર્નઓવર ની રહેતી નથી. જેઓ સાથે સર્વિસ સપ્લાય કરતાં હોય તેમના માટે આ લિમિટ 20 લાખ ની જ લાગુ પડે. મારો સવાલ એ છે કે શું આ સેવા માં ઇનવર્ડ સપ્લાય (જેવી કે GTA, બેન્ક ચાર્જ) નો સમાવેશ થાય? જીતેશ કાપડિયા
જવાબ- રીવર્સ ચાર્જને પાત્ર ઈનવર્ડ સપ્લાય તે સેકશન 2(6) ની ટર્નઓવર ની વ્યાખ્યા મુજબ ટર્નઓવર નો ભાગ નથી ગણાતો
- અમારા અસીલ ભારત બહાર થી ઇમ્પોર્ટ કરે છે. જેમાં તે ઇમ્પોર્ટ ઉપર IGST ભારે છે. આ IGST અમારા 2A માં દર્શાવતા નથી. જેને કારણે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માં મુશ્કેલી આવશે તેવું અમો માનીએ છીએ. આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી. જીતેશ કાપડિયા
-
જવાબ –Import ના કેસમાં IGST 2A માં જમા આવવાનો કોઈ પ્રશ્ર ઉપસ્થીથ થતો નથી. ઈમ્પોર્ટ થાય એટલે બીલ ઓફ એન્ટ્રી ની કોપી આપની પાસે હોવાની જ. તેના આધાર પર ઈનપુટ ક્લેઈમ કરી લેવાની. તમે IGST પેઈડ કર્યો છે તેનો આ એક માન્ય પુરવો છે
8. અમારા અસીલ હોટેલ ધરાવે છે. તેઓએ હોટેલ ના રૂમ ના ફર્નિચર મારે “લેમીનેટ્સ” ની ખરીદી કરેલ છે. શું આ લેમીનેટ્સ ની ખરીદી ઉપર ના GST ની ITC મળે? કૌશલ પારેખ, દીવ
જવાબ- ફર્નીચર મુવેબલ હોય અમારા મંત્વય મુજબ આપના કેસમાં ક્રેડીટ મળવા પાત્ર છે
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો
અંક 1: 25.03.2019
https://taxtoday.co.in/news/9908
અંક 2: 01.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 3: 08.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 4: 15.04.2019
https://taxtoday.co.in/news/10007
અંક 5: 22.04.2019
https://taxtoday.co.in/news/10029
અંક 6: 29.04.2019
https://taxtoday.co.in/news/10065
અંક6 06.05.2019
https://taxtoday.co.in/news/10103
અંક 7 13.05.2019
https://taxtoday.co.in/news/10119
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.