સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 07th September 2020 Edition

Spread the love
Reading Time: 5 minutes

Experts7th September 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી

  1. મારો પ્રશ્ન જી.એસ.ટી. ઓડિટ તથા ટેક્સ ઓડિટની એક બીજાની સલગ્ન અસર પરનો છે. ધરોકે કોઈ એક નાણાકીય વર્ષમાં 31 માર્ચના રોજ 3B (ચોપડા મુજબ) મુજબની ક્રેડિટ કરતાં 2A માં ઓછી ક્રેડિટ દર્શાવે છે. આવા સંજોગોમાં નીચેની પરિસ્થિતીમાં ઇન્કમ ટેક્સ ઓડિટમાં શું અસર આપવાની રહે? જો 01 એપ્રિલથી ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ થયા સુધી આ ખૂટતી ક્રેડિટ 2Aમાં આવી જાય તો? જો 01 એપ્રિલથી ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ થયા સુધી ખૂટતી ક્રેડિટ 2Aમાં ના આવે તો?                                                                        ભાર્ગવ ગણાત્રા, CA સ્ટુડન્ટ, રાજકોટ

જવાબ: સૌપ્રથમ ઇન્કમ ટેક્સની વાત કરીએ તો જો કરદાતા પાસે યોગ્ય ઇંવોઇસ હોય તો ઇન્કમ ટેક્સ હેઠળ એ ઇંવોઇસ અસ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન ના ઉદ્દભવે. 2A માં ના દર્શાવેલ ઇંવોઇસ ખર્ચ તરીકે બાદ લેવામાં કોઈ બાધ ના નડે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા માત્ર વધુ તકેદારી રાખવી હોય તો આ બિલોની ક્રેડિટ “પ્રોવિઝનલ રિવર્સ” કરવા કરદાતાને સૂચન કરી શકે છે. તમારા બન્ને પરિસ્થિતીના જવાબોનો સમાવેશ ઉપરના જવાબમાં કરવામાં આવ્યો છે.

 

  1. મે 2017 18 ની અમુક ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 2018 19માં લીધેલ છે. આ ક્રેડિટ અમે 2017 18 ના વાર્ષિક રિટર્નમાં દર્શાવેલ છે. શું 2018 19ના વાર્ષિક રીટર્નમાં આ ક્રેડિટ દર્શાવવી પડે? હા તો ક્યાં કૉલમમાં?                                                                અજય પૂજારા, વેપારી, અમદાવાદ

જવાબ: અમારા મત મુજબ 2017 18 ની ક્રેડિટ જે 2018 19 માં લીધેલ છે તેનો ઉલ્લેખ નાણાકીય વર્ષ 2018 19 ના GSTR 9 માં કરવાનો રહે નહીં. જો કરદાતા GSTR 9C ભરવા પાત્ર હોય તો આ અંગે “રિકનસીલેશન” ઓડિટર દ્વારા બનાવી અપલોડ કરવું જોઈએ.

 

  1. અમારા એક અસીલ શેર બ્રોકર છે. તેઓ NSE અને BSE માં નોંધાયેલ છે. શું તેઓનું ટર્નઓવર 20 લાખથી વધે તો જ તેઓએ જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો લેવો પડે કે એજન્ટ તરીકે કોઈ પણ ટર્નઓવરની મર્યાદા વગર જી.એસ.ઈ. કાયદાની કલમ 24 હેઠળ નોંધણી મેળવવી પડે? જો નોંધણી મેળવવી પડે તો હાલ સુધી નોંધણી નંબરના મેળવવાના કારણે શું જવાબદારી આવે?     નીરવ જિંજુવાડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, અમરેલી

જવાબ: હા, શેર બ્રોકર-સબ બ્રોકર એ સ્ટોક એક્સચેન્જ-સ્ટોક બ્રોકર તથા ગ્રાહક બન્નેને સેવા પૂરી પડે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ તેઓ એજન્ટ ગણાય અને આ કાયદાની કલમ 24(vii) મુજબ એજન્ટ તરીકે ફરજિયાત નોંધણી દાખલો મેળવવા જવાબદાર બને. હાલ સુધી જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવામાં ના આવ્યો હોય તો બિનનોંધાયેલ સમયની આકારણી થાય અને તેને લગતા વ્યાજ-દંડની જવાબદારી આવે. આ ઉપરાંત ખરીદી કે ઈન્પુટ સર્વિસની ક્રેડિટ મળવાપાત્ર થાય નહીં.

 

ઇન્કમ ટેક્સ 

  1. મારા અસીલ શેર માર્કેટમાં શોર્ટટર્મે ડીલેવરી બેઝ ટ્રેડિંગ કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માં આશરે 500 જેટલી સ્ક્રીપ્ટનું ડિલિવરી બેઝ ટ્રેડિંગ કર્યું હતું. તો આ 500 સ્ક્રીપ્ટને કેપિટલ ગેઇનમાં અલગ અલગ ISIN નંબર પ્રમાણે બતાવવાનું રહે કે પછી વર્ષ નો 500 સ્ક્રીપ્ટનો ટોટલ ફિગરમાથી નેટ કેપિટલ ગેઇન બતાવવાનો રહે ?                                                                               હિત લાંબાણી, કચ્છ

જવાબ: તમારા અસીલ શેર માર્કેટમાંજો ટ્રેડિંગ કરતાં હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનને બદલે ધંધાકીય આવક દર્શાવવી જોઈએ. પણ જો કેપિટલ ગેઇનમાંજ આવક પડતી હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે ISIN નાંખવો ફરજિયાત નથી તેવો અમારો મત છે.

 

  1. 01 ઓક્ટોબર 2020થી એકજ વ્યક્તિ પાસેથી 50 લાખથી વધુ માલ ખરીદનાર પર 10 % TCS લાગુ થશે. ખાસ પેટ્રોલ ડિઝલની ખરીદી એક જ કંપની પાસેથી થતી હોય છેપેટ્રોલ પંપ નું વાર્ષિક 10 કરોડ ટર્નઓવર હોય તે ખૂબ સામાન્ય છે. તો ઓઈલ કંપની દ્વારા  1,00,000 જેવો TCS થશે કારણ કે માલ નું ટર્નઓવર 01.04.2020 થી ગણાશે, જેથી FY 2020-21 નો બીજો એટલે કે સપ્ટેમ્બરનો એડવાન્સ ઇન્કમટેક્સ હપ્તો પોતાના ટર્નઓવર અને TCS કપાતને ધ્યાને લઈ ભરવો જોઈએ તેવો મારો મત છે. આ અંગે આપનો અભિપ્રાય જણાવશો. આ ઉપરાંત કઈ તકેદારી રાખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપશો.                                                                            રમેશ સોઢા એકાઉટન્ટ જુનાગઢ

 

જવાબ: હા, તમારો મત સાચો છે. TDS અને TCS ક્રેડિટ ધ્યાને લઈ જ એડ્વાન્સ ટેક્સ નો હપ્તો ભરવો જોઈએ.

 

  1. મારો સવાલ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194N હેઠળ જે રોકડ ઉપાડ પર TDS થસે તેના ઉપર છે. આ TDS કેટલી રકમના ઉપાડ કર્યા પછી લાગશે? અને કેટલા ટકા લાગશે? 1 કરોડથી વધુ ઉપાડ થાય તો શું 5% જેટલો મોટો TDS તમામ કરદાતાઓ ઉપર થશે? આ TDS ની ક્રેડિટ મળી શકે કે નહીં?                                                                                                                                                               દિપેશ ઠૂમ્મર, સુરત

જવાબ: ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194N મુજબ જો તમે છેલ્લા 3 વર્ષમાંથી કોઈ પણ એક વર્ષનું પણ ઇન્કમ ટેક્સ રિટર્ન જો ભર્યું હશે તો તમને 20 લાખની મર્યાદા લાગુ પડશે નહીં. છેલ્લા ત્રણ વર્ષ પૈકી એક વર્ષનું રિટર્ન પણ ભરેલ હશે તો 2% લેખે TDS કપાશે. પરંતુ જો ત્રણ પૈકી એક પણ વર્ષના રિટર્ન ભરેલ ના હોય તો 20 લાખ ઉપર 2% TDS અને 1 કરોડ ઉપર 5% TDS બેન્કો દ્વારા કરવામાં આવશે. આ TDS ની ક્રેડિટ કરદાતાને મળે.

 

 

  1. અમારા એક અસીલના નાણાકીય વર્ષ 2018 19 ના ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટમાં ફેક્ટરી બિલ્ડીંગની રકમમાં જે જમીનની કિમત હતી તેના ઉપર પણ 10% લેખે ઘસારો ગણાય ગયો છે. પ્રશ્ન એ છે કે ઓડિટ રિપોર્ટમાં તથા ઇન્કમ ટેક્સ રિટર્નમાં આ શરતચૂકથી ગણાયેલ ઘસારો કેવી રીતે સુધારી શકાય?                                                                                                                                                            CA મંથન સરવૈયા

જવાબ: નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે 30.09.૨૦૨૦ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઓડિટ રિપોર્ટ બન્ને આ ભૂલો સુધારી રિવાઈઝ કરી શકાય છે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 07th September 2020 Edition

Comments are closed.

error: Content is protected !!