સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)14th September 2020
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
14th September 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- મારો પ્રશ્ન જી.એસ.ટી. હેઠળની માર્જિનલ સ્કીમ અંગે છે. નિયમ 32(5) હેઠળ માર્જિનલ સ્કીમ હેઠળ કેપિટલ ગુડ્સ માટે વેરો ભરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારે શું કરદાતા ખરીદનારને ટેક્સ ઇંવોઇસ આપી શકે? સરંખાવાલા એસોસીએટ્સ, વડોદરા
જવાબ: જી.એસ.ટી. નિયમોના નિયમ 32(5) હેઠળ માર્જિનલ સ્કીમ માત્ર “સેકન્ડ હેન્ડ ગુડ્સ” ના ટેક્સ પેયર માટે છે. અન્ય ટેક્સ પેયર માટે આ માર્જિનલ સ્કીમ માત્ર મોટર કાર માટે લઈ શકાય છે. આવા કિસ્સામાં ટેકસ ઇંવોઇસ આપવું જરૂરી છે તેવો અમારો મત છે.
- અમારા અસીલ બિયારણ (કરમુક્ત) ના વેપારી છે. તેઓનું 01 04 2019 થી 30 09 2019 સુધીનું વેચાણ 1 કરોડ હતું. ત્યાર બાદ 01 ઓક્ટોબરથી તેઓએ મરજિયાત ધોરણે નોંધણી દાખલો મેળવેલ છે. 01 ઓક્ટોબર થી 31 માર્ચ સુધીનું તેમનું ટર્નઓવર 50 લાખનું છે. મારો પ્રશ્ન એ છે કે વાર્ષિક રિટર્ન ભરવામાં જી.એસ.ટી. નોંધણી પહેલાનું જે 1 કરોડ નું ટર્નઓવર છે તે દર્શાવવાનું રહે? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: ના, વાર્ષિક રિટર્ન ભરવાની જવાબદારી નોંધણી દાખલો આવે ત્યારથીજ ઊભી થાય છે. આમ, નોંધણી નંબર મેળવ્યા પહેલાનું ટર્નઓવર વાર્ષિક રિટર્નમાં દર્શાવવા નું રહે નહીં તેવો અમારો મત છે.
- મારા અસીલ એગ્રીકલ્ચર જમીન ડેવલપમેન્ટ કરવાના કોન્ટ્રાક્ટનુ કામ કરે છે જેમાં એગ્રીકલ્ચર જમીનના મૂળ માલિક માટે જમીન સમતળ બનાવી બાગાયત પાકના રોપા જેમકે ખારેક, દાડમ વી. ખરીદી અને પ્લાન્ટ કરી તેમજ બાઉન્ડ્રી વગેરે જેવા કામ કરી જમીન તૈયાર કરીને મૂળ માલિકને સોપે છે જમીન તૈયાર કરવાના કોન્ટ્રાક્ટ ની રકમ મૂળ માલિક પાસેથી વસૂલે છે મારો પ્રશ્ન એ છે આ કોન્ટ્રાક્ટ ઉપર જીએસટી લાગે?
જવાબ: ના, આ પ્રકારની સેવા જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 મુજબ NIL રેટેડ ગણાશે અને કોઈ જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે॰
4. અમારા અસીલને કે જેઓ FMCG પ્રોડક્ટના ડીલર છે, તેમની કંપની તરફથી એક સ્કીમ ચલાવવામાં આવી હતી. આ સ્કીમમાં તેમણે એક કૂપન લાગ્યું છે. આ કૂપનનું મૂલ્ય 31000/- નું છે. આ રકમ બેંકમાં જમા થયેલ છે. શું આ કૂપનની રકમ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? નીલમ પરમાર નીલમ પરમાર અમદાવાદ જવાબ: ના, અમારા માટે રોકડ રૂપે કે રોકડ સ્વરૂપે બેન્કમાં મળતી ગિફ્ટ જી.એસ.ટી. કાયદા હેઠળ સપ્લાય ગણાય નહીં. આના ઉપર કોઈ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલ એગ્રીકલ્ચર જમીન ડેવલપમેન્ટ કરવાના કોન્ટ્રાક્ટનુ કામ કરે છે જેમાં એગ્રીકલ્ચર જમીનના મૂળ માલિક માટે જમીન સમતળ બનાવી બાગાયત પાકના રોપા જેમકે ખારેક, દાડમ વી. ખરીદી અને પ્લાન્ટ કરી તેમજ બાઉન્ડ્રી વગેરે જેવા કામ કરી જમીન તૈયાર કરીને મૂળ માલિકને સોપે છે જમીન તૈયાર કરવાના કોન્ટ્રાક્ટ ની રકમ મૂળ માલિક પાસેથી વસૂલે છે મારો પ્રશ્ન એ છે આ કોન્ટ્રાક્ટ ઉપર ઇન્કમ ટેક્સ લાગે? જો ઇન્કમ ટેક્સ લાગે તો કયા હેડમાં બતાવવાનો રહે? હિત લિંબાણી, કચ્છ
જવાબ: ઇન્કમટેક્સ કાયદાની કલમ 2(1A) હેઠળ ખેતીની આવકની વ્યાખ્યા મુજબ તમારા અસીલની આવક ખેતીની આવક ગણાય તેવો અમારો મત છે.
- મારા અસીલ પંદર વર્ષ પહેલાં કોમર્શિયલ વાહન ઓપરેટિંગનું કામ કરતા હતા એક વખત કામ કરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. મોટર વેહીકલ એક્સિડન્ટ હેઠળ તેમને દસ લાખ જેટલુ વળતર મેળવવા પાત્ર હતું જે કાયદાકીય કાર્યવાહી માં વિલંબ થવા ના કારણે અટવાયેલુ હતું. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં કોટૅ નો ચુકાદો અસીલ ની તરફેણ માં આવવાથી અત્યારે મારા અસીલ ને ૧૦ લાખ રૂપિયા જેટલુ વળતર તેમજ ૧૨ લાખ રૂપિયા જેટલું વ્યાજ મળવાપાત્ર છે વ્યાજ ઉપર 10% લેખે વીમા કંપનીએ ટીડીએસ કરેલ છે મારો પ્રશ્ન એ છે કે વિમાની રકમનું વળતર તેમજ તમના ઉપર મળવાપાત્ર વ્યાજ ટેક્સેબલ ઇન્કમ ગણાય કે પછી એકઝમ્ટ ઇન્કમ ગણાય? મારા અસીલ ને દસ વર્ષ સુધી ટેમ્પરરી ડિસેબિલિટી હતી. અને આમના લગતો કોઈ કેસ સ્ટડી હોય તો તે પણ જણાવશો. પિયુષકુમાર લિંબાણી (કચ્છ)
જવાબ: આપના અસીલને મળેલ વિમાની રકમ કેપિટલ રિસીપ્ત ગણાય અને ઇન્કમટેક્સ કાયદા હેઠળ ટેક્સ ભરવા જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. આ માટે વિનોદકુમાર vs ITO ચંડીગઢ (32 ITD 254 ITAT) તથા CIT Vs ચિરનજી લાલ મૂલતાનીમલ રાય બહાદુર, (P&H High Court) જોઈ જવા વિનંતી
:ખાસ નોંધ:
- જીએસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.