સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 2 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 27 મે  2019

1.   મારા અસીલ AOP શરૂ કરવા માંગે છે. શું આ AOP શરૂ કરવા કોઈ લખાણ ની જરૂર પડે? AOP ક્યાં ખર્ચાઑ બાદ મળી શકે?                                                ચિંતન સંઘવી

જવાબ: AOP શરૂ કરવા અમારા માટે કોઈ ડૉક્યુમેન્ટ ની જરૂર નથી. પણ PAN મેળવવા ડૉક્યુમેન્ટ હોવો જરૂરી છે. કોઈ પણ સરકારી દસ્તાવેજ, જેમ કે જોઇન્ટ નામે જો પ્રોપર્ટી ખરીદી હોય તો તેનો દસ્તાવેજ PAN માટે માન્ય પુરાવો ગણાય. આ ઉપરાંત AOP બનાવવા એક સાદું લખાણ કરી શકાય. આ અંગે નો ડ્રાફ્ટ આપ http://www.roundtableindia.org/wp-content/themes/roundtableindia/downloads/docs/Table-AOP.docx, મેળવી શકો છો. જો ધંધાકીય આવક હોય તો ધંધા ને લગતા તમામ ખર્ચ બાદ મળે.

 

  1. મારા અસીલ માત્ર એક્સપોર્ટ કરે છે. હાલ માં તેમણે DUTY Credit Script MEIS (HSN 4907) હેઠળ 5 લાખ જેવી રકમ અમારા બેન્ક ખાતા માં મળેલ છે. આ રકમ અમે કરેલ એક્સપોર્ટ ના ભાગ રૂપે અમને મળેલ છે. શું આ રકમ પર અમારે વેરો ભરવો પડે? જો ભરવો પડે તો વેરા નો દર શું રહે?                                                                    પાર્થ વાલાણી, વઢવાણ  

જવાબ: Duty Credit Script પર નો જી.એસ.ટી. નો રેઇટ નીલ” છે. આમ, આ રકમ ઉપર વેરો ભરવો પડે નહીં. જી.એસ.ટી. નિયમ 42 મુજબ સપ્રમાણ ક્રેડિટ રિવર્સ કરવાની થાય.

 

  1. અમારા અસીલ દ્વારા માર્ચ મહિના માં 3B ફાઇલ કરેલ હતું. તે રિટર્ન માં ભૂલ થી વેચાણ તથા વેરા વધુ દર્શવાય ગયો છે. ભૂલ ધ્યાનમાં આવતા GSTR 1 માં સાચી રકમ દર્શાવી દીધી છે. હવે આ વધુ ભરેલ વેરા નું રિફંડ મળે કે ITC મળી શકે?                                   પરફેક્ટ કન્સલ્ટન્સી

જવાબ: આ કિસ્સાઓ માં સર્ક્યુલર 26/2017, તા: 29/12/2017 મુજબ માર્ચ પછીના રિટર્ન માં વેચાણ તથા વેરો એ મહિના ની રકમ માં ઘટાડવાની રહેશે. રિફંડ મળી શકે નહીં.

 

4.     અમારા અસીલ ગુજરાત રાજય મા જીએસટી નંબર ધરાવે છે. જે હવે થી માફી માલ મહારાષ્ટ્ર રાજય માથી ખરીદી કરી મહારાષ્ટ્ર રાજય મા વેચાણ કરે છે. જે મહારાષ્ટ્ર રાજય કોઈ ઓફિસ ધરાવતા નથી. શું અમારા અસીલ ને મહારાષ્ટ્ર રાજય મા જીએસટી નંબર લેવાની જવાબદારી થાય કે નહીં?                                                           ધર્મેશ જરીવાલા, સુરત

જવાબ: જો આપના અસીલ મહારાષ્ટ્ર માં કોઈ ધંધા ની જગ્યા રાખે અથવા માલ સ્ટોરેજ કરે તો મહારાષ્ટ્ર માં નોંધણી દાખલો લેવો પડે. અન્યથા નંબર લેવો જરૂરી નથી. મહારાષ્ટ્ર માં કોઈ થ્રેશ હોલ્ડ લિમિટ મહારાષ્ટ્ર માં અલગ નહીં મળે. ધંધા નું સ્થળ હશે નો નંબર લેવો પડશે.

 

ખાસ નોંધ:

1.    જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

2.   અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

અંક 5: 22.04.2019

https://taxtoday.co.in/news/10029

અંક 6: 29.04.2019

https://taxtoday.co.in/news/10065

અંક 7: 06.05.2019

https://taxtoday.co.in/news/10103

અંક 8: 13.05.2019

https://taxtoday.co.in/news/10119

અંક 9: 20.05.2019

https://taxtoday.co.in/news/10148

 

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!