સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 4 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 03rd જૂન  2019

1.   અમારા અસીલ ના કેસ માં જી.એસ.ટી હેઠળ નોંધણી દાખલો રદ કરાવવા અરજી 25.04.2019 ના રોજ કરી દીધી છે. પરંતુ હજુ રદ નો ઓર્ડર કરવામાં આવ્યો નથી. શું રદ નો ઓર્ડર ના થાય ત્યાં સુધી મારે GSTR 3B તથા GSTR 1 ભરવાની જવાબદારી આવે?                     ડી. બી. ઠૂમમર

જવાબ: ના, જી.એસ.ટી. નંબર કેન્સલ કરાવવા ની અરજી કરી આપવામાં આવેલ હોય ત્યાર બાદ ના સમય માટે GSTR 3B તથા GSTR 1 ભરવા ની જવાબદારી ના આવે.       

 

2.   મારા અસીલ ના કિસ્સામાં ડિસેમ્બર 2017 નું સપ્લાય તથા ઈન્પુટ દર્શાવતા રહી ગઈ હતી. આ સપ્લાય ઉપર આઉટપુટ 2500+2500= 5000/- થતી હતી. જ્યારે ઈન્પુટ 600+600=1200/- થતી હતી. આઉટપુટ માં થી ઈન્પુટ બાદ કરી મે 3800 ની રકમ જુલાઇ 2018 ના 3B માં દર્શાવી દીધેલ છે. તો 2017-18 ના વાર્ષિક રિટર્ન માં મારે આ કેવી રીતે દરશવવું જોઈએ?  ડી. બી. ઠૂમમર

જવાબ: તમારે વાર્ષિક રિટર્ન માં નીચેના મુજબ આ રકમ દર્શાવવા ની રહેશે.

 

ટેબલ 10 માં ઓઉટ પુટ                2500/- 2500/-

ટેબલ 13 તથા 8 C માં ક્રેડિટ            600/-  600/-         

ટેબલ 14 માં પેઇડ અને પેએબલ       2500/-  2500/-

 

3.   અમો પ્રેટ્રોલિયમ પ્રોડક્ટસ ના ડિસ્ટ્રિબ્યુટર છે. વર્ષ ના અંતે સપ્લાયર અમને એગ્રીમેન્ટ મુજબ કેશ/ટાર્ગેટ ડિસ્કાઉંટ આપે છે. આ ડિસ્કાઉંટ ઉપર સપ્લાયર દ્વારા લગાવેલ જી.એસ.ટી. ની ITC અમને મળે કે અમારે આ ITC રિવર્સ કરવી પડે? શું આ રકમ અમો ખરીદી માં થી ઓછી ના કરતાં આવક તરીકે દર્શાવીએ તો શું અમારે 18% લેખે જી.એસ.ટી. ભરવો પડે?                                                 મનીષ સોલંકી, વડોદરા

જવાબ: અમારા માટે, આ અંગે સર્ક્યુલર 92/2019 નો રેફરન્ન્સ લઈ શકાઈ. ખરીદી ને લગતી કોઈ આવક માટે ક્રેડિટ રિવર્સ કરવાની રહે. જો સપ્લાય અંગે નું બિલ આપવામાં આવે તો 18% લાગે એવું અમો માનીએ છીએ. તમારા કેસ માં સપ્લાયર ક્રેડિટ નોટ વડે આ કેશ/ટાર્ગેટ આપતા હોય ખરીદી અંગે ક્રેડિટ રિવર્સ થાય.

 

4.   સેન્ત્ર્લ નોટિફિકેશન 10/2019, તા: 07.03.2019 મુજબ નોંધણી માટે ની મર્યાદા 40 લાખ કરવામાં આવેલ છે. અમારો પ્રશ્ન છે કે જી.એસ.ટી. કાયદા ની કલમ 2(6) મુજબ ટર્નઓવર માં થી બાકાત કરપાત્ર સેવાઓ માં ના આવતી યુ.આર.ડી. બેન્ક સેવાની ઇનવર્ડ સપ્લાય હોય તો 40 લાખ ની આ મર્યાદા લાગુ પડે?                                                                                                       જીતેશ કાપડિયા, જેતપુર

જવાબ: ઇનવર્ડ સપ્લાય એ 20 લાખ કે 40 લાખ થ્રેશ હોલ્ડ લિમિટ ગણવા માટે ધ્યાન માં ના લેવાનું રહે. આમ, આ ઇનવર્ડ સપ્લાય એ ટર્નઓવર નો ભાગ ના ગણાય, આમ અમારા માટે 40 લાખ ની લિમિટ માં દર્શાવેલ સેવા નો બાધ આમાં ના લાગુ પડે.

 

5.   અમારા એક અસીલ ને પોતાની ખેતી ની જમીન માં પાક નુકસાન ના કારણે ઇલેક્ટ્રીક ડિપાર્ટમેંટ તરફથી વળતર મળ્યું છે. મારો પ્રશ્ન છે કે શું આ રકમ આવકવેરા હેઠળ કરપાત્ર થાય? અને આ રકમ ને ક્યાં હેડ નીચે આવક તરીકે દર્શાવવી જોઈએ. આ રકમ ને મૂડી નફો ગણવો જોઈએ કે ખેતી ની આવક?                                                                                                             પિયુષ લીંબાની, માંડવી કચ્છ

જવાબ: આ રકમ એ ખેતી ની આવક જ ગણાઈ તથા કરમુક્ત ખેતીની આવક તરીકે જ દર્શાવવાની રહે.

 

6.   મારા એક અસિલ સોપારી તથા તમાકુ ની ફેરી નો ધંધો કરે છે. તેને આ ધંધા માટે ટાટા એસ નું ચેસિસ ખરીદેલ છે. તે ચેસિસ ઉપર બોડી મોદીફાય કરાવ્યુ છે. ચેસિસ માટે ટાટા કંપની નું બિલ મળેલ છે જ્યારે બોડી કામ માટે લેબર નું જી.એસ.ટી. સાથે નું બિલ મળેલ છે. આ વાહન નો ઉપયોગ માલ ની ફેરી માં થતો હોય તો આ જી.એસ.ટી. ની મને ક્રેડિટ મારા અસીલ ને મળે?                    આશીષપૂરી ગૌસ્વામી, ગીર ગઢડા

જવાબ:હા, અમારા મત મુજબ આ વાહન એ કલમ 17(5) મુજબ ના અપવાદ માં પડે અને આની ક્રેડિટ કેપિટલ ગુડ્સ તરીકે મળે.

 

7.   અમારા એક અસીલ એ ચેરીટેબલ ટ્રસ્ટ છે. ટ્રસ્ટ ની માલિકી ની જગ્યા લગ્ન પ્રસંગે, સામાજિક કર્યો માટે ભાડે આપવામાં આવે છે. આ આવક ને સમાજ ના કામ માટે ઉપયોગ કરે છે. ટ્રસ્ટ જગ્યા, જમવાના વાસણો ગાદલાં, ખુરશી વી. નું સાયુક્ત ભાડું એક દિવસ નું અંદાજે 25000/- જેટલું થતું હોય છે. આ પ્રકારે ભાડાની આવક વાર્ષિક 22 લાખ જેટલી થતી હોય છે. તો શું આ ભાડા ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?      જો આ ભાડા ની આવક વાર્ષિક 18 લાખ જેટલી જ થાય તો જવાબદારી આવે?                                                   જીતેશ કાપડિયા, જેતપુર

જવાબ: હા, આપની ટ્રસ્ટ ની આવક જો થ્રેશ હોલ્ડ થી વધે તો જવાબદારી આવે. આપે, ટ્રસ્ટ ઇન્કમ ટેક્સ ની કલમ 12AA વિષે જણાવ્યુ નથી એટ્લે અમે ધારણા કરેલ છે કે ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 12AA હેઠળ રજીસ્ટરડ નથી.  

 

8.   જી.એસ.ટી. ટર્નઓવર ની લિમિટ ગણવા વેટ સમય નું ટર્નઓવર ગણવાનું રહે કે નહીં?                                      ડી. બી. ઠૂમમર

જવાબ: જી.એસ.ટી. નોંધણી નંબર મેળવાવવા તેમજ જી.એસ.ટી. ઓડિટ ની જોગવાઈ માટે વેટ સમય નું ટર્નઓવર સાથે ગણવાનું રહેશે.   

ખાસ નોંધ:

1.    જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

2.   અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

અંક 5: 22.04.2019

https://taxtoday.co.in/news/10029

અંક 6: 29.04.2019

https://taxtoday.co.in/news/10065

અંક 7: 06.05.2019

https://taxtoday.co.in/news/10103

અંક 8: 13.05.2019

https://taxtoday.co.in/news/10119

અંક 9: 20.05.2019

https://taxtoday.co.in/news/10148

અંક 10: 27.05.2019

https://taxtoday.co.in/news/10161

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108