સિનિયર સિટીજન ગ્રૂપ દ્વારા વસ્ત્ર દાન નો કાર્યક્રમ

Spread the love
Reading Time: < 1 minute

મકરસંક્રાંતિ એ ખુશીઑનો તહેવાર છે. જેમાં બધા ભેગા મળી ને પતંગ ચગાવે તથા ઊંધિયું ખાઈ ઊજવતાં હોય છે. મકરસંક્રાંતિ ને દાન નો પર્વ પણ કહેવાય છે. આ દિવસે લોકો જરૂરિયાત વાળા લોકો ને અન્ન , વસ્ત્ર વગેરે દાન કરે છે. આ દિવસે ઉના ના સિનિયર સીટીજન દ્વારા વસ્ત્ર દાન નું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દ્વારા તેઓ જરૂરિયાત વાળા લોકો ને વસ્ત્ર નું દાન કરશે. આ માટે સિનિયર સિટીજન ગ્રૂપ તમામ ને અપીલ કરે છે કે બાળકો , પુરુષો , મહિલા ઑના કોઈપણ વસ્ત્રો આપ દાન તરીકે આપી શકો છો. આ વસ્ત્રો જરૂરિયાત વાળા લોકો ને ગ્રૂપ દ્વારા પહોચડવા માં આવશે.વસ્ત્ર દાન કાર્યક્રમ ની વધુ વિગતો નીચે મુજબ છે.

તા :- 14-01-2019

સમય :- સવારે 9:00 થી સાંજના 5:00 ક્લાક સુધી

સ્થળ :- સિનિયર સિટીજન ગ્રૂપ  લખાભાઇ ના પેટ્રોલપંપની પાસે , લોહાણા બોર્ડિગની બાજુમાં , વેરાવળ રોડ, ઉના.

સંપર્ક  :- 9879542564 / 9427693183 / 9824880238 / 9408558936

ટેક્સ ટૂડે સિનિયર સિટીજન ગ્રૂપ ના આ સામાજિક કાર્ય ને બિરદવે છે તથા સમાજ ને આ વસ્ત્રદાન કાર્યક્રમ માં સહભાગી બનવા અપીલ કરે છે.

error: Content is protected !!