સેવા કરદાતાઑ માટે ની કમ્પોજિશન યોજના: 30 એપ્રિલ પહેલા અરજી કરવી જરૂરી…

Spread the love
Reading Time: 2 minutes

ઉના, તા: 06.04.2019 જે જી.એસ.ટી. ના પ્રિન્સિપાલ કમિશ્નર દ્વારા પરિપત્ર નું 97/16/2019-GST બહાર પાડી જાહેર કરેલ છે કે 50 લાખ સુધી નું વેચાણ કે સેવા પૂરી પડતાં નાના કરદાતાઓ માટે જે કમ્પોજીશન જેવી જોગવાઈ લાવવા માં આવેલ છે તે માટે ની અરજી 30 એપ્રિલ 2019 સુધીમાં કરી આપવાની રહેશે. નવો નોંધણી દાખલો મેળવતા કરદાતા એ નોંધણી ની અરજી માંજ આ યોજના સ્વીકારવા અંગે ની જાણ કરી આપવાની રહેશે. આ યોજના હેઠળ ની અરજી CMP-02 માં અથવા REG-01 માં (નવા નોંધણી નંબર માટે) રહેલા ઓપ્શન “Any other supplier eligible for composition levy” પસંદ કરવા નો રહેશે. આ લેખ માં જોઈએ આ યોજના અંગે ની મુખ્ય બાબતો:

 

 1. 01 એપ્રિલ થી શરૂ થતાં વર્ષ માટે પ્રથમ 50 લાખ સુધી ના માલ તથા સેવા માટે આ દર લાગુ પડશે.

 

 1. પાછલા વર્ષ માં 50 લાખ થી ઓછું ટર્નઓવર હોય તેવા કરદાતા ને આ યોજના લાગુ પડશે.

 

 1. કલમ 10 હેઠળ કમ્પોજીશન માં જઈ ના શકે તેવા કિસ્સાઓ માટે જ આ યોજના લાગુ પડશે.

 

 1. જી.એસ.ટી લાગુ ના હોય તેવી સપ્લાય (દારૂ, પેટ્રોલ વી.) કરતાં વ્યક્તિઓ ને આ યોજના લાગુ પડશે નહીં.

 

 1. આંતર રાજ્ય સપ્લાય કરતાં વ્યક્તિઓ ને પણ આ યોજના લાગુ પડશે નહીં.

 

 1. કેસ્યુલ ટેકસેબલ પર્સન તથા નોન રેસિડ્ંટ વ્યક્તિ ને આ યોજના લાગુ પડશે નહી.

 

 1. ફ્લિપકાર્ટ, એમેજોન વી. જેવી ઓનલાઈન સાઇટ વડે સપ્લાય કરતાં વ્યક્તિ ને આ યોજના લાગુ પડશે નહીં.
 2. આઈસક્રીમ, ખાધ્ય બરફ, પાન મસાલા, તમાકુ ની સપ્લાય માં સલગ્ન વ્યક્તિ ને પાન આ યોજના નો લાભ મળી શકે નહીં.

 

 1. આ યોજના માટે ટર્નઓવર ની ગણતરી PAN મુજબ સમગ્ર ભારત ના ટર્નઓવર લેખે થશે.

 

 1. આ યોજના નો લાભ લેતા કરદાતા ખરીદનાર પાસે થી કોઈ વેરો ઉઘરાવી શકશે નહીં.

 

 1. આ યોજના નો લાભ લેતા કરદાતા એ બિલ ઓફ સપ્લાય આપવાનું રહેશે.

 

 1. આ યોજના નો લાભ લેતા કરદાતા પોતાના દ્વારા આપવામાં આવતા બિલ ઓફ સપ્લાય માં “ Taxable person paying tax in terms of notification no 2/2019-Central Tax (Rate) Dated 07.03.2019, not eligible to collect tax on supplies” એવું ચોક્કસ લખવાનું રહેશે.

 

 1. આ યોજના નો લાભ લેતા કરદાતા એ કુલ 6%, (3% CGST+ 3%SGST)જી.એસ.ટી. ભરવાનો રહે છે.

 

 1. ઉપરોક્ત 6% ના વેરા ઉપરાંત, કલમ 9(3) તથા 9(4) હેઠળ નો RCM ભરવા જવાબદાર રહેશે. (કલમ 9(4) નો RCM09.2019 સુધી મુલતવી રાખવામા આવ્યો છે.)

 

 1. 50 લાખ ના ટર્નઓવર ની ગણતરી કરવા માટે નવા નોંધણી દાખલો મેળવતા કરદાતા માટે પણ ટર્નઓવર 01 એપ્રિલ થી ગણવાનું રહેશે. વેરો ભરવાની જવાબદારી કરદાતા ની જવાબદારી તારીખ થી જ આવશે.

 

 1. આ યોજના માં ટર્નઓવર ની ગણતરી કરવા માટે, ડિપોસિત પર નું વ્યાજ, લોન તથા એડ્વાન્સ નું વ્યાજ ધ્યાને લેવામાં આવશે નહીં.

 

વાચકમિત્રો, મોટાભાગે આ યોજના નો લાભ કોઈ નહીં લઈ શકે તેવું મોટા પ્રમાણ માં “ટેક્સ ફ્રેટરનિટી” માંને છે. હા, ચોક્કસ આ યોજના માટે ના નિયમ થોડા જડ લેખાઈ પણ મારા અંગત મત મુજબ નાના વર્ક કોંટ્રકટર માટે આ યોજના ખૂબ ઉપયોગી થઈ શકે. ગમે તેટલું ઓછું ટર્નઓવર હોય તો પણ સરકારી કોન્ટ્રાક્ટ લેવા માટે તેઓએ જી.એસ.ટી. નંબર ચાલુ રાખવો પડે. ટેન્ડર માં તેઓ જે રકમ ભારે છે તે તમામ ટેક્સ સાથે ની હોય અલગ થી વેરો ઉઘરાવવા નો પ્રશ્ન નથી. દીવ માં આ પ્રકારે ઘણા વર્ક કોન્ટ્રાકટર મારા અસીલ છે. હું માનું છું કે આ યોજના નાના કરદાતા માટે જરૂર ઉપયોગી થશે. આ અંગે આપના કોઈ પ્રશ્નો કે અભિપ્રાય, taxtodayuna@gmail.com પર મોકલી શકશો.

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!