સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા જી.એસ.ટી. પોર્ટલમાં રહેલ ટેકનિકલ ગ્લિચીસ બાબતે ગુજરાત ના મુખ્ય મંત્રી ને રજૂઆત
તા:26.02.2020: સોમનાથ મત વિસ્તાર ના યુવાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ જી.એસ.ટી. પોર્ટલમાં રહેલ ટેકનિકલ ગ્લિચીસ ત્વરિત દૂર કરવા યોગ્ય પ્રયાસો કરવા રજૂઆત કરવામાં આવેલ છે. 12 ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાં જોઇન્ટ એક્શન કમિટીના નેજા હેઠળ ગુજરાતના તમામ સાંસદ તથા ધારાસભ્યોને જી.એસ.ટી. પોર્ટલમાં રહેલ ટેકનિકલ ગ્લિચીસ બાબતે આવેદન આપવામાં આવેલ હતું. ગિર સોમનાથ ટેક્સ બાર એશો દ્વારા વિમલભાઈ ચુડાસમાને આ આવેદન આપવામાં આવેલ હતું. આ આવેદન નું સજ્ઞાન લઈ સોમનાથના ધારાસભ્ય દ્વારા પત્ર દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનમાં ટેકનિકલ ખામીઓ દૂર ત્વરિત દૂર કરવા બાબતે, લેઇટ ફી કરદાતાઓને પરત કરવા બાબતે, વાર્ષિક રિટર્ન માટેની મુદત વધારા બાબતે, જી.એસ.ટી. રિટર્ન રીવાઝ કરવાની સગવડ આપવા અંગે, જી.એસ.ટી. પોર્ટલ ની સર્વર કેપેસિટી વધારવા બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે.
હાલ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે. વિમલભાઈ ચુડાસમાની જેમ અન્ય ધારાસભ્યો પણ આ અંગે યોગ્ય રજૂઆતો કરે અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ને ગુડ એન્ડ સર્વિસ ટેક્સ બનાવવા પ્રયાસો કરે તેવી માંગણી કરદાતાઓ તથા કર વ્યવસાયીઓમાં ઉઠવા પામી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે