સ્થાવર મિલકત ના કેસ માં ૨૦,૦૦૦/- અથવા તેથી ઉપર ના રોકડ વ્યવહાર કરવાં પર સાવધાન !!!

Spread the love
Reading Time: 3 minutes

By પ્રશાંત દેશાવલ, એડવોકેટ

                કાળા નાણાં ને નિયંત્રીત માં રાખવાં માટે ઇનકમ ટેક્ષ એક્ટ, ૧૯૬૧ ની કલમ 269SS માં ૧ જૂન, ૨૦૧૫ થી CBDT દ્વારા થોડા સુધારા કરવામાં આવ્યા છે, જેના મુજબ સ્થાયી મિલકત ના રોકડ વ્યવહાર ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે.

                સેંટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્ષ (CBDT) ના કાયદા મુજબ ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS મુજબ ૧ જૂન,૨૦૧૫ થી સ્થાયી મિલકત ના રોકડ વ્યવહાર ની મર્યાદા ૨૦,૦૦૦/- સુધી કરવામાં આવેલ છે. ૧ જૂન, ૨૦૧૫ થી કોઈ પણ જમીન જાગીર જેમાં કૃષિ વિષયક જમીન નો પણ સમાવેશ થાય છે, તેવાં કેસ માં જો વ્યવહાર ૨૦,૦૦૦/- અથવા તેનાથી ઉપર નો હોય તો તેમા વ્યવહાર “ACCOUNT PAYEE CHEQUE” થી અથવા “RTGS” અથવા “ELECTRONIC FUND TRANSFER” થી કરવા જોઈએ.

                સ્થાવર મિલકત ના કેસ માં કોઈપણ વ્યક્તિ ૨૦,૦૦૦/- અથવા તેની ઉપર રોકડ રકમ સ્વીકારે અથવા એડવાન્સ રકમ સ્વીકારે તો તેવાં સંજોગોમાં ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 271D મુજબ તેટલી જ રકમ નો દંડ તે વ્યાપારી એ ભરવાનો રહેશે.

                આવા કેસ માં ઇનકમ ટેક્ષ ડિપાર્ટમેંટ ના આકારણી અધિકારી વેચાણકર્તાને નોટિસ મોકલશે. વેચાણકર્તા ને તેટલી જ રકમ નો દંડ ભરવાનું તે નોટિસ દ્વારા પાઠવવામાં આવશે.

                કલમ 269SS આગળ સૂચવે છે કે, ઇનકમ ટેક્ષ એક્ટ ની કલમ 269SS નીચેનાં કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા ને લાગું નહીં પડે,

(અ) સરકાર

(બ) કોઈ પણ બૅન્કિંગ કંપની, પોસ્ટ ઓફિસ સેવિંગ બૅન્ક અથવા કો-ઓપરેટીવ બૅન્ક

(ક) કોઈ પણ સંસ્થા જે કેન્દ્રિય સરકાર અથવા રાજ્ય સરકાર ની બાંયધારી માં આવતી હોય

(ડ) કોઈ પણ સરકારી કંપની જે કંપનીસ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૨ ની પેટા કલમ ૪૫ ની                વ્યાખ્યા માં જણાવેલ હોય તે, જેમ કે કોઈ પણ કંપની જેમાં પેઇડ અપ શેર કેપિટલ નો   ૫૧% અથવા તેથી વધારે હિસ્સો કેન્દ્ર સરકાર નો અથવા તો કોઈ પણ રાજ્ય સરકાર નો    અથવા તો કેન્દ્ર સરકાર અને એક થી વધારે રાજ્ય સરકાર નો સંયુક્ત પણે હિસ્સો હોય અને એ કંપની નો સમાવેશ થતો હોય જે એજ સરકરી કંપની ની સહાયક કંપની હોય.

(ઇ) કોઈ પણ બીજી સંસ્થા, સંગઠન જે કેન્દ્રિય સરકાર દ્વારા ઓફિસિયલ ગેજેટ માં સૂચવેલ હોય.

 

                ઇનકમ ટેક્ષ એક્ટ ની કલમ 269SS આગળ સૂચવે છે કે, આ કલમ એવા વ્યક્તિઓ ને પણ લાગું નહીં પડે જે બે વ્યક્તિ વચ્ચે સ્થાવર મિલકત ના વ્યવહાર માં ૨૦,૦૦૦/-  અથવા તેનાથી વધારે ના રોકડ વ્યવહાર થયાં હોય, જે બન્ને વ્યક્તિઓ ની આવક માત્ર કૃષિ વ્યવસાય ની હોય અને બન્ને વ્યક્તિઓ ની બીજી કોઈપણ આવક ઇનકમ ટેક્ષ માં ભરવાં પાત્ર ન હોય, એવા વ્યક્તિઓ ને ઇનકમ ટેક્ષ ની કલમ 269SS લાગું પડતી નથી.

કલમ 269SS ને વધુ સમજવા માટે નીચે થોડા FAQ’S આપેલા છે:

(1)       કેટલીક રોકડ રકમ આપણે સ્થાવર મિલકત ના કેસ માં સ્વીકારી સકીએ ?

ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS મુજબ આપણે સ્થાવર મિલકત ના કેસ માં રોકડ માં ૨૦,૦૦૦/- સુધી સ્વીકારી શકાશે. એમાં પણ ધ્યાન રાખવું કે જે રોકડ રકમ આપણે સ્વીકારીએ એ રકમ માં જો આપણે લોન લીધી હોય તો તેનું વ્યાજ પણ સામેલ હોવું જોઈએ. એટ્લે કે તે રકમ માં લોન અને વ્યાજ બન્ને સામેલ હોવું જોઈએ.

 

(2)       શું થશે, જો આપણે સ્થાવર મિલકત ના કેસ માં ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS નું ઉલ્લંઘન કરે તો?

જો આપણે જે સ્થાવર મિલકત ના કેસ માં ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS નું ઉલ્લંઘન કરે તો તેને ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 271D મુજબ તેટલી જ રકમ નું દંડ ભરવા પાત્ર રહેશે.

 

(3)       શું એવા વ્યક્તિ ને પણ કલમ 269SS લાગુ પડશે જે બીજા વતી તેના એજેંટ તરીકે કામ કરતો હોય અને તેને બીજા વતી ૨૦,૦૦૦/- અથવા તેથી વધુ ની રોકડ રકમ સ્વીકારી હોય?

ના, જો એ વ્યક્તિ બીજા વતી તેના એજેંટ તરીકે કામ કરતો હોય અને તેને બીજા વતી ૨૦,૦૦૦/- અથવા તેથી વધુ ની રોકડ રકમ સ્વીકારી હોય તો તેવાં વ્યક્તિ ને ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS ની કલમ લાગૂ નહીં પડે.

 

(4)       શું થશે જો એક વ્યક્તિ એ બીજા બે-ત્રણ વ્યક્તિ પાસે થી ૧૫,૦૦૦/- દરેક  વ્યક્તિ પાસે થી લીધા હોય તો?

તેવી પરિસ્થિતી માં ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS નું ઉલ્લંઘન નથી થતું.

 

(5)       શું એક વ્યક્તિ સ્થાવર મિલકત ના કેસ માં રોકડ સ્વીકારી શકે? જો એ રકમ ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS નું ઉલ્લંઘન કરતી હોય, તેવી રકમ “ELECTRONIC FUND TRANSFER”,BEARER CHEQUE” અથવા “SELF CHEQUE” થી “ACCOUNT PAYEE” કર્યા વગર સ્વીકારી શકે?

ના, ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS મુજબ જો વ્યવહાર ૨૦,૦૦૦/- અથવા તેનાથી ઉપર નો હોય તો તેમા રકમ “ACCOUNT PAYEE CHEQUE” થી અથવા “RTGS” અથવા “ELECTRONIC FUND TRANSFER” થી સ્વીકરવી જોઈએ.

 

(6)       જો એક વ્યક્તિ એ ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 269SS નું ઉલ્લંઘન કર્યું હોય તો શું તે વ્યક્તિ ઇનકમ ટેક્ષ એક્ટ ની કલમ 271D ના દંડ થી બચી શકે?

ઇનકમ ટેક્ષ એક્ટ,૧૯૬૧ ની કલમ 273B મુજબ જો એ વ્યક્તિ વ્યાજબી કારણ આપવા માં સફળ થાય કે તેણે કલમ 269SS નું ઉલ્લંઘન શાં માટે કર્યું છે તો તે વ્યક્તિ ઇનકમ ટેક્ષ ની કલમ 271D ના દંડ થી બચી શકે છે.

error: Content is protected !!
18108