સ્થાવર મિલકત ના નોંધાયેલા દસ્તાવેજો ને PDF ફોર્મેટ માં સ્કૅન કરવા તમામ સબરજીસ્ટ્રાર ને સૂચના:

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 20.12.2018: ગુજરાત રાજ્ય ના નોંધણી સર નિરીક્ષક દ્વારા તમામ સબ રજીસ્ટ્રાર ને ઉદેશી ને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે હાલ માં નોંધણી થતાં તમામ દસ્તાવેજ જે  TIFF (Tagged Image File Format) ફોર્મેટમાં સ્કૅન કરવામાં આવે છે તેને સ્થાને હવે PDF(Portable Document Format.) ફોર્મેટ માં જો દસ્તાવેજો સ્કૅન કરી અને રોજ સેંટ્રલ સર્વર ખાતે અપલોડ કરવામાં આવે. સરકાર ના EASE OF DOING BUSINESS અંતર્ગત આગામી સમય માં નોંધાયેલ દસ્તાવેજ ની સ્કૅન કોપી જાહેર જનતાને ઓનલાઇન ઉપલબ્ધ કરવા અંગે નું આયોજન હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. PDF દરેક કમ્પ્યુટર તથા મોબાઇલ માં સહેલાઈ થી જોઈ શકાઈ છે. 1 જાન્યુઆરી 2019 થી સ્થાવર મિલકત નોંધણી ના તમામ સાહિત્યો PDF ફોર્મેટ માં સ્કૅન કરવાની ચુસ્ત સૂચના આપવામાં આવ્યા ના અહેવાલ છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!