“હેલ્થ વર્કર્સ” ઉપર નો હુમલા માટેના સત્વરે ચાલશે કેસ થશે સખ્ત સજા…. કાયદા માં સુધારા માટે કેન્દ્રિય કેબિનેટની આજે મંજૂરી
તા. 22.04.2020: COVID-19 ની આ પરિસ્થિતી માં “કોરોના વોરિયર્સ” ઉપર થતા હુમલા અંગેના સમાચારો અવાર નવાર મળી રહ્યા છે. આ બાબતે સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઇંડિયન મેડિકલ એશોશીએશન દ્વારા આ અંગે પ્રદર્શન કરવા અંગે ચીમકી આપવામાં આવી હતી. આજે ઇંડિયન મેડિકલ એશોશીએશનના હોદેદારો દ્વારા ગૃહ મંત્રી અમિત શાહ તથા સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી. આ મુલાકાતો બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે આ પ્રદર્શન હાલ મોકૂફ રાખવામા આવેલ છે.
આજે કેન્દ્રિય કેબિનેટ દ્વારા “હેલ્થ વર્કર્સ” ઉપર થયેલા હુમલા માટે તથા અન્ય ગુનાહ માટે “એપેડેમીક ડીસીસ એક્ટ 1897” માં સુધારા ને મંજૂરી આપી છે. હવે આ કાયદા હેઠળ સરકારી તંત્રએ કાર્યવાહી ઝડપથી કરવાની રહેશે તથા આ ગુનાહ માં વધુ કડક સજા કરવામાં આવશે. આ સુધારા પ્રમાણે હવે પોલીસ દ્વારા 30 દિવસ ની અંદર આવા કેસોની તપાસ પુર્ણ કરી આપવાની રહેશે. કોર્ટ દ્વારા આ કેસ ની સુનાવણી 1 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. હવે આ સુધારા બાદ સજામાં પણ વધારો કરી હવે ગુનો સાબિત થાતા સજા 3 મહિના થી 5 વર્ષ સુધી આ કાયદા હેઠળ થઈ શકે છે. આ કાયદા હેઠળ હવે 50000 થી 2 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. જો કોઈ “હેલ્થ વર્કર” ને ગંભીર પ્રકારની ઇજા થઈ હશે તો ગુનેગારને 7 વર્ષ સુધી ની થઈ શકે છે. આ ગંભીર પરિસ્થ્તિ માં કેન્દ્રિય કેબિનેટ દ્વારા સમયોચિત સુધારો કરવામાં આવ્યો છે. આશા રાખીએ કે આ અંગે નો અધ્યાદેશ રાષ્ટ્રપતિ ની મંજૂરી બાદ તુરંત બહાર પાડવામાં આવશે અને આ સુધારા લાગુ કરવામાં આવશે. આ પ્રકાર ના “કોરોના વોરિયર્સ” ઉપરના હુમલા ના બનાવો ઓછા થશે તેવું માનવમાં આવી રહ્યું છે. આ ગુના ને “કોગનીજીબલ” તથા “નોન બેલેબલ” બનાવવા માં આવ્યા છે. આમ, આ ગુના માટે જામીન મેળવવા ખૂબ મુશ્કેલ પડશે. હવે હેલ્થ વર્કર સાથે ગેર વર્તન કરતાં ચેતજો!!! ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે