૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ દ્વારા આયોજિત વર્ચ્યુલ “નેશનલ ટેક્સ કોન્ફરન્સ”

Spread the love
Reading Time: < 1 minute

સેન્ટરલ ગુજરાત ચૅમ્બર ઓફ ટેક્સ કન્સલટંટસ (CGCTC), GST પ્રેકટિશનર્સ એસો. મહારાષ્ટ્ર (GSTPM) તથા વેસ્ટર્ન મહારાષ્ટ્ર ટેક્સ પ્રેકટીશનર્સ એસો.(WPTMA) પણ છે સહ આયોજક

તા. ૧૦.૦૯.૨૦૨૦: તારીખ ૧૨ તથા ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન (AIFTP-WZ) તથા અન્ય 3 મોટા એસોશીએશન દ્વારા સાયુક્ત રીતે “નેશનલ ટેક્સ કોન્ફરન્સ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDTના ચેરમેન શ્રી પી. સી. મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ના ઉચ્ચ અધિકારી  ડો. પુશપીન્દર પુનિયા, CBDTના અધિકારી કમલેશ વર્ષનેય, ઇન્ટરનેશનલ ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ તથા  સિનિયર એડવોકેટ ગણેશ પુરોહિત વચ્ચે “ફેઇસલેસ એસેમેંટ” ના વિષય ઉપર “પેનલ ડિસકશન” રાખવામા આવશે. આ ડિસ્કશનના મૉડરેટર તરીકે જુનાગઢના એડવોકેટ સમીર જાની સેવા આપશે. આ ઉપરાંત જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સના વિવિધ વિષયો ઉપર દેશભરમાંના વિષય નિષ્ણાંતો ડેલિગેટ્સને માર્ગદર્શન આપશે. આ વર્ચ્યુલ “નેશનલ ટેક્સ કોન્ફરન્સ” માં હાલ સુધી અંદાજે 1400 જેટલા સભ્યો નોંધણી કરાવી ચૂક્યા છે. વધુમાં વધુ એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ટેક્સ પ્રોફેશનલ્સ આ કોન્ફરન્સમાં ભાગ લઈ જ્ઞાનવર્ધન કરે તે હેતુથી આ કોન્ફરન્સ માટે કોઈ શુલ્ક રાખવામા આવ્યો નથી.  AIFTP-WZ ના ચેરમેન ભાષકર પટેલ દ્વારા ગુજરાતમાંથી વધુમાં વધુ સભ્યો આ કોન્ફરન્સ માટે નોંધણી કરાવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. આ કોન્ફરન્સની નોંધણી નીચેની ની લિન્ક નીચે આપેલ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે. 

PLEASE FIND ENCLOSED LINK TO GET REGISTERED FOR 2 DAY VIRTUAL NATIONAL TAX CONFERENCE, NTC 2020.

Day & Date: Saturday & Sunday, 12th & 13th September ‘2020 10:00 AM India

Register in advance for this meeting:

https://us02web.zoom.us/meeting/register/tZAodu2orDgiGNNaAM2hDIfuYPFtZmhvYpfh

After registering, you will receive a confirmation email containing information about joining the meeting.

આ અંગેની વધુ માહિતી માટે આ બ્રૌસર જોવા વિનંતી: E Brochure FINAL 31st Aug

error: Content is protected !!