અમરેલી સુવર્ણકાર સંઘ દ્વારા સોના માં કસ્ટમ ડ્યૂટી વધારા સામે વિરોધ
શ્રીમતી નિર્મલા સીતારમન દ્રારા વડાપ્રધાન શ્રી નરેન્દ્વભાઈ મૉદી ના નેતુત્વમા મહિલા ફાઇનાન્સ મિનીસ્ટર તરીકે પૂર્ણ અને વિકાસલક્ષી બજેટ કરવા બદલ અમો ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.
સાથો સાથ તેવો દ્રારા રજુ કરાયેલ બજેટ ની સોના ઉપર ની કસ્ટમ ડ્યૂટી માં કરાયેલ વધારા ના પ્રસ્તાવ ને એક નાગરીક તરીકે, સોના ચાંદીના વેપારી તરીકે તેમજ અમરેલી સુવર્ણકાર સંધ ના પ્રમુખ રૂપે વિરોધ કરું છું. સોનાંની આયાત ઉપર કસ્ટ્મ ડ્યૂટી ૧૦% માંથી વધારી ૧૨.પ % કરવામા આવેલ છે. આ વધારો ૨૫% નો વધારો ગણાઈ. સમ્રગ દેશ ના સોન ચાંદીના મંડળો દ્રારા કસ્ટમ ડ્યૂટી મા ૨૫% થી ૪૦% સુધી ઘટાડો કરવા અંગે ની વ્યજબી અને અર્થ તંત્ર ને ફાયદા રૂપ માંગણી હતી. આ વધારો તેનાથી તદન વિરુદ્ધ દિશામા હોઇ સરકારે આ બાબતે ફેર વિચારણા કરવી જરૂરી છે તેવુ મારૂ દ્રઢ મંતવ્ય છે.
સોનુ એ કોઇ ઉધ્યોગીકીય ધાતુ કે ડેડ ઇન્વેસ્ટમેન્ટ નથી. વિશ્વના દરેક દેશ ની સેન્ટ્રલ બેંક તેમજ દરેક દેશ ની જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ક્ષેત્રની બેંકો પોતાની તરલતા જળવાય રહે તેમજ આર્થીક વળતર પણ મળી રહે તેમ સોનામા સલામત રોકાણ ને અગ્રીમતા આપે છે. ત્યારે સોનાને એક મોજસોખ ની વસ્તુ ન જોતા ભારત ના નાગરિક ની સામાજિક જરૂરિયાત તરીકે જોવું જરૂરી છે. એક સામાન્ય નાગરીક ને ચૂટણી સમયે કોઠાચુક ધરાવ્તો નાગરીક ગંણીએ છીએ તેવીજ રીતે દેશ ના લોકો દ્રારા થતી સોના ચાંદીની ખરીદી પરંપરાગત સાંસ્ક્રુતીક – ધાર્મીક રીતરીવાજો મુજબ અને આર્થીક સલામતી ના ભાગ રૂપે કરવામાં આવતી હોય છે. આમ, આ નાગરિક ની આ ખરીદી ને પણ કોઠા સૂજ વાળી ખરીદી ગણી, સોના ચાંદી ની ખરીદી માં પ્રોત્સાહન આપતી નીતિ ઘાડવી જરૂરી છે.
એ બાબત નિર્વિવાદ બાબત છે કે ઉચા કરવેરા કરચોરી ને અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપે છે. અર્થશાસ્ત્ર ના આ સિધ્ધ થયેલ સિધ્ધાંતને અનુલક્ષીને પણ આ કસ્ટમ વધારો પાછો ખેચવો જોઇએ.
વિશેષમા જણાવવાનુ કે સરકાનુ કસ્ટમ ડ્યુટી માં વધારાનુ પગલુ ત્યારેજ સાર્થક થશે જો ટુક સમય મા કે સાથો સાથ જવેલરી ઉધોગનું GST નો દર ૩% છે તે ૧% નો કરવામા આવે. આમ કરવાથી જવેલરી ઉધોગ માટે ફાયદા કારક રહેશે ને GST નો દર ઘટાડવાથી કર ચોરી નુ પ્રમણ મા ખુબજ ઘટાડો થશે. અને સરકાર ને તેનાથી ફાયદો થશે અને રેવન્યુમા વધારે થશે. અન્યથા એક તરફી કસ્ટમ ડ્યૂટી મા વધારો કરતા કરચોરી તેમજ “સ્મગલીંગ” પ્રવુતી તેમજ ભ્રષ્ટાચાર ને વેગ મળશે જે દેશને ખુબજ નુકશાન કરતા સબીત થશે અને ઉધોગ મૃત:પાય થશે જેનાથી બેરોજગારીમાં વધારો થશે.
આ ઉપરાંત ડીજીટલ વ્યવહારો નુ પ્રમાણ વધે તે માટે રોકડ વ્યવહારો ઉપર ઘાણા બધા નિયત્રણો હાલમા ઇન્કમટેકક્ષ તેમજ GST ના કાયદા હેઠળ છે. આ નિયંત્રણો વધુ પડતા તેમજ વેપાર –ઉધોગ ને રૂંધનાર અને બેરોજગારી ઉત્પન કરનાર હોય તેમા છુટછાટ આપવા માટેની જરૂરીઆતો અંગે ની રજૂઆત જુદા જુદા વેપારી સંગઠનો દ્રારા કરવામા આવેલ તે પણ આ બજેટ માં ધ્યાનમા લેવામાં આવ્યા નથી. વિશેષમા બેંકમા રોકડ ભરવા તેમજ ઉપાડવા પર સેવિંગ અને કરંટ ખાતામા ભરેખમ દર ૧૦૦૦/- રૂ।. એ ૩ રૂ।. બેંક ચાર્જીસ અને ૧૮% GST લાગતા હોય તે દુર કરવાની ચેમ્બરો દ્રારા રજુઆત ને લક્ષમા લીધેલ નથી તે અંગે પણ ખેદ છે. આ ઉપરાંત એક કરોડમા વાર્ષિક કેશવિથડ્રોલ પર ૨% TDS ની જોગવાય મુકત વેપાર – ઉધોગને અવરોધ રૂપ છે તેવું અમો માનીએ છીએ. અગાઉના વર્ષમા પણ આવી TCS ની જોગવાય દાખલ કરેલ હતી જેને ખરાબ અનુભવ ને અંતે તેમજ વિવિધ પક્ષૉની રજૂઆત તેમજ અર્થતંત્ર ને વાસ્તવીક રૂપે અવરોધ જણાતા દુર કરેલ હોય, હાલની ૨% TCS ની જોગવાય પણ સુવર્ણકારો માટે પાછી ખેચવી જોઇએ તેવી ખાસ રજૂઆત છે. રોકડ વ્યવહાર ના ઉપાડ પર દર ૧૦૦૦ રૂ।. ૩ રૂ। બેંક ચાર્જીસ અને ૧૮% નો GST નો દર પાછો ખેચવા બેન્કો ઉપર સરકાર દ્વારા દબાણ થવું પણ જરૂરી છે. એ.પી.એમ.સી દ્વારા ખેડુત ને પેમેન્ટમા રોકડ્ની કોઇ મર્યાદા કાયદા હેઠળ ન હોઇ, આ સિવાય અન્ય વેપાર ધંધા મા પણ આ જ પ્રકાર ની છુટ આપવામાં આવેલ હોય, મુકત વેપાર ધંધા હિતમા અને સરકારી રેવન્યુ પ્રમાણીક કરદાતા દ્વારા વધે તેવા હેતુસર આ પ્રકાર ની સોના ચાંદી માં પણ આપવી ખુબ જ અનિવાર્ય છે. આજ રીતે 10000/- ઉપરના વેપારી દ્રારા ખર્ચ કે માલની ખરીદી ના પેમેન્ટ બેંક મારફરત ફરજીયાત કરવાના નિયમમા પણ રકમ ની મર્યાદા વધારવાની જરૂર છે.
આ ઉપરાંત અગાઉના વર્ષ મા દાખેલ કરેલ ૨,૦૦,૦૦૦ રૂ।. ઉપરની ગ્રાહક ની રોકડ ખરીદી ને વેપારી દ્રારા રોકડ વેચાણ તરીકે લેવાતા જે દંડનિય જોગવાય દાખલ કરેલ છે તે ઘણીજ વેપારી સમાજ ને અન્યાયકર્તા અને કાયદેસર ના વેપાર ને રૂંધતી જોગવાય હોય આ બજેટ્મા તેને દુર કરવાની કોઇ જાહેરાત ના હોય વેપારી સમાજ આ અંગે પણ નરાજ છે. કાયદા દ્રારા પેનલ્ટી સ્વરૂપે ડીઝીટલ ઇકોનોમી કરવા ના પ્રયત્નો માં પ્રમાણ્રીક કરદાતામા અવિશ્વાસ નુ વાતાવરણ ઉત્પન્ન થાય છે. અને અપ્રમાણીત કરદાતા ઓ તેનો ગેર લાભ ઉઠાવી કરચોરી કરે છે. માટે તબકકા વાર શૈક્ષણિક પ્રચાર થી અને લોકજાગુતિથી લોકશાહી અનુરૂપ સ્વેચ્છાએ અર્થત્રંત તબક્કાવાર જરૂરી ડીઝીટાઇઝેશન થાય તે આવકાર દાયક ગણાશે. આ ઉપરાંત બેંકીંગ ક્ષેત્રમા સમગ્ર દેશમા જરૂરી “ટેકનીકલ નો હાઉ” તેમજ વેપાર ધંધા ક્ષેત્રે પણ જરૂરી “ટેકનીકલ નો હાઉ” ઉપલબ્ધ ન હોય ડીઝીટાઇઝેશન રતોરાત કરવાની સમસ્યા સમાધાન ની બદલે નવી સમસ્યાઓ સર્જી રહી હોય તેવું પ્રતીત થાય છે.
આમ, એક સુવર્ણકાર આગેવાન તરીકે મારી સરકાર ને ખાસ અરજ છે કે બજેટ માં પ્રસ્તાવિત કસ્ટમ ડ્યૂટી નો વધારો પાછો ખેચવામાં આવે. આ ઉપરાંત સોનું એ સામાજિક જરૂરિયાત હોય તેના ઉપર લાદવામાં આવેલ રોકડ વ્યવહાર ની મર્યાદાઓ પણ દૂર કરવામાં આવે. આ ઉપરાંત બેંકિંગ વ્યવસ્થા માં બેન્ક ચાર્જિસ ઘટાડવા ખૂબ જરૂરી છે આ અંગે પણ બેન્કો ને સરકાર દ્વારા દબાણ કરવું જરૂરી છે. આશા રાખીએ કે સરકાર ના સાચા આવક્દાતા એવા વેપારીઓ ની વાચા ને સરકાર દ્વારા ન્યાય આપવામાં આવશે.
અમરેલી સુવર્ણકાર સંઘ, ટાવર પાસે, અમરેલી