આણંદ ખાતે યોજાયો જ્ઞાનોદય પાઠશાળા નો એજ્યુકેશન પ્રોગ્રામ: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. તથા આણંદ વેટ (સેલ્સ ટેક્સ) બાર એશો. ના સાયુક્ત ઉપક્રમે થયું આયોજન::
તા. 24.02.2020, આણંદ: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન તથા આણંદ વેટ (સેલ્સ ટેક્સ) બાર એશોશીએશન ના સંયુક્ત ઉપક્રમે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ, આણંદ ખાતે જ્ઞાનોદય પાઠશાળા નું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં અમદાવાદ ના જાણીતા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા દ્વારા 01 એપ્રિલ થી લાગુ થતાં ન્યુ જી.એસ.ટી. રિટર્ન વિષે ડેલિગેટ્સ ને માહિતી આપી હતી. ગુજરાત હાઇ કોર્ટ માં પ્રેક્ટિસ કરતાં નામાંકિત એડવોકેટ ઉચિત શેઠ દ્વારા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તથા રિવર્સ ચાર્જ મિકેનીઝમ વિષે માહિતી પૂરી પડવામાં આવી હતી. આ બંને ઉપરાંત યુવાન CA દેવેમ શેઠ તથા અભય શર્મા દ્વારા “બ્રેઇન ટ્રસ્ટ” ના ટ્રસ્ટી તરીકે સેવા આપી, ડેલિગેટ્સ ને જી.એસ.ટી. કાયદા હેઠળ મુંજવતા પ્રશ્નો નું સમાધાન કર્યું હતું. ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. ના એજ્યુકેશન પ્રોગ્રામ કમિટી ના કન્વેનર દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. બન્ને સંસ્થા ના પ્રમુખ ઉર્વીશ પટેલ તથા પરાગ દવે દ્વારા તમામ સ્પીકરો તથા ડેલિગેટ્સ નો આભાર માનવમાં આવ્યો હતો. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.