ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તથા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ગુજરાત દ્વારા “ફેઇસલેસ એસેસમેંટ” ની સમજણ આપવા યોજાયો વેબીનાર
ઇન્કમ ટેક્સ પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર છવિ અનુપમ તથા PIBના A D G ડૉ. ધીરજ કાકડિયા રહ્યા ખાસ હાજર:
તા. 29.08.2020: પ્રધાનમંત્રી મોદીજી દ્વારા 13 ઓગસ્ટના રોજ ઇન્કમ ટેક્સની આકારણીની પદ્ધતિમાં આમૂલ પરીવર્તન લાવવા “ફેઇસલેસ એસેસમેન્ટ” પદ્ધતિને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. આ નવી પદ્ધતિનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના રિજિનલ આઉટરિચ બ્યૂરો તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સાયુક્ત પણે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર છવિ અનુપમ ખાસ ઉપસ્થ્તિ રહ્યા હતા. તેમણે ખાસ જણાવ્યુ હતું કે આ સ્કીમ લાગુ કરવાં પાછળના હેતુને સરદારના “યુનાઈટેડ ઈન્ડિયા” સાથે સરખાવી શકાય. સરદાર પટેલ માટે “યુનિટી ઓફ ઈન્ડિયા” એક મિશન હતું જ્યારે પ્રધાનમંત્રી માટે “પાવરફૂલ ઈન્ડિયા” એ એક “ડ્રીમ” મિશન છે. તેમણે ઉમેર્યું હતું કે “ફેઇસલેસ એસેસમેન્ટ” એ ભારતની ઇન્કમ ટેક્સ સિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જશે તે વાત ચોક્કસ છે. ઇન્કમ ટેસ્ક ડિપાર્ટમેંટના વરિષ્ઠ અધિકારી શ્રી રાજ ટંડનજી દ્વારા આ સ્કીમ અંગે પાવર પોઈન્ટ ઉપર સરળ ભાષામાં પ્રેઝનટેશન આવ્યું હતું. “ઓનરિંગ ધ ઓનેસ્ટ” અભિગમ અંગે પણ તેઓએ સમજ આપી હતી.
સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઇન્કમ ટેક્સના તજજ્ઞો એવા રાજકોટના વરિષ્ઠ ટેક્સ કન્સલ્ટન્ટ રણજીત લાલચંદાણી, જૂનાગઢનાં વરિષ્ઠ ટેક્સ એડવોકેટ કલ્પેશ રુપારેલિયા, રાજકોટના જાણીતા ચાર્ટર્ડ એકાઉનટંટ મેહુલ રાનપુરા તથા ઉનાના ટેક્સ એડવોકેટ અને ટેક્સ ટુડેના એડિટર ભવ્ય પોપટને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તથા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્વારા આ વેબિનારમાં વક્તવ્ય આપવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ તમામ ટેક્સ પ્રેક્ટિસ સાથે જોડાયેલ વ્યક્તિઓએ એક સૂરમાં આ નવી આકારણી પદ્ધતિને આવકારી હતી. આ સાથે તમામ ટેક્સ પ્રેકટિશનરોએ જમીની સ્તરે પડી શકે તેવી મુશ્કલીની રજૂઆત પણ ઇન્કમ ટેક્સ ખાતાના અધિકારીઑને કરી હતી. અમુક રજૂઆતો બાબતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા તુરંત સમાધાન રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે અમુક રજૂઆતો ઉપર સમાધાન લાવવા પ્રયાસો કરવા ખાતાના વરિષ્ઠ અધિકારીઑ એ આશ્વાસન આપ્યું હતું.
આ સમગ્ર કર્યેક્રમનું સંચાલન પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ફિલ્ડ પબ્લિસિટી ઓફિસર દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. વેબીનારને સફળ બનાવવા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ADG ડો. ધીરજ કાકડિયાજીએ ખાસ જહેમત ઉઠાવી હતી. આ વેબીનારને સફળ બનાવવા જુનાગઢના જોઇન્ટ કમિશ્નર શ્રી અરવિંદ સોનટકેજી નો પણ આયોજકો દ્વારા આભાર માનવમાં આવ્યો હતો. ભવ્ય પોપટ, એડિટર
આ સમગ્ર વેબીનાર ઓનલાઈન જોવા માટે નીચેની લીક ક્લિક કરવા વિનંતી.