ઇ વે બિલ તથા માલ વહન અંગે થતાં ટેક્સ તથા દંડ ના આદેશ માટે અપીલ કરવી ક્યાં?? આવી રહ્યો છે ખુલાસો!!
By: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
તા: 25.05.2019: ઉના, જી.એસ.ટી. કાયદા ની અમલવારી ને બે વર્ષ થવા આવશે. આ બે વર્ષ થી વેપારીઓ ને અનેક વાર માલ વહન દરમ્યાન બિલ ના અભાવે કે ઇ વે બિલ ના અભાવે, કે ક્યારેક તો કોઈ નાની ક્ષતિ માટે ટેક્સ તથા દંડ ભરવા ની જવાબદારી ઉપસ્થિત થયેલ છે. આ ટેક્સ તથા દંડ ના ઓર્ડર સામે જી.એસ.ટી. કાયદા હેઠળ વેપારી અપીલ કરી શકે છે. પરંતુ અત્યાર સુધી આ અપીલ ક્યાં સત્તાધિકારી ને કરવી એ અંગે સ્પષ્ટતા નો અભાવ હતો. પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અંગે ટૂંક સમય માં ખુલાસો જાહેર કરવામાં આવશે. હાલ આ અંગે ની પ્રક્રિયા ગુજરાત રાજ્ય જી.એસ.ટી. (કાયદા) શાખા તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહાલ કરવામાં આવ્યા ના અહેવાલો છે. આ પ્રક્રિયા મુજબ અલગ અલગ સંજોગો માં ક્યાં સત્તાધીકારી ને અપીલ કરવાની રહેશે તે અંગે નીચે મુજબ ના નિયમો જાહેર થઈ શકે છે.
રાજ્ય માં જ જ્યારે માલ વાહન થતો હોય તેવા સંજોગો માં:
આદેશ કોના ઉપર કરવામાં આવ્યો છે? | યોગ્ય સત્તાધિકારી |
નોંધાયેલ સપ્લાયર | સપ્લાયર ના હૂકુમત ના અપીલ અધિકારી |
નોંધાયેલ રેસિપીયન્ટ | રેસિપીયન્ટ ના હૂકુમત ના અપીલ અધિકારી |
આંતર રાજ્ય માલ વાહન થતો હોય તેવા સંજોગો માં:
આદેશ કોના ઉપર કરવામાં આવ્યો છે? | યોગ્ય સત્તાધિકારી |
ગુજરાત ના નોંધાયેલ રેસિપીયન્ટ | રેસિપીયન્ટ ના હૂકુમત ના અપીલ અધિકારી |
ગુજરાત ના નોંધાયેલ સપ્લાયર | સપ્લાયર ના હૂકુમત ના અપીલ અધિકારી |
ગુજરાત રાજ્ય માં પકડાયેલ માલ કે જે અન્ય રાજ્ય માં થી આવતો હોય અને અન્ય રાજ્ય માં બારોબાર જતાં માલ ના સંદર્ભ માં | આદેશ પસાર કરનાર અધિકારી જે ક્ષેત્ર માં હોય તે ક્ષેત્ર ના અપીલ અધિકારી |
જી.એસ.ટી. કાયદા હેઠળ ક્યાં અધિકારી ના આદેશ સામે ક્યાં અપીલ અધિકારી સમક્ષ અપીલ થઈ શકે તેની માહિતી નીચે મુજબ છે.
આદેશ કરનાર અધિકારી | અપીલ ક્યાં અપીલ અધિકારી ને કરવાની રહે |
જોઇન્ટ કમિશ્નર | એડિશનલ કમિશ્નર |
ડેપ્યુટી કમિશ્નર | જોઇન્ટ કમિશ્નર (અપીલ) |
સ્ટેટ ટેક્સ ઓફિસર | ડેપ્યુટી કમીશ્ન્રર અપીલ |
ટેક્સ ટુડે આ ખુલાસા ને ખૂબ આવકારદાયક ગણે છે. આશા રાખીએ કે આ અંગે ના ખુલાસા રૂપી જાહેર પરિપત્ર ત્વરિત બહાર પાડવામાં આવે. મારા અંગત મત પ્રમાણે હજુ નીચેના પ્રશ્ન અંગે ખુલાસો કરવો જરૂરી રહેશે:
- જ્યારે આદેશ કેન્દ્ર ના અધિકારી દ્વારા પસાર કરવામાં આવે ત્યારે શું કેન્દ્ર ના કોઈ પરિપત્ર વગર આ અંગે સપ્લાયર કે રેસિપીયન્ટ ઉપર મુજબ અપીલ કરી શકશે?
- જ્યારે આ આદેશ રાજ્ય બહાર માલ વાહન દરમ્યાન રાજ્ય બહાર ના અધિકારી દ્વારા કરવામાં આવ્યો હોય ત્યારે અપીલ કરવા ની યોગ્ય “ફોરમ” કઈ ગણાશે?
આશા રાખીએ કે આ અંગે ના ખુલાસા પણ જલ્દી થી બહાર પાડવામાં આવે. અનેક વેપારીઓ એ જી.એસ.ટી. ની અમલવારી પછી માલ વાહન દરમ્યાન મોટા દંડ ભોગવ્ય છે.