ઉના અમદાવાદ S.T. ની વોલ્વો સેવા સારી પણ અકસ્માત નથી થતા તે ભગવાન ની કૃપા!!!
ઉના તા 06.08.19: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સુંદર બસ પોર્ટ તથા ઉત્તમ બસો વડે સજ્જ થઈ રહી છે. લોકો માટે ખૂબ સરસ સગવડ આપવા નો આ ST નો પ્રવાસ સરાહનીય છે. આ પ્રયાસ ના ભાગ રૂપે અમદાવાદ દીવ વચ્ચે વોલ્વો બસ ની સેવા શરૂ કરવામાં આવેલ છે. આ સેવા ખરેખર ઉત્તમ છે. ઉના અમદાવાદ જવા આવવા માટે યાત્રીઓ માટે આ સેવા આશીર્વાદ રૂપ છે તેમ કોઈ બે મત નથી. પરંતુ આ સેવા યાત્રાળુ માટે જોખમી છે તેવું તેમાં સફર કરનાર યાત્રાળુ અવારનવાર અનુભવ કરે છે. આ બસ માં એક થી વધુ વાર આ અંગે અનુભવ મને થયો છે. બસ ચાલક ને સમય પર પહોંચાડવા માટે દબાણ હોઈ કે અન્ય કોઈ કારણ હોઈ, પણ અતિશય ઝડપ તથા જોખમી રીતે બસ ચલાવવા માં આવે છે. આ બસ માં ફરી ન આવવા નો જાતે નીર્ધાર કરી લીધા હોવા છતાં એક જાગૃત નાગરિક તરીકે એડવોકેટ ભવ્ય પોપટ દ્વારા આ અંગે ડેપો મેનેજર તથા ઉપરી અધિકારીઓ ને પણ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.
આ બસ એક ખાનગી કંપની દ્વારા ચલાવવા માં આવે છે. કંડકટર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ના હોઈ છે. સમય પર મુકામે પહોંચવું ચોક્કસ જરૂરી છે પરંતુ તેનાથી પણ વધુ જરૂરી યાત્રીઓ ની સુરક્ષા છે. ઝડપ ની મઝા ક્યારે મોત ની સજા માં ફેરવાઈ જાય તેની ક્યારેક ખબર પણ રહે નહીં. GSRTC નું સૂત્ર સલામત સવારી ST અમારી આ કોન્ટ્રક ઉપર ની બસો માં લાગુ પડે છે કે કેમ તે પ્રશ્ન યાત્રીઓ માં ઉઠવા પામ્યો છે. આશા રાખીએ કે કોઈ અકસ્માત બને તે પહેલાં આ અંગે GSRTC દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે