એક આવકારદાયક પહેલ: વર્તમાન સાંસદના પગાર તથા ભુતપૂર્વ સાંસદના પેન્શન માં 1 વર્ષ માટે કરવામાં આવ્યો 30 % નો ઘટાડો
તા. 09.04.2020: મોદી કેબિનેટ દ્વારા સૂચવવામાં આવેલ સાંસદો માટેના પગાર તથા પેન્શન સુધાર અંગે અધ્યાદેશ આજે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ અધ્યાદેશ મુજબ 01 એપ્રિલ 2020 થી 1 વર્ષ માટે વર્તમાન સાંસદો ના પગાર માં 30 % નો ઘટાડો કરવામાં આવ્યો છે. આવીજ રીતે ભુતપૂર્વ સાંસદો ના પેન્શનમાં પણ 30% નો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલેખનીય છે કે 2018 માં આ પગાર તથા પેન્શન માં વધારો કરી સાંસદો ના પગારમાં 100000/- (એક લાખ) તથા પેન્શન માં વધારો કરી 25000/- કરવામાં આવ્યો હતો. આ પગાર તથા પેન્શન ની રકમ માં 30% નો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2018 માં જ્યારે પગાર તથા પેન્શન માં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે સમાચારો માં આ નિર્ણય ની ઘણી ટીકાઓ કરવામાં આવી હતી. ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ ગુજરાતી વાર્તા “દલાતર વાડી” સાથે આ વધારાને સરખાવી હતી. આજે જ્યારે COVID-19 ની પરિસ્થિતીમાં આ પગાર તથા પેન્શન માં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે સરકારની તથા તમામ સાંસદોની પ્રશંશા કરવી જરૂરી છે. Charity begins at home આ કહેવત ને ચરિતાર્થ કરવા પ્રધાનમંત્રીનું આ પગલું ચોક્કસ સરાહનિય છે. હાલ સંસદ નું સત્ર ચાલુ ના હોય આ સુધારાને અધ્યાદેશ દ્વારા લાવવામાં આવ્યો છે. એ બાબત ચોક્કસ છે કે COVID-19 ની પરિસ્થિતીમાં વિપક્ષના સાંસદો પણ આ નિર્ણયને દેશહિત માં ટેકો આપશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.