એડવોકેટ ને આપવામાં આવેલ સમન્સ બાબતે ટેકસ એડવોકેટ્સ નું ડેલીગેશન મળ્યું ગુજરાત ના ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી ને
ઉના તા: 17.06.2019: રાજકોટ ના એક ટેક્સ એડવોકેટ ને જી.એસ.ટી કાયદા હેઠળ બીલિંગ કૌભાંડ ના એક કેસ માં પોતાના અસીલ વિશે માહિતિ રજૂ કરવા સમન્સ પાઠવવા માં આવ્યું હતું. આ બાબત નો વિરોધ પ્રદર્શિત કરવા ગુજરાત ના પ્રતિનિધિ મંડળે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ની મુલાકાત લીધી હતી. ડેલીગેશન દ્વારા રજુઆત થઈ હતી કે વિવિધ કાયદા હેઠળ એડવોકેટ્સ ને પોતાના અસીલ બાબત ના પુરાવા આપવા બાબતે દબાણ કરી શકાય નહીં. આ અંગે એવીડન્સ એકટ, એડવોકેટ્સ એકટ ની જોગવાઈઓ બાબતે મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી હતી. રાજકોટના અગ્રણી એડવોકેટ વિક્રમ પુજારા, અપૂર્વ મહેતા, અમદાવાદ ના ધારાશાસ્ત્રી પ્રદીપ જૈન, નેશનલ એક્શન કમિટી ના રાષ્ટ્રીય સંયોજક અક્ષત વ્યાસ તથા નિગમ શાહ, ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો ના પ્રમુખ ઉર્વીશ પટેલ, ટેક્સ એડવોકેટ એશો ના પ્રમુખ મનીષ જોશી તથા એશો ના અન્ય અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી એ ડેલીગેશન ની રજૂઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળી યોગ્ય નિરાકરણ અંગે ખાત્રી આપી હતી.