ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સ-વેસ્ટ ઝોન દ્વારા જી.એસ.ટી. વાર્ષિક તથા ઓડિટ ની મુદત વધારવા નાણાંમંત્રીને રજુઆત
તા. 30.01.2020: ઓલ ઇન્ડિયા ફેડરેશમ ઓફ ટેક્સ પ્રેક્ટિનર્સ વેસ્ટ ઝોન દ્વારા કેન્દ્રના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિથારમણ, ગુજરાત ના નાણાંમંત્રી સહિતના ને જી.એસ.ટી. કાયદા હેઠળ ના વાર્ષિક રિટર્ન તથા ઓડિટની મુદત વધારવા રજુઆત કરવામાં આવેલ છે. રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન તેમજ ઓડિટ ના ફોર્મમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હોવાનના કારણે કરદાતાઓ તથા વ્યવસાયિકો ને આ ફોર્મ ભરવામાં અનેક મુશ્કેલી પડી રહી છે. પોર્ટલ પર અનેકવાર યુટીલીટી પણ બદલવામાં આવેલ છે. પોર્ટલ પર રિટર્ન ભરવામાં સતત એરર આવી રહી હોવાના પણ અહેવાલો છે. આ કારણોસર ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન દ્વારા કેન્દ્રિય નાણાંમંત્રી, રાજ્ય ના નાણામંત્રીએ, ચેરમેન CBIC વગેરે ને રજૂઆત કરી વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ની મુદત 31.01.2020 થી વધારવા માંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રજૂઆત માં જણાવવામાં આવેલ છે કે GSTR 9 તથા 9C 2017-18 અને 18-19 માટે પડતાં મૂકવામાં આવે. ટેક્સ ટુડે સાથે વાત કરતાં વેસ્ટ ઝોન ના ચેરમેન ભાષ્કર પટેલ જણાવે છે કે સમગ્ર વેસ્ટ ઝોનમાથી આ અંગે વારંવાર રજૂઆત અમોને મળે છે. તેઓ જણાવે છે કે તેમને વિશ્વાસ છે કે આ મુદત માં વધારો કરવામાં આવશે. AIFTP વેસ્ટ ઝોન ના સેક્રેટરી અને ગુજરાત હાઇ કોર્ટ ના એડવોકેટ કુંતલ પરિખ જણાવે છે કે 2017-18 તથા 2018-19 માટે આ ફોર્મમાં લાગતી તમામ લેટ ફી તથા દંડ દૂર કરવામાં આવે તે જરૂરી છે. જી.એસ.ટી. વાર્ષિક તથા ઓડિટ ભરવા માટેની મુદત માં વધારો થાય, લેટ ફી દૂર કરવામાં આવે તેવી આશા તમામ કરદાતાઓ સેવી રહ્યા છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે