કંટેંઇમેંટ ઝોનમાં લોકડાઉન 30 જૂન સુધી વધારવામાં આવ્યું. એ સિવાય દેશભરમાં પ્રવૃતિઓ તબક્કાવાર રીતે કરવામાં આવશે શરૂ!!

Spread the love
Reading Time: 3 minutes

 

 

 

By Bhavya Popat, Editor, Tax Today

 

તા. 30.05.2020: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી દ્વારા આજે 01 જૂન થી લોકડાઉન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કંટેંઇમેંટ ઝોન (સરકાર દ્વારા જાહેર કરાયેલ વધુ COVID-19 ના ભય ક્ષેત્રો) માં લોકડાઉન 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. તે સિવાયના વિસ્તારોમાં લોકડાઉન તબક્કા વાર રીતે ખોલવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવેલ છે. આમ, કંટેંઇમેંટ ઝોન સિવાય ના વિસ્તારોમાં તબક્કા વાર તમામ પ્રવૃતિઓ શરૂ કરવામાં આવશે.

એક બાબત આ તકે ધ્યાને રાખવી જરૂરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા 30.05.2020 ના રોજ લોકડાઉન અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે તેના ઉપરથી રાજ્ય સરકારો પોતાની માર્ગદર્શિકા બહાર પાડશે. ત્યાર બાદ જે તે જિલ્લા ના કલેક્ટર આ કેન્દ્ર અને રાજ્ય સરકારો ની માર્ગદર્શિકા ઉપરથી જાહેરનામા બહાર પાડશે. ત્યાર બાદ જે તે આર્થિક પ્રવૃતિઓ ચાલુ કરી શકશે. અગાઉ જે પ્રવૃતિઓ લોકડાઉન ભાગ 4 માં છૂટ આપવામાં આવેલ હતી તેમાં જો સુધારોના થાય ત્યાં સુધી તેનો અમલ ચાલુ રહે છે. વાંચો સરળ ભાષામાં કેન્દ્ર સરકારની લોકડાઉન 5.0 અંગે ની માર્ગદર્શિકાઓ:

લોકડાઉન 5.0 ને અનલોક પાર્ટ 3 ગણી શકીએ. વાંચો કેવી રીતે તબક્કાવાર શરૂ થશે પ્રવૃતિઓ:

તબક્કો: 1: 08 જૂન 2020 થી શરૂ થશે નીચેની પ્રવૃતિઓ:

  • જાહેર જનતા માટે ધાર્મિક સ્થળો, પુજા ના સ્થળો
  • હોટેલ, રેસ્ટોરંટ અને અન્ય હોસ્પિટાલીટી (હોટેલ) સેવાઓ.
  • શોપિંગ મોલ.

 

તબક્કો: 2: જુલાઇ 2020 થી શરૂ થશે નીચેની પ્રવૃતિઓ:

  • સ્કૂલ, કોલેજ, ટ્યુશન, ટ્રેનીંગ, કોચિંગ ક્લાસ વગેરે રાજ્ય સરકારો/ કેન્દ્ર શાશીત પ્રદેશ સાથે યોગ્ય ચર્ચાઓ કરી ખોલવામાં આવશે. રાજ્ય સરકારો/ કેન્દ્ર શાશીત પ્રદેશ આ અંગે શાળા મેનેજમેંટ, વાલીઓ, અન્ય લોકો સાથે ચર્ચાઓ કરી આ નિર્ણય કરશે.

 

તબક્કો: 3: નીચેની પ્રવૃતિઓ પરિસ્થિતીનો યોગ્ય તાગ મેળવી શરૂ કરવામાં આવશે.

  • આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા.
  • મેટ્રો રેલ સેવા
  • સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેનમેંટ પાર્ક, બાર, ઓડીટોરીયમ, એસેમબ્લી હૉલ વગેરે.
  • જનમેદની ભેગી કરતાં સામાજિક, રાજકીય, ખેલ, મનોરંજન, સાંસ્ક્રુતિક, ધાર્મિક મેળવડા અને અન્ય જનમેદની ભેગા કરતાં કાર્યેક્રમો.

રાત્રિ કરફ્યુ:

  • રાત્રિ કરફ્યુ નો સમય રાત્રિ ના 7 થી સવારે 7 ના બદલે હવે રાત્રિના 9 થી સવારે 5 વાગ્યા સુધી નો રહશે. આ કરફ્યુ નું પાલન ચુસ્ત પણે કરાવવાનું રહેશે. આ અંગે જિલ્લા કલેકટરે ક્રિમિનલ પ્રોસીજર કોડ ની કલમ 144 હેઠળ આદેશો પસાર કરવાના રહેશે.

 

કંટેંમેંટ ઝોન માં લોકડાઉન ની શરતો:

  • કંટેંઇમેંટ ઝોન માં 30 જૂન સુધી લોકડાઉન ચાલુ રહેશે.

 

  • કેન્દ્ર સરકાર ના સ્વાસ્થ મંત્રાલય ની માર્ગદર્શિકા ઉપરથી જિલ્લા પ્રશાશન દ્વારા કંટેંઇમેંટ ઝોન ની વિગતો બહાર પાડવાની રહેશે.

 

  • માત્ર જરૂરી ચીજ વસ્તુઓ ને લગતી પ્રવૃતિઓ ને જ આ વિસ્તારમાં પરવાનગી આપવામાં આવશે.

 

  • મેડિકલ ઈમરજન્સી સિવાય ની કોઈ પણ બાબત માટે કંટેંઇમેંટ ઝોન માંથી કોઈ વ્યક્તિને બહાર જવા અથવા બહારના વ્યક્તિને આ ઝોન માં આવવા પરવાનગી આપવામાં આવશે નહીં.

 

  • જિલ્લા પ્રશાશન કંટેંઇમેંટ ઝોન ઉપરાંત “બફર ઝોન” જાહેર કરી શકશે જ્યાં COVID-19 ના કેસો વધવાની સંભાવના છે. આવા વિસ્તારમાં પણ કંટેંઇમેંટ ઝોન જેવા નિયમો લાગુ પાડી શકાશે.

 

લોકડાઉન 5.0 ના અન્ય મહત્વના માર્ગદર્શિકા:

  • રાજ્ય સરકારો/ કેન્દ્ર શાશીત પ્રદેશ ના પ્રશાશન ઉપર જણાવેલ છૂટછાટ માં જરૂર જણાય તો પાબંદી મૂકી શકશે.

 

  • આંતર રાજ્ય કે રાજ્યોમાં વ્યક્તિઓ તથા માલની અવરજવર અંગે કોઈ પણ પ્રકારની મનાઈ રહેશે નહીં.

 

  • રાજયમાં કે આંતર રાજ્ય અવરજવર માટે કોઈ પરવાનગી લેવાની રહેશે નહીં.

 

  • કોઈ ખાસ કિસ્સામાં રાજ્ય સરકારો/ કેન્દ્ર શાશીત પ્રદેશ પ્રશાશન જાહેર સ્વસ્થતા ના હેતુ ના કારણે આંતર રાજ્ય હેરફેર અંગે મનાઈ ફરમાવી શકશે.

 

  • કોઈ પણ રાજ્ય સરકારો/ કેન્દ્ર શાશીત પ્રદેશ પ્રશાશન માલ ની હેરફેર ને કોઈ પણ રીતે પ્રતિબંધિત કરી શકશે નહીં.

 

  • 65 વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, 10 વર્ષ સુધીના બાળકો, અન્ય બીમારી ધરાવતા લોકો, ગર્ભસ્થ મહિલાઓ ને ઘરે રહેવા સલાહ આપવામાં આવેલ છે.

 

  • રાજ્ય સરકારો/ કેન્દ્ર શાશીત પ્રદેશ પ્રશાશન આ માર્ગદર્શિકાનું પાલન કરશે.

આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા COVID 19 ને નિયંત્રણ માં રાખવામા મદદ મળે છે. વધુ માં વધુ લોકો આ એપ ડાઉનલોડ કરી પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ્સ એપ માં મુક્તા રહે તેવો પ્રચાર અને પ્રસાર જિલ્લા વહીવટી તંત્ર કરશે. તમામ નોકરીદાતાઑ પણ પોતાના કર્મચારીઑ આ એપ ડાઉનલોડ કરે તે અંગે ખાસ તકેદારી રાખશે.

(નોંધ: ઉપર જાહેર કરેલી માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આમાં, ઉપર ની માર્ગદર્શિકાઑ ને આધીન ફેરફાર કરવાનો હક્ક રાજ્ય સરકારો/UT પ્રબંધન ને છે. રાજ્ય સરકાર ની માર્ગદર્શિકા બહાર આવે પછી જે તે વિસ્તાર ના કલેક્ટર આ અંગે પોતાનું જાહેરનામું બહાર પડશે. ત્યાર બાદ આ પ્રવૃતિઓ બાબતે નિર્ણય માન્ય ગણાય.)

(તા.ક. આ લેખ તૈયાર કરવામાં ખૂબ કાળજી રકવામાં આવેલ છે. છતાં આ લેખ ઉપર થી કોઈ વ્યકિતી કોઈ પ્રવૃતિ કરે અથવા ના કરે તે અંગે લેખક કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર નથી.)    

ભારત સરકાર ના ગૃહ મંત્રાલય નો લોકડાઉન 5.0 નો ઓર્ડર વાંચો:MHAOrderDt_30052020

error: Content is protected !!