કમ્પોઝીશન ની પરવાનગી ધરાવતા જી.એસ.ટી. કરદાતાઓ એ કપાયેલા TDS નું શું કરવું????

ઉના, તા: 16.01.2019: જી.એસ.ટી. હેઠળ 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર ના કમ્પોઝીશન ના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુવારી છે. હવે માત્ર 3 દિવસ જેવો સમય આ રિર્ટન ભરવા માં બાકી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ કરદાતા તથા તેમના કર અધિવક્તા-સલાહકારો ના મન માં એ ઉપસ્થિત થયો છે કે 01 ઓક્ટોબર થી લાગુ થયેલ TDS ની જોગવાઈ ઑ હેઠળ ની ક્રેડિટ કમ્પોઝીશન ડીલર ના કિસ્સાઓ માં ક્લેઇમ કઈ રીતે કરવી???
TDS કાપવાની જવાબદારી સરકારી ખાતાઓ, સરકારી કંપનીઓ, નગર પાલિકા, ગ્રામ પંચાયતો વગેરે સરકારી એજન્સી ઑ ઉપર રહેલી છે. 2,50,000/- ઉપર ના માલ ના વેચાણ ઉપર પણ GST TDS કરવાની જવાબદારી આવી એજન્સીઓ ની આવતી હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ TDS ની રકમ કમ્પોજીશન નો ડીલર કેવી રીતે લેશે??? કમ્પોજીશન સિવાય ના કરદાતાઓ માટે TDS ક્રેડિટ સ્વીકારવા માટે એક “ઓપ્શન” રિટર્ન હેઠળ આપવામાં આવ્યો છે. જે “ઓપ્શન” માં આ TDS/TCS ક્રેડિટ સ્વીકાર્ય પછી કરદાતા ના “કેશ લેજર” માં આ રકમ જમા થઈ જાય છે. પરંતુ કમ્પોઝીશન કરદાતાઓ માટે આ પ્રકાર નો કોઈ “ઓપ્શન” આપવામાં આવ્યો નથી. એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું આ જી.એસ.ટી.એન. ની કોઈ ક્ષતિ ના કારણે છે કે આ પાછળ કોઈ અન્ય કારણ હોય શકે???
જે હોય તે પણ હાલ માં સંજોગો એવા છે કે કમ્પોજીશન હેઠળ ના કરદાતા નો TDS કપાયો હોવા છતાં ફરી વેરો ભરવાની જવાબદારી આવી રહી છે. આ પ્રકાર ના કરદાતા નાના કરદાતા હોય જી.એસ.ટી. ખાતા એ ત્વરિત આ અંગે કોઈ સમાધાન શોધી કરદાતાઓ ની મુશ્કેલી દૂર કરવી જરૂરી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.