કોડીનાર ખાતે જી.એસ.ટી. (રાજ્ય) ની ટીમ દ્વારા તપાસ ની ધમધમાટ ના અહેવાલો:
તા: 15.05.2019, ઉના: જી.એસ.ટી. (રાજ્ય) ના અધિકારીઓ દ્વારા તારીખ 15 મે ના રોજ જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા 3 કરદાતાઓ ને ત્યાં તપાસ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ તપાસ માં 2 વેપારી તમાકુ સાથે જોડાયેલા છે જ્યારે અન્ય એક વેપારી કંપોઝીશન માં થી રેગ્યુલર માં ગયેલ વ્યક્તિ છે. કંપોઝીશન ની પરવાનગી ધરાવતા કરદાતા દ્વારા સ્ટોક ઉપર મોટી ક્રેડિટ માંગવામાં આવેલ છે તે મુખ્ય કારણ આ તપાસ નું હોય શકે તેવી માહિતી સૂત્રો પાસે થી મળી રહી છે. આ ઉપરાંત તમાકુ તથા તેની બનાવટો નો વેપાર કરતાં કરદાતા ના કેસ માં ખૂબ ઓછા પ્રમાણમા વેરો “કેશ લેજર” વડે ભરવામાં આવ્યો હોય તે આ તપાસ નું મુખ્ય કારણ હોય શકે તેવું આધારભૂત સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે. તપાસમાં ભાવનગર ના અધિકારીઓ છે તેવી માહિતી મળી રહી છે. તપાસ હજુ મોડે સુધી ચાલશે તેવી શક્યતાઓ છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે