કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ એ કરી દેશભરના વેપારી આગેવાનો સાથે મુલાકાત. વેપારીઓના હિતોના મુદ્દાઓ મંત્રીશ્રી સમક્ષ ઉઠાવતા વેપારી આગેવાનો:
તા. 30.05.2020: કેન્દ્ર સરકારમાં કોમર્સ મિનિસ્ટર (વાણિજ્ય મંત્રી) શ્રી પિયુષ ગોયલ દ્વારા દેશભરના વેપારી આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. લોકડાઉનમાં વેપાર-ઉદ્યોગએ ક્યાં પ્રકારની મુશ્કેલી ભોગવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક માં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી જયેન્દ્ર તન્ના તથા મહામંત્રી શ્રી વી. કે. બંસલ એ ભાગ લીધો હતો.
વેપારીઓ માટે રજૂઆત કરતાં વ્યાપાર મંડળ ના આગેવાનો એ સૂચન કર્યું હતું કે શૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગને આપવામાં આવતી 1 કરોડ સુધીની કોલેટરલ ફ્રી લોન છૂટક વેપારીઓને પણ આપવામાં આવે. આ ઉપરાંત બેન્કો દ્વારા ઘટાડેલ દર નો લાભ આપવામાં આવે, ખરીદીના 45 દિવસમાં વેપારીઓ ને ચુકવણી કરવામાં આવે તથા જે લાભો MSME ને આપવામાં આવે છે તે તમામ લાભ છૂટક વેપારીઓ ને પણ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રિલાઇન્સ જીઓ માર્ટ ની હાથ ધરવામાં આવતી પ્રવૃતિ બાબતે શંકા રજૂ કરતાં રાષ્ટ્રીય મહામંત્રી વી. કે. બંસલ એ જણાવ્યુ હતું કે રિલાઇન્સ જીઓ માર્ટ ની પ્રવૃતિઓ ના કારણે 3 કરોડ જેટલા છૂટક વેપારીઓ ને સીધું નુકસાન પહોચી શકે તેવી સંભાવના છે. આ પ્રવૃતી દ્વારા છૂટક વેપારીઓ ના ગ્રાહકોની વ્યક્તિગ્ત માહિતી કંપની સુધી પહોચી જવાની સંભાવના રહેલ છે. આ અંગે ગ્રાહકો તથા ઇ કોમર્સ વેપારીઓ માટે નીતિ બનાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ કોમર્સ ઉપર માત્ર 5000 સુધી ના મૂલ્ય નો માલ વેચવાની પરવાનગી આપવામાં આવે તેવા નિયમો બનાવવા રજૂઆત કરવામાં આવેલ છે. આમ કરવાથી મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ જેવા અનેક છૂટક વેપારીઓને ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હાલ રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેઇટ માં જે ઘટાડો કરવામાં આવેલ છે તે પ્રમાણસર ઘટાડો બેન્કો દ્વારા કરવામાં ના આવ્યા ની પણ ફરિયાદ કરાઇ હતી. એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી હાલમાં છૂટક વેપારીઓ પાસે 6% ના રાહતદરે વ્યાજ લેવામાં આવે તેવું ખાસ સૂચન કરવામાં આવ્યું છે. હાલ આ લોન ઉપર 12% જેવુ વ્યાજ લેવાતું હોય છે,
આ ઉપરાંત છૂટક વેપારીઓ ને આ વર્ષે નહિવત નફો થવાની ધારણા હોય નાણાકીય વર્ષ 2020-21 ના વર્ષ માટે TDS કરવામાં ન આવે તેવી જોગવાઈ કરવા પણ રજૂઆતો કરાઇ હતી.
કેન્દ્રિય મંત્રિશ્રિ એ તમામ સૂચનો ઉપર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. સંગઠન ના રાષ્ટ્રીય પ્રમુખે આ મિટિંગ ખૂબ સફળ રહી હોવા બાબતે તથા છૂટક વેપારીઓ ના હિતમાં સરકાર ત્વરિત નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.