ગાંધીનગર ખાતે શૈક્ષણીક મહાઅધિવેશન નું આયોજન
ઉના, તા 29.01.2019: ગાંધીનગર ખાતે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તથા રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક મહા અધિવેશન નું આયોજન પ્રેક્ષા ભારતી ખાતે 29 જાન્યુવારી 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. આ અધિવેશન ના સમારંભ પ્રમુખશ્રી તરીકે ગુજરાત રાજ્ય ના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યકક્ષા ના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ મહા અધિવેશન માં રાજ્યભર માંથી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓ ના સંચાલકો, સારસ્વત ભાઈ બહેનો તથા શિક્ષણવિદો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. શાળા મેનેજમેન્ટ ને લાગતા અનેક વિષયો ઉપર આ અધિવેશન માં ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો. તરફથી રામસિંગભાઈ વાજા, દિનેશભાઇ બામભણીયા, હિતેશભાઈ કિડેચા, દેવાયતભાઈ વાઘમશી તથા ભવ્ય પોપટ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ના પ્રમુખ નારણભાઇ એમ પટેલ, રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઇ બી પંડ્યા, મહામંત્રીશ્રી સુરેશભાઈ ડી.પટેલ તથા બન્ને સંસ્થાઓ ના હોદ્દેદારો તથા કાર્યેકારોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રીપોર્ટ ટેક્સ ટુડે.