ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી વેરાવળ ખાતે યોજાયું ગ્રૂપ ડીશ્કશન
ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે માસિક અખબાર ના સહયોગ થી છઠ્ઠા ગ્રૂપ ડિશકશન નું આયોજન વેરાવળ ની હોટેલ હેરિટેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગ્રૂપ ડિશકશન માં રાજકોટ ખાતે ના જાણીતા એડ્વોકેટ અપૂર્વ મહેતા એ ડેલિગેટ્સ ને જી.એસ.ટી. કાયદા હેઠળ અપીલ ને લગતી જોગવાઇઓ ની માહિતી આપી હતી. આ તકે તેઓની સાથે જામનગર ના જાણીતા એડ્વોકેટ અલ્પેશ ઉપાધ્યાય અને જામનગર ના અન્ય એડવોકેટ્સ ઉપષ્ઠિત રહ્યા હતા. વડોદરા ના યુવાન CA ધ્રુવાંક પરિખ દ્વારા ગ્રૂપ ડિશકશન ના ગાઈડ તરીકે સેવા આપી હતી. આ ગ્રૂપ ડિશકશન માં વેરાવળ, જુનાગઢ, જેતપુર, પોરબંદર, અમરેલી, ઉના ઉપરાંત સુરત-વડોદરા તથા વલસાડ થી 40 જેટલા એડ્વોકેટ, CA તથા જી.એસ.ટી. પ્રેકટીશ્નરો એ ભાગ લીધો હતો. આ સેમિનાર માં ટેક્સ ટુડે દ્વારા ગીર સોમનાથ ટેક્સ બાર એશો. ના પ્રમુખ નવીન ભીંડોરા નું “લાઈફ ટાઈમ એચિવમેન્ટ” સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર ના ટેક્સ ટુડે પ્રતિનિધિ તથા જાણીતા એડ્વોકેટ સમીર તેજુરા ને “સોશિયલ મીડિયા જાગૃતિ” અંગેનું સ્મૃતિ ચિન્હ આપી ટેક્સ ટુડે દ્વારા ખાસ સન્માન કરવામાં હતું. જામનગર ના એડ્વોકેટ જવાહર પુરોહિત દ્વારા પોતે ગુજરાતી માં લખેલ બજેટ 2019 અંગે ની એક પુસ્તિકા તમામ ડેલિગેટ્સ ને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકાર ના ડિશકશન ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ત્રણ મહિના ના અંતરે અલગ અલગ સ્થળો એ યોજાતા હોય છે. આ ગ્રૂપ ડિશકશન માં તમામ ડેલિગેટ્સ G S T અંગેના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી, ગાઈડ ની મદદ વડે પોતાના અભિપ્રાય નો નિષ્કર્ષ નીકળતા હોય છે.