ગીર સોમનાથ ટેક્સ બાર એશો દ્વારા વેરાવળ ખાતે જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ના વિષયો પર ગ્રુપ ડિશકશન યોજાયું
ઉના, તા: 17.06 2019: ગીર સોમનાથ ટેક્સ બાર એશો દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી વેરાવળ ની ડીવાઇન હોટેલ ખાતે જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન તથા જી.એસ.ટી. ઓડિટ ના વિષયો ઉપર ગ્રુપ ડિશકશન નું આયોજન 15 તથા 16 જૂન ના રોજ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ ડિશકશન ના ગાઈડ તરીકે CA મોનિષ શાહ, અમદાવાદ તથા CA દિવ્યેશ સોઢા, પોરબંદર દએ સેવા આપી હતી. GSTR 9 તથા 9C વિશે ના વિવિધ પાસાઓ ઉપર ડેલીગેટ્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રુપ ડિશકશન માં વેરાવળ ઉપરાંત અમદાવાદ, બરોડા, જૂનાગઢ, જેતપુર, પોરબંદર, અમરેલી, કેશોદ તથા ઉના ના અગ્રણી CA, એડવોકેટ્સ તથા ટેક્સ કન્સલ્ટન્ટ્સ એ ભાગ લિધો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રકાર ના ગ્રુપ ડિશકશન નું આયોજન અંદાજે દર ત્રણ મહિને કરવામાં આવતું હોઈ છે. અલગ અલગ શહેરો માંથી અંદાજે 30 થી 40 ડેલીગેટ્સ આ ચર્ચામાં ભાગ લેતા હોય છે. આ સેમિનાર ને સફળ બનાવવા વેરાવળ ના ટેક્સ કન્સલ્ટન્ટ હરીશ સવજીયાણી, ગિરધર હિરપરા વી. એ જહેમત ઉઠાવી હતી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે