ગુમશુદા છે જુલાઇ રિટર્ન!!! જી.એસ.ટી. પોર્ટર્લ ઉપર જુલાઇ 2017 ના રિટર્નનો વિકલ્પ છે નદારદ….
તા. 05.08.2020: જી.એસ.ટી. પોર્ટલ ટેકનિકલ ખામીઓ માટે ખૂબ જાણીતું છે. હવે આ પોર્ટલ ઉપર એક નવી મુશ્કેલી ઊભી થઈ છે. જુલાઇ 2017 ના જી.એસ.ટી. રિટર્નના વિકલ્પો પોર્ટલ ઉપરથી અચાનક ચાર દિવસ પહેલા ગાયબ થઈ ગયા છે. જુલાઇ મહિનાના રિટર્ન ભરવા, રિફંડ અરજી કરવા વગેરે જેવા કામ હાલ કરદાતા કરી શકતા નથી. આ રિટર્ન ગાયબ થતાં કર વ્યવસાયિકો ઓગસ્ટ 2017 થી તમામ રિટર્નનું બેક અપ લેવા હોડ લાગી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા હતા. જોકે પોર્ટલમાં સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવ્યું છે કે જુલાઇ 2017 ના રિટર્નની સગવડ બહાલ કરવા તેઓની ટિમ પ્રયત્ન કરી રહી છે અને આ સગવડ એકાદ દિવસમાં ફરી ઉપલબ્ધ થઈ જશે તેમ પણ જણાવવામાં આવ્યું . ઘણી મુદતો ટૂંક સમયમાં પૂર્ણ થતી હોય આ સગવડ જલ્દી શરૂ થાય તેવી આશા કરવ્યવસાયિકો કરી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર