ગ્રાહકો માટે RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટેલ્મેંટ) ટ્રાન્સફર માટે નો સમય વધારવામાં આવ્યો: હવે સાંજે 6 વાગ્યા સુધી થઈ શકશે RTGS: RBI
Reading Time: < 1 minute
ઉના, તા: 29.05.2019: ભારતીય બેંકિંગ વ્યવસ્થા માં ટૂંકા ગાળા માં RTGS એ આર્થિક લેવડ દેવડ માં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. હાલ, ગ્રાહક, RTGS ની સેવાઓ કોઈ પણ ચાલુ બેંકિંગ ના દિવસે સવારે 8.00 વાગ્યા થી બપોરે 4.30 સુધી લઈ શકતા હતા. હવે થી આ સેવાઓ સાંજે 6.00 સુધી લઈ શકશે. આ અંગે રિસર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 28 મે 2019 ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હવેથી બેન્કો એ ગ્રાહકો ને RTGS ની સુવિધા કોઈ પણ ચાલુ દિવસ માં સવારે 8.00 થી લઈ સાંજે 6.00 સુધી આપવાની રહેશે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.