જી.એસ.ટી. કાઉન્સીલ ની 31 મી મિટિંગ ના નિર્ણયો ની સાદી ભાષા મા સમજ
Reading Time: 2 minutes
જી.એસ.ટી. કાઉન્સીલ ની 31 મી મિટિંગ ની મહત્વ ની ઘોષણાઓ :
- જી.એસ.ટી. હેઠળ અલગ અલગ “લેજર” ના સ્થાને એક “લેજર” જેમથી એસ.જી.એસ.ટી./સી.જી.એસ.ટી. વગેરે ભરી શકાશે.
- એકપોર્ટર માટે નું રિફંડ ઓનલાઈન કરવા પાઇલોટ પ્રોજેકટ ટૂકમાં અમલમાં મૂકવામાં આવશે. એક જ સતાધિકારી પાસે થી મેળવી શકશે રિફંડ. હાલ, સેન્ટર તથા સ્ટેટ બંને ના અધિકારી ચૂકવે છે 50:50 ટકા રિફંડ. રિફંડ અંગે ના તમામ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી શકશે. આમ કરવાથી રિફંડ ની પ્રક્રિયા “ફેસ લેસ” બનાવી શકશે.
- નવા જી.એસ.ટી. રિટર્ન 1 એપ્રિલ 2019 થી ટ્રાયલ બેસિસ ઉપર બનશે અમલી. 01 જુલાઇ 19 થી બનશે ફરજિયાત.
- જી.એસ.ટી. હેઠળ ના 2017-18 ના વર્ષ ના વાર્ષિક રિટર્ન 9, 9A તથા ઓડિટ 9C ની મુદત 30.06.19 સુધી વધારવામાં આવશે. (સૌથી મોટી રાહતો મા ની એક રાહત આ રહેશે.)
- જુલાઇ 17 થી ડિસેમ્બર 18 સુધીના ITC 04 જોબ વર્ક માટે ના ફોર્મ) નું ફોર્મ ભરવા માટે ની મુદત 31.03.19 સુધી વધારવા માં આવશે.
- 3B માં 2017-18 માં લેવાની રહી ગયેલી ક્રેડિટ 31.03.19 ના માર્ચ મહિનાના 3B ભરવાની છેલ્લી તારીખ સુધીમાં લઈ શકશે. (સૌથી મોટી રાહતો મા ની એક રાહત આ રહેશે.)
- માઇગ્રેશન માટે પણ ફરી એક વાર તક આપવામાં આવશે. જેઓ એક પ્રક્રિયા કરી 31.03.19 સુધીમાં વેટ કે સર્વિસ ટેક્સ મા થી જી.એસ.ટી. મા માઈગ્રેટ થઈ શકશે.
- જૂના બાકી રિટર્ન ની લેઈટ ફી અંગે 31 માર્ચ સુધી જે રિટર્ન ભરશે તેમણે વન ટાઈમ લેઇટ ફી માથી માફી આપવા અંગે સહમતી. હાલ, ની પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ 22 ડિસેમ્બર થી 31 માર્ચ 19 સુધી ભરવાના થતાં તમામ જૂના 3B, GSTR 1, GSTR 4 ની લેટ ફી એક વાર માટે સંપૂર્ણ માફ કરી આપવામાં આવશે. (અગાઉ ભરેલ લેટ ફી વિષે કોઈ ઉલ્લેખ કરેલ નથી)
- જે વેપારી એ સતત 2 રિટર્ન ના ભર્યા હોય તે ઇ વે બિલ જનરેટ નહીં કરી શકે તેવી સિસ્ટમ બનાવવા મા આવશે.
- 28 % ના દર માં હવે માત્ર 34 ચીજ વસ્તુઓ. “સિમેન્ટ” જ સામાન્ય માણસ માટે વપરાતી એક માત્ર વસ્તુ. એ સિવાય તમામ ચીજ વસ્તુ “લકજરી” અથવા “સીન” ચીજવસ્તુ.
- જી.એસ.ટી. હેઠળ વ્યાજ ભરવાની જવાબદારી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ કર્યા પછી ની રકમ પર રહેશે.
જી.એસ.ટી. કાઉન્સીલ ની આ મિટિંગ અત્યાર સુધી ની જી.એસ.ટી. કાઉન્સીલ ની સૌથી હકારાત્મક મિટિંગ રહી છે તેવું
ચોક્કસ કહી શકાય . આ લાભકારી નિર્ણયો જ્યારે આ અંગે ના જાહેરનામા બહાર પડે ત્યાર બાદ જ અમલ મા આવશે. ત્યાં
સુધી આ જાહેરાતો ની અમલ થશે નહીં. આ મિટિંગ ના હકારાત્મક નિર્ણયો અંગે ના જાહેરનામા ઑ જલ્દી થી આપવામાં
આવે તેવી ઈચ્છા.
રવિ પ્રજાપતિ તથા ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.